અમદાવાદ:
ગુજરાત યુનિવર્સિટીના મનોવિજ્ઞાન વિભાગ દ્વારા બી એમ ઇન્સ્ટિટ્યુટ ઓફ મેન્ટલ હેલ્થ તથા ઈન્ડિયન એકેડેમી ઓફ હેલ્થ સાયકોલોજી (IAHP), વારાણસીના સહયોગથી બે દિવસીય સેમિનાર જે “અક્ષમતાને સમજવાનો બહુવિધ અભિગમ” એ શીર્ષક હેઠળ 29મી અને 30મી માર્ચ 2022ના રોજ સવારે 10 વાગ્યાથી આયોજક ડો. કમાયાની માથુર દ્વારા યોજવામાં આવ્યો હતો. જેમાં મુખ્ય પેટ્રોન યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ડો. હિમાંશુ પંડ્યા અને બી એમ ઇન્સ્ટિટ્યુટ ઓફ મેન્ટલ હેલ્થના ડાયરેક્ટર ડો. મધુ સિંઘ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. આ સેમિનાર નો મુખ્ય હેતુ સમાજમાં રહેતા લોકોને લર્નિંગ ડિસબિલિટી ધરાવતા બાળકો, પુનર્વસનના સહભાગીઓ વગેરેની ઓળખ અને તેમના પ્રત્યે પરાનુભૂતિ દાખવે તે અંગે જાગૃતિ લાવવાનો હતો. આ સેમિનારમાં સમાજ અને સમુદાયને મહત્વ આપી વિવિધ શીખવાની અક્ષમતા અંગે જાગૃતિ લાવવામાં આવી હતી. આ ખાસ કરીને જરૂરી છે કુલ વસ્તીના અંદાજે 2.1 ટકા લોકો એક અથવા બીજા પ્રકારનો ભોગ બને છે આથી આપણે અલગ રીતે સક્ષમ બનવું જરૂરી છે. લર્નિંગ ડિસેબિલિટી (LD) સાથે સંકળાયેલ કાયદાઓ અને નીતિઓનું જ્ઞાન સહભાગીઓને સશક્ત બનાવવાનો હેતુ પૂરો પાડે છે. આ સેમિનારની રિસોર્સ ટીમમાં ક્લિનિકલ અને રિહેબિલિટેશન સાયકોલોજિસ્ટ, સ્પેશિયલ એજ્યુકેટર સામેલ હતા આ ઉપરાંત ઓક્યુપેશનલ થેરાપિસ્ટ અને સ્પીચ પેથોલોજીસ્ટ અને ઑડિયોલોજિસ્ટ પણ સામેલ હતા જેઓ અધિનિયમો અને નીતિઓના જ્ઞાન સાથે સહભાગીઓને સશક્તિકરણ કરવાના હેતુથી સેવા આપે છે તેમજ લર્નિંગ ડિસેબિલિટી (LD) ધરાવતા બાળકો સાથે સંકળાયેલ છે. આ ઉપરાંત, સેમિનારનો હેતુ પુનર્વસનમાં સહભાગીઓને મદદ કરવાનો હતો તેમજ મલ્ટિડિસિપ્લિનરી અભિગમના ખ્યાલને સમજાવવાનો હતો. વિવિધ રુચિના વિષયો સેમિનારના સમગ્ર સમયગાળા દરમિયાન આવરી લેવામાં આવ્યા. આ ઉપરાંત RPWD એક્ટ, 2016 મુજબ વિકલાંગતાને સમજવી, પ્રારંભિક ઓળખ અને વ્યવસ્થાપન વિવિધ શીખવાની વિકૃતિઓ વિષે સમજ આપવામાં આવી.
અમદાવાદમાં યોજાયો “અક્ષમતાને સમજવાનો બહુવિધ અભિગમ”
Read Time:2 Minute, 58 Second