અમદાવાદ જિલ્લા ના વિરમગામ તાલુકા ના ઓગણ ગામ માં ઘણાં વર્ષો પુરાણી પરંપરા પ્રમાણે ગુજરાતી મહિના ની ચૈત્ર સુદ સાતમ એટલે ઓગણ ગામ ની બળિયા દેવ માટે આસ્થા નો દિવસ આ દિવસે સમગ્ર ગામ આ મહિમા ધામધુમથી ને અપાર શ્રદ્ધા થી ઉજવે છે.
પ્રસંગ ની શુભ શરૂઆત ગામના મુખ્ય ફુલ ગરબા ને કંકુ તિલક કરી ગામના શ્રી કરશનભાઈ ગોવિંદભાઈ ચાવડા કરાવે છે ને ત્યારબાદ વ્યક્તિગત માનતા માનેલ હોય તેવા ફૂલ ગરબા શ્રદ્ધાળુ ઓ હર્ષ ઉલ્લાસ અને ગરબે ઘૂમતા ઘૂમતા આ મુખ્ય ફુલ ગરબા ની પાછળ જોડાઈ મંદિર ના પ્રાંગણમાં માં એકઠા થાય છે, દર વર્ષે આશરે ૧૫૦ ની આજુબાજુ જેટલા ફુલ ગરબા થતાં હોય છે , જે આ વર્ષે ૩૧૫ ની સંખ્યા થઈ છે.
છેલ્લા વર્ષથી મહિમા ઘણો વધ્યો છે એટલે આજુબાજુના ગામડાના પણ માનતાં ના ફુલ ગરબા તેમજ સગા સંબંધીઓ પણ જોડાય છે
આ દિવસે દરેક સમાજ ના લોકો ,ગ્રામજનો આ પ્રસંગ ને એક શ્રદ્ધા અને ગામ ના પર્વ તરીકે કોઈ પણ જાતના ભેદભાવ વિના ભાઈચારાની જેમ ઉજવે છે અને મંદિરે ગ્રામજનો એકઠા થઇ ગરબે ઘુમવા તેમજ બાપાના પ્રસાદને વનભોજન તરિકે ઉજવણી કરે છે .
આ ફુલ ગરબા નુ પ્રસ્થાન ૨૦૧૨ સુધી આજ ગામના શ્રી ગોવિંદભાઈ ચાવડા ભુવા હોઈ આ શરૂઆત કરાવતા હતા, હાલ આ કાર્ય તેમના દિકરા શ્રી કરશનભાઈ ગોવિંદભાઈ ચાવડા ગામના મુખ્ય ફુલ ગરબા ને કંકુ તિલક કરી શરૂઆત કરાવે છે , ત્યારબાદ બાકી ના માનતા ના ફુલ ગરબા તે મુખ્ય ફુલ ગરબા ની પાછળ જોડાય છે. આ બધા ગરબા જ્યારે મંદિરે પહોંચે ત્યાં પણ તિલક કરી માનતા પુરી કરવામાં આવે છે , પછી એ ફુલ ગરબા માથે ઉચકી લોકો આનંદ કરતા હોય છે.