Read Time:1 Minute, 12 Second
પ્રધાનમંત્રીએ વિડીયો સાથે ટ્વીટ કર્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાળુઓને ગુજરાતમાં અંબાજી તીર્થધામ ખાતે સાઉન્ડ એન્ડ લાઇટ શોમાં ભાગ લેવા વિનંતી કરી છે. તેમણે માહિતી આપી હતી કે આજે સાંજે 7 વાગ્યાથી 51 શક્તિપીઠોનો પરિક્રમા ઉત્સવ શરૂ થઈ રહ્યો છે. સાઉન્ડ અને લાઈટ શોમાં આપણા પુરાણોનું પ્રદર્શન કરવામાં આવશે.
એક ટ્વીટમાં,પ્રધાનમંત્રી એ કહ્યું;
“ગુજરાતના અંબાજી તીર્થધામમાં શ્રદ્ધાળુઓ માટે ખૂબ જ શુભ અવસર આવ્યો છે. આજે સાંજે 7 વાગ્યાથી અહીં 51 શક્તિપીઠોનો પરિક્રમા ઉત્સવ શરૂ થઈ રહ્યો છે, જેમાં આપણા પુરાણોની આકર્ષક રજૂઆત સાથે સંકળાયેલો લાઈટ એન્ડ સાઉન્ડ શો પણ સામેલ છે. મારો આગ્રહ છે કે આપ સૌ આ ભવ્ય અનુષ્ઠાનના સહભાગી બનો.”