સિવિલ હોસ્પિટલ રાજદીપ એજન્સીમાં કામકર્તા કર્મચારીની સંડોવણી બહાર આવી કોન્ટ્રાકટ કર્મચારી રીક્ષા ચાલક બન્યો
સિવિલ હોસ્પિટલના અન્ય એક ત્રીજા વર્ગના કર્મચારીની પણ મિલીભગતની ચર્ચા
અમદાવાદ: અમદાવાદ સિવિલ હોસ્પિટલ ફરી એક વખત ચર્ચાને ચકડોળે ચઢી. હત્યાના પ્રયાસ કરવાના આરોપી સિવિલ હોસ્પિટલ માંથી ફરાર થવાના પ્રયાસ અને ત્યારબાદ ફિલ્મી ઢબે આરોપીને ઝાડપાતા ચકચાર મચી ગઇ.
શુ છે ફરાર થવાના પ્રયાસની ઘટના
હત્યાનો પ્રયાસનો આરોપી સિવિલ હોસ્પિટલ ટ્રોમાં સેન્ટરમાં પોતાની આઉટ ડોર સારવાર કરાવતો હતો જ્યાં પોલીસ પણ તેની વોચ ઉપર હતી જેથી કરીને મોનું ઉર્ફે ફેનીલ ફરાર ના થઇ જાય. ત્યારે ફેનીલ દ્વારા જમવાનું બહાનું કાઢ્યું અને પોલીસ કર્મચારી સાથે બ્રેકટાઇમ ફૂડ કોર્ટમાં ગયા અને ત્યાંથી રાજદીપ એજન્સીના કર્મચારી પિયુષ સોલંકી સાથે સાંઠગાંઠ કરી અને પોલીસ કોઈ શંકા કરે તે પહેલાં પિયુષ સોલંકીની રિક્ષામાં બેસીને ફરાર થવાનો પ્રયાસ કર્યો.
મોનું ઉર્ફે ફેનીલ રિક્ષામાં બેસીને ફરાર થવાનો પ્રયાસ કરતા પોલીસ કર્મી લોકરક્ષક નરેશ કુમાર દ્વારા ફેનીલ ને રોકવા માટે ફિલ્મી ઢબે રીક્ષાને પાછળ ના ભાગેથી પકડી રાખી પરંતુ રીક્ષા ચાલક પિયુષ દ્વારા રીક્ષા પુરઝડપે હંકાવતા લોક રક્ષક નરેશ કુમાર પણ રિક્ષાની પાછળ લાંબા અંતર સુધી ધસેડાયા હતા. ધોળા દિવસે ઘટેલ આ ઘટનાની અન્ય લોકો પણ પોલીસની મદદે પહોંચ્યા હતા જ્યારે ફેનીલ ને રાજસ્થાન હોસ્પિટલ પાસેથી ઝડપી પાડવામાં આવ્યો.
સિવિલ હોસ્પિટલ રાજદીપ એજન્સીમાં કામકર્તા કર્મચારીની સંડોવણી બહાર આવી કોન્ટ્રાકટ કર્મચારી રીક્ષા ચાલક બન્યો
મોનું ઉર્ફે ફેનીલના ફરાર થવાના કાવતરામાં સીધી સંડોવણી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ચાલતા આઉટ સોર્સ કોન્ટ્રાકટ રાજદીપ એન્ટરપ્રાઇઝના કર્મચારી પિયુષ સોલંકી જાહેર થયો છે. પિયુષ સોલંકી રાજદીપ એજનસીમાં ચોથાવર્ગના કર્મચારી તરીકે કામ કરે છે જ્યારે ફેનીલ ને ફરાર થવામાં પણ પિયુષ રીક્ષા તૈયાર કરીને બેઠો હતો જેને લઈને અનેક સવાલ ઉભા થાય છે.
આરોપી ફેનીલની આઉટડોર સારવાર માટે એટેન્ડન્ટ આપવામાં આવ્યા
પોતે હત્યાનો પ્રયાસ કરી ઘાયલ અવસ્થામાં ફેનીલ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ટ્રોમાં સેન્ટર ખાતે આવ્યો ત્યારે તેની સેવામાં રાજદીપ એજન્સીના કર્મચારી હાજર ચાકર રહ્યા વિશેષ કરીને ફેનીલ માટે એક એટેન્ડન્ટ પણ મુકવમાં આવ્યો ત્યારે રાજદીપ એજન્સીના કર્મચારીઓ કોના ઈશારે કામ કરી રહ્યા છે તે એક મોટો સવાલ ઉભો કરી રહ્યા છે.
રાજદીપ એન્ટરપ્રાઇઝનો લુલો બચાવ
હત્યાના પ્રયાસના આરોપીને ફરાર કારવાની મદદગારીમાં રાજદીપ એજન્સીના કર્મચારી પિયુષ સોલંકીનું નામ આવતા રાજદીપ એન્ટરપ્રાઇઝના સત્તાધીશો બચાવની મુદ્રામાં આવ્યા અને બે દિવસ અગાઉજ પિયુષ સોલંકીને નોકરી ઉપરથી કાઢી મુક્યા હોવાનું જણાવી રહ્યા છે. ત્યારે સવાલ એવો થાય કે પ્રાઇવેટ લીમીટેડ એજન્સી કોઈપણ કર્મચારીને આગોતરી નોટિસ વગર કઈ રીતે કાઢી શકે. શુ એજન્સીનું નામ બદનામ ના થાય માટે રાજદીપ એજન્સી દ્વારા લુલો બચાવ કરવામાં આવી રહ્યો છે.
પોલીસ તપાસમાં મોટા ખુલાસા થવાની શક્યતાઓ
સિવિલ હોસ્પિટલ માંથી આરોપી ફરાર થવું કોઈ પહેલી ઘટના નથી અગાઉ પણ સારવારના બહાને આવેલ કેટલાય આરોપીઓ સિવિલ હોસ્પિટલ માંથી ફરાર થયા છે ત્યારે જો, પોલીસ દ્વારા આરોપી ફેનીલ અને પીયૂષની જો ચોક્કસ પૂછપરછ કરવામાં આવે તો પિયુષ સોલંકી કોના ઈશારે કામ કરી રહ્યો છે તે બહાર આવે. જો ફોન કોલ્સ ચેક કરવામાં આવે તો પણ ક્યાં વ્યક્તિ દ્વારા ફેનીલ ને ફરાર થવા કાવતરામાં ખેલ પાડ્યો તે બહાર આવે.
307 એટલે કે હત્યાના પ્રયાસ કરવાનો આરોપી પોતે ઘાયલ થઈ સારવારનું કાવતરું રચ્યું અને ફરાર થવાનો પ્રયાસ કરો
અમદાવાદ એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તારીખ 13મી મેં ના રોજ બપોરે બે વાગે સરદારનગર સર્કલ પાસે આવેલ આર.કે. રેસ્ટોરન્ટમાં રાજેશ લાલવાણી નામનો એક વ્યક્તિ જમવાનું લેવા ગયો હતો અને ત્યાં મોનું શ્રીવાસ્તવ ઉર્ફે ફેનીલ નામના વ્યક્તિ સાથે બોલાચાલી થતા ફેનીલ દ્વારા રાજેશ લાલવાણી ના છાતીના ભાગે ચપ્પાના ઘા માર્યા હતા. અને ત્યાર બાદ ફેનીલ પોતે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે પહોંચી ગયો હતો. જેમાં રાજેશ લાલવાણીની ફરિયાદ એરપોર્ટ પોલીસ દ્વારા નોંધવામાં આવી હતી જ્યારે ફેનીલ દ્વારા પોલીસને જણાવવામાં આવ્યું હતું કે તેની સારવાર થઈ ગયા બાદ તે પોતાની ફરિયાદ દાખલ કરશે…
ખાખીનું નામ રોશન કર્યું બહાદુર લોકરક્ષકે
લોકરક્ષક નરેશ કુમારે પોતાનો જીવ જોખમમાં મૂકી આરોપી ફેનીલને પકડવામાં પોતે ઘાયલ થયા છે ત્યારે બહાદુર લોકરક્ષક નરેશ કુમાર દ્વારા અન્ય ખાખીનું નામ રોશન કર્યું છે જેને લઈને પોલીસ કર્મચારીઓને પણ એક નોખો જુસ્સો મળ્યો છે ત્યારે પોલીસ અધિકારીઓ દ્વારા લોકરક્ષક નરેશ કુમારની બહાદુરી બીરદાવવામાં પીછે હઠ નહીં કરવામાં આવે.