Read Time:1 Minute, 15 Second
અમદાવાદ: ૬ જૂન ૨૦૨૨
કહેવાય છે કે, કાગડા બધે કાળા અને કાગડો કાગડાને ના ખાય. પરંતુ કેબલની દુનિયામાં આ કહેવત ખોટી સાબિત થઈ રહી છે. અમદાવાદ શહેરમાં કેબલ વોર તે કોઈ નવી વાત નથી સમયાંતરે કેટલાક કિસ્સાઓ બહાર આવતા જ હોય છે. હાલમાં બનેલી તાજી ઘટના અનુસાર અમદાવાદના દરિયાપુર, કાળુપુર, સારંગપુર, શહેર કોટડા, રખિયાલ, અમરાઈવાડી સહિતના વિસ્તારોમાં કેબલ નેટવર્ક અને ઈન્ટરનેટના કેબલ ને નુક્શાન કરી નાના કેબલ ઓપરેટરોને નુકશાન કરવાનું કાવતરું ચાલી રહ્યું છે. સ્થાનિક કક્ષાએ કેબલ ઓપરેટર પોલીસ ફરિયાદ કરવા જાય પણ સ્થાનિક પોલીસ દ્વારા આંખ આડા કાન કરવામાં આવે છે. ત્યારે કામધેનુ કેબલ નેટવર્ક દ્વારા આજે શહેર પોલીસ કમિશ્નર કચેરી ખાતે સમગ્ર મામલે તપાસ કરવામાં આવે અને ન્યાય આપવામાં આવે તેવી રજુઆત કરી.