રાજ્યમાં ખેલ મહાકુંભમાં અનેક પ્રતિભા બહાર આવી રહી છે ત્યારે ખેલમહાકુંભ રાજ્ય કક્ષાની બેડમિન્ટન સ્પર્ધામાં અમદાવાદની અક્ષર એકેડમી ખેલાડીઓએ અનેક એવોર્ડ જીત્યા

એકેડમીના ખેલાડીઓએ અંડર 14 થી લઇ અંડર 17 ની કેટેગરીમાં આ એવોર્ડ મેળવ્યા છે
અમદાવાદ:
રાજ્યમાં ખેલ મહાકુંભમાં બેડ મિન્ટન સ્પર્ધામાં અલગ અલગ જિલ્લામાંથી હજારો ખેલાડીઓએ ભાગ લીધો હતો જેમાં અમદાવાદ ની અક્ષર એકેડમી તનિષ્કા નાયરે અંડર 14 માં સુવર્ણ ચંદ્રક મેળવ્યો હતો અંડર 17 માં એકેડેમીની પ્લેયર તાન્યા વાનીએ બ્રોન્ઝ મેડલ હાસિલ કર્યો હતો તો આરીશા રેજોય અંડર 14 માં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો અને મોરવી પટેલે પણ અંડર 14 માં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો આમ આ એકેડમીના પ્લેયર કુલ 5 મેડલ મેળવી સફળતા મેળવી હતી મેડલ મેળવનાર પ્લેયર હવે રાજ્ય તરફથી નેશનલ બેડમિન્ટન સ્પર્ધામાં ભાગ લેવા જશે આમ રાજ્ય કક્ષાની બેડ મિન્ટન સ્પર્ધામાં અમદાવાદના અનેક ખેલાડીઓ એ પોતાનું હીર ઝળકાવ્યા છે.