ગુજરાત હાઇકોર્ટનો આક્રોશ :  ફાયર સેફ્ટી વિહિન બિલ્ડીંગો સીલ કરી નળ જાેડાણ કાપી નાખો 

ગુજરાત હાઇકોર્ટનો આક્રોશ :  ફાયર સેફ્ટી વિહિન બિલ્ડીંગો સીલ કરી નળ જાેડાણ કાપી નાખો 

0 0
Spread the love

Read Time:3 Minute, 3 Second
Views 🔥 ગુજરાત હાઇકોર્ટનો આક્રોશ :  ફાયર સેફ્ટી વિહિન બિલ્ડીંગો સીલ કરી નળ જાેડાણ કાપી નાખો 


અમદાવાદ તા. ૧૫
ગુજરાતના ખાસ કરીને રાજયના મહાનગરોમાં ખડકાતા જતા આધુનિક ઈમારતો, હોસ્પિટલો તથા શાળા-કોલેજાેની ઈમારતોમાં તથા રહેણાંક બહુમાળી આવાસોમાં ફાયર સેફટી પ્રત્યે સતત થઈ રહેલી ઉદાસીનતામાં હવે ગુજરાત હાઈકોર્ટ આકરૂ વલણ લેતા ફાયર સેફટીના આગ સામે સુરક્ષાના જે નિયત ધારાધોરણો છે તેનું પાલન નહી કરતી વ્યાપારી ઈમારતો ‘સીલ’ કરવા તથા રહેણાંક ઈમારતોની પાણી જાેડાણ કાપી નાખવા આદેશ આપ્યા છે.

ખાસ કરીને અમદાવાદ સહિતના મહાનગરોએ વધતી જતી માંગની ઘટનાઓ તથા કોવિડ કાળમાં હોસ્પિટલોમાં આગની ઘટનામાં દર્દીઓ જીવતા ભુંજાયા પછી રાજયમાં ફાયર સેફટી મુદે હવે હાઈકોર્ટ સતત ગંભીર વલણ અપનાવી રહી છે અને અગાઉ જે ઈમારતોમાં ફાયર સેફટીનાં કાનૂનનો અમલ થયો ન હોય અથવા ફાયર એન.ઓ.સી. મેળવ્યું ન હોય તેને નોટીસ આપી નિયત સમયમાં આ પ્રક્રિયા પુરી કરી ઈમારતોને આગ સમયે રહેવાસીઓ તથા નાગરીકો શકય હોય તે રીતે સલામત રહે તે જાેવા જણાવ્યુ હતું. ગુજરાત હાઈકોર્ટ ગંભીરતાથી નોંધ્યુ કે રાજયની ૮૫% ઈમારતોમાં બી.યુ.પરમીશન અને ફાયર સેફટીના નિયમોનું પાલન કરાયું નથી અને આ માટે રાજય સરકારને એકશન ટેકન રીપોર્ટ રજૂ કરવા પણ આદેશ આપ્યો છે. હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ અરવિંદકુમારની ખંડપીઠે એક જાહેર હિતની અરજીમાં અપાયેલી માહિતી પરથી આ પ્રકારે ફાયર સેફટી ભંગમાં ગંભીરતાથી પગલા લેવાના હોવા અંગે પણ પ્રશ્નો પૂછયા હતા. મુખ્ય ન્યાયમૂર્તિએ અભિપ્રાય વ્યક્ત કર્યો કે આ પ્રકારે ફાયર એનઓસી નહી લેનાર ઈમારતોના વિજળી- નળજાેડાણ કાપી નાખવા જાેઈએ. હાઈકોર્ટ સમક્ષ રાજય સરકારે રજૂ કરેલા સોગંદનામામાં સ્વીકાર્યુ કે શહેરી વિકાસ વિભાગે કરેલા સર્વે મુજબ રાજયમાં ૮૫% ઈમારતોમાં ફાયર સેફટીના નિયમોનું પાલન થયું નથી અને ઈમારતના ઉપયોગની પરમીશન માટેના નિયમોનું ઉલ્લંઘન થયું છે. હાઈકોર્ટે આ ઉપરાંત શાળાઓ અને કોલેજાેમાં પણ ફાયર સેફટીના નિયમોનું પાલન થાય તે જાેવા રાજય સરકારને જણાવ્યું હતું. હવે અમદાવાદ મહાપાલિકા આ પ્રકારે ફાયરસેફટી સહિતના નિયમોનું ભંગ કરતા ઈમારત સંચાલકો-માલીકો સામે ફોજદારી કરવા માટે અને ખાસ કોર્ટ સ્થાપવા પણ તૈયારી કરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

More From Author

ગુજરાત હાઇકોર્ટનો આક્રોશ :  ફાયર સેફ્ટી વિહિન બિલ્ડીંગો સીલ કરી નળ જાેડાણ કાપી નાખો 

એકજ સ્થળે ચાર વર્ષ કે તેથી વધુ સમયથી ફરજ બજાવતા ૧૭૮ સરકારી વકીલોની બદલી

ગુજરાત હાઇકોર્ટનો આક્રોશ :  ફાયર સેફ્ટી વિહિન બિલ્ડીંગો સીલ કરી નળ જાેડાણ કાપી નાખો 

કોમી એકતાનું ક્રિકેટ! હિન્દૂ-મુસ્લિમ એક હૈ ના નારા ગાજયા

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

No comments to show.