અમદાવાદ:૧૭’૦૬’૨૦૨૨
ગુજરાતની ધરતીનો ઈતિહાસ હજારો વર્ષ પુરાણો છે. એ ઈતિહાસને ઉજાગર કરીને લોકજાગૃતિનું કામ છેલ્લા કેટલાક વર્ષોથી ‘હિસ્ટોરિકલ એન્ડ કલ્ચરલ રીસર્ચ સેન્ટર’ કરે છે. એ માટે સંસ્થા દર મહિને ‘અતુલ્ય વારસો’ સામયિક પ્રગટ કરે છે. ઇતિહાસ-પુરાતત્વ સંસ્કૃતિના ચાહકો એ સામયિકને રસપૂર્વક વાંચે છે. હવે એક ડગલું આગળ વધીને આ સંસ્થા દ્વારા ‘અતુલ્ય-વારસો આઈડેન્ટીટી એવોર્ડ–૨૦૨૨’ની જાહેરાત કરવામાં આવી છે.
અતુલ્ય વારસો આઇડેન્ટીટી એવોર્ડ ૨૦૨૨
આ સંસ્થા હિસ્ટોરિકલ એન્ડ કલ્ચરલ રીસર્ચ સેન્ટર દ્વારા “અતુલ્ય-વારસો આઈડેન્ટીટી એવોર્ડ ૨૦૨૨” જાહેર કરવામાં આવ્યો છે જે અંતર્ગત સ્થાનિક સ્તરે નીચે દર્શાવેલ પાંચમાંથી કોઈ પણ ક્ષેત્રે સારી કામગીરી ફરજ નિભાવી રહેલ અને ઓછા પ્રચલિત હોય વ્યક્તિ, સંસ્થા, સમુદાયની વિગતો આ સાથે સામેલ ફોરમેટમાં ભરીને મોકલી આપશો. આ પુરસ્કાર પાછળ હેતુ એવો છે કે સ્થાનિક સ્તરે ઉચ્ચ કક્ષાની કામગીરી નિભાવનાર અને પોતાના વિસ્તારની ઓળખસમા વ્યક્તિ, સંસ્થા, સમુદાયનું ગરીમામયી સન્માન થાય. આશા છે કે આ નાનકડો પ્રયાસ કાર્યરત વ્યક્તિ, સંસ્થા, સમુદાયનો જુસ્સો વધારવામાં અને જનસમુદાય સુધી આ ઓળખને પહોચાડવામાં ઉપયોગી સાબિત થશે.
સેવાકીય ક્ષેત્ર –
૧) ઈતિહાસ અને પુરાતત્વ, કલા અને સંસ્કૃતિ
૨) પર્યાવરણ અને જળ સરંક્ષણ
૩) પ્રદર્શિત કરી શકાય તેવી કલાઓ (ચિત્ર, સંગીત, રંગોળી, હસ્તકલા વગેરે)
૪) લેખન અને પ્રકાશન
૫) હેરીટેજ પ્રવાસન
અગત્યની સુચના –
૧. એવોર્ડમાં ભાગ લેવા માટે આ સાથે સામેલ લીંક પર જઈ આપની અથવા જેની ભલામણ કરો છે તેની વિગતો ઓનલાઈન ભરવી.
૨. વર્ષ ૨૦૨૨ માટેની આ એવોર્ડમાં જીલ્લા દિઠ ૦૫ એવોર્ડ ઉપરાંત મહાનગર દિઠ ૦૫ એવોર્ડ વિજેતા નક્કી કરવામાં આવશે અને અમારી ટીમ દ્વારા જિલ્લા અથવા ઝોન મુજબના કાર્યક્રમો આયોજિત કરીને સ્થાનિક લોકોની હાજરીમાં એવોર્ડ વિતરણ કરવામાં આવશે.
૩. એવોર્ડ માટે નિમિનેશનની છેલ્લી તારીખ – ૩૧ ઓગસ્ટ ૨૦૨૨ છે.
૪. એવોર્ડ માટેની અંતિમ પસંદગી, નિર્ણય અને તમામ નિર્ણયો સંસ્થાગત્ત રહેશે અને કાર્યક્ષેત્ર અમદાવાદ રહેશે.
૫. પુરી નિષ્ઠાપૂર્વક એવોર્ડ માટે હકદારની પસંદગી કરવામાં અને તે માટેની એક વિશેષ કમિટી દ્વારા તૈયાર કરવામાં આવી છે જેમાં રાજ્યનાં નામાંકિમ સભ્યો સામેલ છે.
૬. વધુ માહિતી માટે આપ +૯૧ ૯૩૨૮૩૧૨૩૬૩ ઉપર સંદેશ અથવા ફોન કરી વાત કરી શકશો અથવા atulyavarso@gmail.com પર ઈમેલ કરી આપના વિશેનું પ્રેઝન્ટેશન અથવા વિગતો મોકલી શકશો.