આ સમગ્ર મામલે કૃષ્ણનગર પોલીસ એ ૨ આરોપી ની ધરપકડ કરી છે…
અમદાવાદ:૧૭’૦૬’૨૦૨૨
શહેરમાં સવાર પડે ને દુષ્કર્મ ની ઘટના સામે આવતી હોય છે …ત્યારે કૃષ્ણનગર મા વધુ એક સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી.. કૃષ્ણનગર મા રહેતી ૧૭વર્ષ ની સગીરા ઘરે સાંજે થી બહાર નીકળી રોડ પર ચાલતી જતી હતી ત્યારે 2 આરોપી અપહરણ કરીને લઈ ગયા હતા…આ સમગ્ર બબાલ કૃષ્ણનગર પોલીસ સ્ટેશને પહોંચતા પોલીસે તપાસ શરૂ કરી હતી. અને પોલીસ તપાસ મા સગીરા સાથે દુષ્કર્મ કરવાના ઇરાદે અપહરણ થયું હોવાનું સામે આવ્યું હતું..પ્રકાશ પુરબીયા અને રાહુલ સોલંકી નામના આરોપી એ ઠક્કર બાપાનગર વિસ્તાર માંથી સગીરા નું અપહરણ કરીને કારમાં બેસાડી લઈ ગયા હતા…અને એક હોટલ મા લઈ જઈ સગીરા સાથે બને આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું. જોકે સગીરાની મતાએ આપેલી ફરિયાદના આધારે પોલીસે CCTV ની ચકાસણી કરી હતી ..અને હોટલો ના CCTV ની ચકાસણી મા કૃષ્ણનગર ની હોટલમાંથી આ સગીરા મળી આવી હતી…પોલીસે બને આરોપી ની હોટલ પરથી ધરપકડ કરી અન્ય આરોપી સંકળાયેલ છે કે કેમ તેને લઈને તપાસ હાથ ધરી છે. હાલતો બને આરોપી ની ધરપકડ કરી આ ગુનામાં અન્ય આરોપી સંડોવાયેલા છે કે કેમ તેને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે…સાથે જ ગેગરેપ નો ગુનો દાખલ કરવાની કવાયત પણ હાથ ધરી છે.