ખેતીની વીજળી માટે હલ્લાબોલ
નસવાડી: ૧૮’૦૬’૨૦૨૨- અલ્લારખા પઠાણ નસવાડીવાલા
નસવાડી તાલુકાના પલસણી ફીડર માંથી MGVCL નો ખેતીનો વિજ પુરવઠો સરકારની જાહેરાત 8 કલાક વિજ આપવાની હોવા છતાં 4 કલાક પણ વિજ પુરવઠો ન મળતા ખેડૂતોએ વાવણી કરેલ બિયારણ નિષ્ફ્ળ જવાની ભીંતિ સેવાતા પલાસણી તેમજ આજુબાજુ ના ખેડૂતોએ નસવાડી MGVCL કચેરી એ આવી સૂત્રોચ્ચાર કરી ખેતી માટે પૂરતો વિજ પુરવઠો આપવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કરી MGVCLના ડેપ્યુટી ઈજનેર ને આવેદન આપી જીલ્લા પંચાયત વઘાચ ના સદસ્ય મુકેશ ભીલ દ્વારા ચીમકી ઉચ્ચારી હતી કે વિજ પુરવઠો પૂરો નહીં મળે તો અમે ગામની મહિલાઓ સાથે MGVCL કચેરી એ આવી વિરોધ કરી અનેક કાર્યક્રમો આપીશુ તેમજ ખેડૂતોએ આવેદન પત્રમાં જણાવ્યું હતું કે જો 8 કલાક ખેતી નો વિજ પુરવઠો નહીં મળે અને ખેડૂતોએ ખેતી માં વાવણી કરી દીધી છે અને પાણી વિના બિયારણ નિષ્ફ્ળ જશે તો સમગ્ર જવાબદારી MGVCL ની રહેશે હવે એ જોવું રહ્યું MGVCL નસવાડી ખેડૂતોની માંગણી સંતોષે છે કે ખેડૂતોને વિજ પુરવઠા માટે વિરોધ કરવા મજબુર કરશે.