ઉદયપુર ઘટના બાદ નવો ફતવો
કોણે કર્યો આવો આદેશ
બનાસકાંઠા: ૦૨’૦૭’૨૦૨૨
રાજસ્થાનના ઉદયપુરમાં મુસ્લિમ યુવકો દ્વારા દરજીની હત્યા કરવાની ઘટના બાદ સમાજમાં વયમનસ્ય પણ ફેલાઈ રહ્યું છે. છેલ્લા ઘણા વર્ષોથી રાજ્યમાં કોમી એકતા અને એકરસ સમાજ થઈ રહ્યો છે ત્યારે ઉદયપુરની ઘટના બાદ બનાસકાંઠાના વાઘાસણ ગ્રામ પાંચયત દ્વારા ચોંકાવનારો આદેશ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.
બનાસકાંઠાના વાઘાસણ ગ્રામ પંચાયત ના સરપંચ પટેલ મફીબેન દ્વારા પોતાના લેટરપેડ પર આદેશ કરવામાં આવ્યો છે કે, ગામમાં દુકાન ધરાવતા તમામ વેપારીઓ ગામમાં ફરતા મુસ્લિમ વેપારીઓ અને ફેરિયાઓ પાસેથી કોઈપણ પ્રકારનો સામાન લેવો નહીં અને જો લેતા નજર આવશે તો રૂપિયા ૫૧૦૦ દંડ વસુલવામાં આવશે.
સમગ્ર મામલાને લઈને થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુતે જણાવ્યું કે લોકશાહીમાં આવા આદેશો લોકો ઉપર થોપી ના દેવાય સાથે સાથે ગુલાબસિંહ વાઘાસણના સરપંચ ઉપર પણ સવાલ કર્યા કે તેઓ હાલમાં સરપંચ ના હોવા છતાં તેમના લેટરપેડનો દૂર ઉપયોગ કર્યો છે.