સિવિલમાં આઉટસોર્સિંગ, કન્ડમ જેવી કામગીરી ને કારણે સેને. ઇન્સપેક્ટર ની પોસ્ટ મલાઈદાર ગણાય છે.
ટ્રાન્સફર થયેલા સેને. ઇન્સ્પેક્ટર ને પરત લાવવા વગદાર લોબી સક્રિય.
હું અગાઉથી નક્કી કરેલ સામાજિક કારણોસર રજા ઉપર છે, મેં સરકારી આદેશનું પાલન કર્યું છે- સુપ્રી. ડો.રાકેશ જોષી
ધી મોબાઇલ્સ ન્યુઝ.,૯’૦૭’૨૨-શનિવાર
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આઉટસોર્સિંગ કામગીરી માં ગોટાળા ચાલતા હોવાના અઢળક આક્ષેપો સમયાંતરે થતાં રહ્યા છે. આ તબક્કે વર્ષોથી જિલ્લા પચાયતમાંથી સિવિલમાં ડેપ્યુટશન ઉપર મુકાયેલા સેને. ઇન્સ્પેક્ટર નું ડેપ્યુટશન રદ્દ થતાં ચકચાર મચી ગઇ છે. તો બીજીબાજુ ટ્રાન્સફર થયેલા સેને. ઇન્સ્પેક્ટર ને પરત લાવવા એક આખી લોબી સક્રિય બની ગઈ છે. આ જ સમયે હોસ્પિટલ ના સુપરિટેન્ડન્ટ એકાએક રજા ઉપર ઉતરી જતા અનેક પ્રકારના તર્કવિતર્ક થઈ રહ્યાં હોવાનું સૂત્રો જણાવે છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં આઉતસોર્સ થી કામગીરી કરવામાં આવે છે. જેમાં મહિને દહાડે કરોડો રૂપિયાના બિલો બનવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં આઉટસોર્સના બિલોમાં ભ્રષ્ટાચાર થયા હોવાના પણ આક્ષેપો થયા છે. જેમાં કેટલાક ચોક્કસ કર્મચારીઓ અને અધિકારીઓ ની લોબીની મિલીભગત જવાબદાર છે.
આઉટસોર્સ દ્વારા સફાઈ અને અન્ય કામગીરીના બિલોમા સેનેટરી ઇન્સપેક્ટર ની સહી થાય ત્યારબાદ જ એકાઉન્ટ ઓફિસર, વહીવટી અધિકારી, આર.એમ ઓ કે સુપરિટેન્ડન્ટ સહી કરીને બિલ પાસ કરે છે. આમ કરોડો રૂપિયાના આઉટસોર્સના બિલ પાસ કરવામાં સેનેટરી ઇન્સ્પેકટર ની સહી અને પોસ્ટ મહત્વની ગણાય છે.
સિવિલમાં 2014માં ડેન્ગ્યુ ના કેસો બાદ હાઇકોર્ટે પી આઈ એલ દાખલ કરી હતી. ત્યારબાદ સફાઈની કામગીરી માટે સરકારી સેને. ઇન્સ્પેક્ટર ન હોવાથી યેનકેન પ્રકારે જિલ્લા પંચાયત માંથી સેનેટરી ઇન્સ્પેકટર ને ડેપ્યુટશન માટે લાવવામાં આવ્યા હતાં. ત્યારબાદ હંગામી ડેપ્યુટશન સતત 6 વર્ષ સુધી લંબાવવામાં આવ્યું છે. આટલા બધા વર્ષો સુધી કોઈ કર્મચારી ને ડેપ્યુટશન ઉપર કઈ રીતે રાખી શકાય તે પણ મહત્વનો પ્રશ્ન છે. વળી સમયાંતરે વર્ગ 3 અને વર્ગ 4 ના આઉટસોર્સ કર્મચારીઓ ના પગારને લઈને પણ સતત હડતાળો થતી રહી છે. પરંતુ આ હડતાળો પણ દબાવી દેવામાં આવી હતી. આમ આઉટસોર્સ કર્મચારીઓ ને તેમના હકનું વળતર પણ મળતું ન હતું , એમ સિવિલના સૂત્રો જણાવે છે. જે બાબતે છેક ગાંધીનગર સુધી ઘણી ફરિયાદો પણ થઈ હતી.
આ બાબતે સરકાર દ્વારા પણ તપાસ ચાલતી હતી. દરમિયાન સિવિલ માં જિલ્લા પંચાયત માંથી ડેપ્યુટેશન ઉપર મુકાયેલા સેને. ઇન્સ્પેક્ટર નું ડેપ્યુટશન રદ્દ કરતો ઓર્ડર ગુરુવારે આવ્યો હતો. જેથી સિવિલમાં હડકંપ મચી ગયો હતો. જો આ તપાસ તટસ્થ રીતે થશે તો ઘણાં નામ અને કૌભાંડ બહાર આવે તેમ છે. પ્રાપ્ત માહિતી મૂજબ ડેપ્યુટશન રદ્દ કરતો ઓર્ડર પણ હાલના જિલ્લા પંચાયતના ડેપ્યુટશન ઉપર.મુકાયેલા સેનેટરી ઇન્સ્પેક્ટર એ સ્વીકાર્યો નથી અને રજા ઉપર ઉતરી ગયાં છે. સૂત્રો જણાવે છે કે હવે આ ઇન્કવાયરી સમેટી લેવા સેને. ઇન્સપેક્ટર ના ટ્રાન્સફર ઑર્ડર રદ્દ કરાવવા જુના અને જાણીતા અધિકારીઓ સક્રિય બની ગયા છે.
સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે, બરાબર આ જ સમયે સિવિલ હોસ્પિટલના મુખ્ય અધિકારી ગણાતા મેડિકલ સુપરિટેન્ડન્ટ પણ એકાએક રજા ઉપર જતાં રહ્યાં છે. જેથી સિવિલ હોસ્પિટલ ના કર્મચારીઓ માં અનેક પ્રકારના તર્કવિતર્ક થઈ રહ્યા છે. આ બાબતે વિગતો જાણવા સિવિલના સુપરિટેન્ડન્ટ ડો રાકેશ જોશીનો ફોન કરતા તેઓએ જણાવ્યું કે, તેઓ એક મહિના અગાઉ લીધેલી પ્રી પ્લાન્ડ રજાઓ ઉપર બહારગામ છે. તેઓએ વધુમાં જણાવ્યું કે આરોગ્ય વિભગમાંથી જે ઓર્ડર આપવામાં આવ્યા છે તે સરકારી આદેશ મુજબ કાર્યવાહી કરી છે. જે તેમની ફરજનો એક ભાગ છે.