ફેંક ન્યુઝ ફેલાવતા ૩ યુટ્યુબ ચેનલ સંચાલકોની થઈ ધરપકડ!

ફેંક ન્યુઝ ફેલાવતા ૩ યુટ્યુબ ચેનલ સંચાલકોની થઈ ધરપકડ!

0 0
Spread the love

Read Time:3 Minute, 14 Second
Views 🔥 ફેંક ન્યુઝ ફેલાવતા ૩ યુટ્યુબ ચેનલ સંચાલકોની થઈ ધરપકડ!



અમદાવાદ સાયબર ક્રાઇમે કરી ધરપકડ..
ફેક ન્યુઝ ફેલાવતા ચેનલ પર સાયબર ક્રાઇમ ની ટિમ રાખી રહી છે વૉચ

રથયાત્રામાં હુમલો થયો, દ્વારકા તણાઈ ગયું જેવા ફેક ન્યુઝ યૂટ્યૂબ ચેનલ પર કર્યા હતા પ્રસારિત..

JD ન્યુઝ  ,ગુજરાત એક સાગર, ગુજરાતી મીડિયા ન્યુઝ નામની યૂટ્યૂબ ચેનલ પર ફેક ન્યુઝ થયા હતા પ્રસારિત..
ફેક ન્યુઝ ફેલાવતા લોકોની કરાશે ધરપકડ..
અમદાવાદ: ૦૯’૦૭’૨૦૨૨, શનિવાર,
૨૧મી સદીમાં ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા મહત્વનો પાસું છે. જેનો ઉપયોગ પણ છે અને દુરુપયોગ પણ છે. અમદાવાદ સાયબર ક્રાઇમે એવા માસ્ટમાઇન્ડો ની ધરપકડ કરી છે. જે યૂટ્યૂબ ચેનલ ચાલુ કરી ફેક ન્યુઝ આપી લાખો રૂપિયા કમાતા  હતા પણ આખરે  સાયબર ક્રાઇમ ની ગીરફતમાં  આવી ગયા.

સાયબર ક્રાઇમની ટીમ દ્વારા સુરેશ પરમાર, જીગર ધામેલીયા, અને સુરેશ લુહાર નામના ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી છે. સાયબર ક્રાઇમનું માનીએ તો, આ આરોપીઓનું શૈક્ષણિક અભ્યાસ તો સામાન્ય છે પણ રૂપિયા કમાવવાની આવડત ઉચ્ચ કક્ષાનું છે. પરંતુ રૂપિયા કમાવવાની લાહ્યમાં  આ ત્રણે આરોપીએ ખોટો રસ્તો અપનાવ્યો.

આ ત્રણેય આરોપીઓએ  અલગ અલગ યૂટ્યૂબ ચેનલ બનાવી જેમાં ખોટા  સનસનીખેજ  અને આકર્ષક સમાચાર પોસ્ટ કરી યુ ટ્યુબ મા વ્યુ મેળવી પૈસા કમાતા હતા. આ ત્રણે આરોપી છેલ્લા એક વર્ષથી ગુજતરાત ની અલગ અલગ ઘટનાઓ અંગે સમાચાર બનાવી યૂટ્યૂબ પર મૂકી લાઈક અને વ્યુ મેળવતા હતા જેના આધારે તેમને પૈસા મેળવતા હતા. જે

સાયબર ક્રાઇમ ના સર્વેલન્સ દરમિયાન ફેક ન્યુઝ ની યૂટ્યૂબ ચેનલ સામે આવતા સાયબર ક્રાઇમે કાર્યવાહી કરી છે..

આ ટ્યુબ ચેનલ ના મથાળા હેઠળ રથયાત્રામાં હુમલો થયો છે,  દ્વારકા મંદિર તણાઈ ગયું, જેવા ખોટા અને સનસની ફેલાવતા સમાચાર પ્રસારિત કરતા હતા. આરોપી આવા ફેક અને સનસની ફેંલાવે તેવા સમાચાર પ્રસારિત કરીને મહિને ૧ લાખથી વધારે રૂપિયા કમાતા હતા. સાયબર ક્રાઇમે હવે આવા ભય ફેલાવતા સમાચાર પ્રસારિત કરતા અલગ અલગ 5 યુ ટ્યુબ ન્યુઝ ચેનલ JD ન્યુઝ, એજ્યુકેશન ટ્રેન્ડ,ગુજરાતી મીડિયા ન્યુઝ, ગુજરાત એક સાગર, યુવરાજ  રબારી ફેન ક્લબ નામની યુ ટ્યુબ ચેનલના સંચાલકો સામે ગુનો નોંધી ૩ યુટ્યુન ચેનલ સંચાલકો ની ધરપકડ કરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

More From Author

ફેંક ન્યુઝ ફેલાવતા ૩ યુટ્યુબ ચેનલ સંચાલકોની થઈ ધરપકડ!

સિવિલ હોસ્પિટલમાં સેનેટરી ઇન્સપેક્ટર નું ડેપ્યુટશન રદ્દ : સુપરિટેન્ડન્ટ રજા ઉપર જતાં તર્કવિતર્ક

ફેંક ન્યુઝ ફેલાવતા ૩ યુટ્યુબ ચેનલ સંચાલકોની થઈ ધરપકડ!

ત્રણ મહિનાનો ગર્ભ ધરાવતી દુષ્કર્મ પીડિતાને ગર્ભપાત માટે સેશન્સ કોર્ટની મંજૂરી

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

No comments to show.