જુલાઈમાં જળબંબાકાર! ૩૩ હજારથી વધુ લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા

જુલાઈમાં જળબંબાકાર! ૩૩ હજારથી વધુ લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા

0 0
Spread the love

Read Time:4 Minute, 6 Second
Views 🔥 જુલાઈમાં જળબંબાકાર! ૩૩ હજારથી વધુ લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા




૧૫૬ નગરપાલિકાઓમાં સફાઈ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માટે રૂપિયા ૧૭.૧ કરોડની જાહેરાત

પ્રભાવિત વિસ્તારોમાં સર્વેની કામગીરી શરૂ

ગાંધીનગર: ૧૪’૦૭’૨૦૨૨, ગુરુવાર
શરૂઆતના ૧૫ દિવસમાં જ ગુજરાતમાં સીઝનનો ૪૫ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જોકે ભૂપેન્દ્ર પટેલ સરકારે આ બાબતે સમયસર રાહત અને બચાવ કાર્ય સમગ્ર ગુજરાતમાં શરૂ કરી દીધું હતું અને જિલ્લા વહીવટીતંત્રને તાત્કાલિક યોગ્ય કામગીરી માટે સૂચનાઓ આપવામા આવી હતી. તેના લીધે રાજ્યમાં જાનમાલના નુકશાનને નિયંત્રણમાં રાખવામાં સફળતા મળી છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું, “રાજ્ય સરકારના સમયસર લેવાયેલા નિર્ણયોથી જાનમાલના નુકશાનને નિયંત્રણમાં રાખી શકાયું છે. રાજ્યભરમાં અત્યારે ૧૮ એનડીઆરએફની ટીમ કાર્યરત છે. તે સિવાય ૧૮ એસડીઆરએફ પ્લાટૂન પણ મોકલવામા આવી છે. એનડીઆરએફ અને એસડીઆરએફ મળીને કુલ ૮ ટીમ રિઝર્વમાં છે. ૩૩ હજારથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામા આવ્યા છે. ”

તંત્ર દ્વારા પ્રભાવિત વિસ્તારનો સર્વે કરીને નુકશાનનો અંદાજ મેળવવામા આવશે. લોકોને આશ્રયસ્થળોએ સુરક્ષિત વાતાવરણમાં ખસેડીને ભોજન અને જરૂરી સામાન પ્રદાન કરવામા આવી રહ્યો છે. અનરાધાર વરસાદના લીધે ૫૧૫૦ જેટલા ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો. તેમાંથી ૫૧૧૦ ગામડાઓમાં સફળતાપૂર્વક રિપેરિંગ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. મુખ્યમંત્રીશ્રીએ ૧૭.૧ કરોડ ૧૫૬ નગરપાલિકાઓને ફાળવ્યા છે જે સફાઇ કામગીરી, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સહિતના કામોમાં ઉપયોગમાં લેવાશે. રાજ્ય વહીવટીતંત્ર સોશિયલ મીડિયાના માધ્યમથી બંધ રોડ, ઇમરજન્સી હેલ્પલાઇન અને વરસાદની પેટર્ન અંગે લોકોને સમયસર માહિતગાર કરી રહ્યું છે.

ખેડૂતોએ આ સમયે ૪૪,૩૬,૯૮૦ હેક્ટરથી વધુની જમનીમાં ખરીફ પાકની વાવણી કરી છે. તે ૫૦ ટકાથી વધુ ખરીફ વિસ્તાર છે. મોટાભાગના ડેમ ૫૦ ટકા જેટલા પાણીથી ભરાઇ ગયા છે. સરદાર સરોવર ડેમમાં ૪૮ ટકા પાણી ભરાયું છે.
ડેટા પર નજર કરીએ તો આ વર્ષે જુલાઈમાં ૧૪ દિવસમાં જે એવરેજ વરસાદ નોંધાયો છે તે ગત વર્ષની સરખામણીએ બમણાથી પણ વધુ છે. ગત વર્ષે આંકડો ૧૫૫.૯૨ mm હતો જે આ વર્ષે ૩૯૭.૦૨  mm છે. રાજ્યનો એવરેજ વરસાદ ૮૫૦ mm છે. નોંધપાત્ર બાબત એ છે કે જુલાઈ મહિનાના કુલ વરસાદનો ૫૦ ટકા વરસાદ ૮-૧૧ જુલાઇ ૨૦૨૨ સુધીમાં જ ૨૦ તાલુકામાં નોંધાઇ ગયો છે. દરેક તાલુકામાં આજ દિન સુધી ૫૦ mmથી વધુ વરસાદ પડ્યો છે. આ દાયકામાં પહેલી વખત છે કે જુલાઈમાં ગુજરાતમાં આટલી પ્રચંડ માત્રામાં વરસાદ પડ્યો હોય.

એનડીઆરએફ ટીમે જીવના જોખમે લોકોને બચાવ્યા
જુલાઈ ૧૧,૨૦૨૨ના આ ઘટના બની હતી. નર્મદાના કરજણ પાસે નદીના તટમાં ૨૧ લોકો ફસાયાં હોવાની બાતમી મળતા હેલિકોપ્ટરથી બચાવકાર્ય કરવાનું નક્કી કરવામા આવ્યું હતું. જોકે હવામાનની પરિસ્થિતિ અને સમયને ધ્યાનમાં લઇને એનડીઆરએફના જવાનોએ નદીમાં જઇને બચાવ કામગીરી શરૂ કરી હતી. તેમણે ૨૧ લોકોને બચાવી લીધા હતા અને સૌ કોઇએ તેમના સાહસ અને કામગીરીને બિરદાવી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

More From Author

જુલાઈમાં જળબંબાકાર! ૩૩ હજારથી વધુ લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા

અંબાજી માટે હવે તારંગા હિલ-અંબાજી-આબુરોડ નવી રેલવે પરિયોજનને મંજૂરી મળી!

જુલાઈમાં જળબંબાકાર! ૩૩ હજારથી વધુ લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા

સિવિલમાં વર્ગ ૪ના કર્મચારીઓ પાસે કોરા કાગળ ઉપર સહી ઓ કોણ અને કેમ કરાવી રહ્યું છે ?

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Comments

No comments to show.