બી.જે. મેડિકલ કૉલેજના પૂર્વ વિદ્યાર્થીઓએ માતૃસંસ્થાનું ઋણ અદા કર્યું! અમેરિકાથી માતૃભૂમિની સેવા

0
બી.જે. મેડિકલ કૉલેજના પૂર્વ વિદ્યાર્થીઓએ માતૃસંસ્થાનું ઋણ અદા કર્યું! અમેરિકાથી માતૃભૂમિની સેવા
Views: 83
0 0
Spread the love

Read Time:3 Minute, 32 Second
Views 🔥 web counter

અમેરિકામાં સ્થાયી થઈ ગયા પછી પણ માતૃભૂમિના બાંધવોની ચિંતા કરીને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં રૂ. ૩૬ લાખની કિંમતનું ડિજિટલ એક્સ-રે મશીન ડોનેટ કર્યું

સિવિલ હોસ્પિટલમાં વિવિધ ડોનેશનના માધ્યમથી રૂ.૧.૦૮ કરોડનાં નવીન ત્રણ ડિજિટલ એક્સ-રે મશીન દર્દીઓના હિતાર્થે કાર્યરત

સિવિલ હોસ્પિટલની ઓ.પી.ડી, ટ્રોમા સેન્ટર અને જી-૧ માં ડિજીટલ એક્સ-રે ની સુવિધા ઉપલબ્ધ

દર્દીઓને સઘન અને શ્રેષ્ઠ સારવાર ઉપલબ્ધ કરાવવા સરકાર સાથે સેવાભાવી સંસ્થાઓ પણ ખભે ખભો મિલાવીને મદદરૂપ બની રહી છે : સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી
અમદાવાદ:૧૭’૦૭’૨૦૨૨, રવિવાર
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બી.જે.મેડિકલ કૉલેજના પૂર્વ વિદ્યાર્થીઓએ માતૃસંસ્થાનું ઋણ અદા કરતા રૂ.૩૬ લાખની કિંમતનું ડિજિટલ એક્સ-રે મશીન ડોનેટ કર્યું છે. મહત્ત્વની બાબત એ છે કે, બી.જે. મેડિકલ કૉલેજના પૂર્વ વિદ્યાર્થીઓના અમેરિકા સ્થિત એલ્યુમ્ની એસોસિએશન દ્વારા આ ડોનેશન કરવામાં આવ્યું છે.

બી.જે. મેડિકલ કૉલેજના પૂર્વ વિદ્યાર્થીઓએ માતૃસંસ્થાનું ઋણ અદા કર્યું! અમેરિકાથી માતૃભૂમિની સેવા

તદ્ઉપરાંત અશોકભાઇ અને  સત્પાલભાઇ મિગલાની બંધુઓ દ્રારા માતૃશ્રીની સ્મૃતિમાં એક ડિજીટલ એક્સ-રે મશીન તેમજ જે.એમ. ફાઇનાન્સ લિમિટેડ કંપની દ્વારા પણ સિવિલ હોસ્પિટલમાં ડિજિટેલ એક્સ-રે મશીન ડોનેટ કરવામાં આવ્યાં છે.

આમ સિવિલ હોસ્પિટલમાં પૂર્વ વિદ્યાર્થીઓના ફંડ મારફતે અને કંપનીઓ દ્વારા સી.એસ.આર. પ્રવૃતિ અંતર્ગત અંદાજિત રૂ. ૧.૦૮ કરોડની રકમનાં ૩ ડિજિટલ  એક્સ-રે મશીન કાર્યરત કરવામાં આવ્યાં છે.

ડોનેશનમાં મળેલા નવીન અત્યાધુનિક ડિજિટલ એક્સ રે મશીનને સિવિલ હોસ્પિટલની ઓ.પી.ડી., ટ્રોમા સેન્ટર અને જી-1 એક્સ રે સેન્ટરમાં કાર્યરત કરવામાં આવ્યાં છે.

સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું હતુ કે, સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને સધન અને શ્રેષ્ઠ સારવાર ઉપલબ્ધ કરાવવા સરકાર સાથે સેવાભાવી સંસ્થાઓ પણ ખભે ખભો મિલાવી મદદરૂપ બની રહી છે.

સમાજ પ્રત્યેનું ઉત્તરદાયિત્વ નિભાવવાના ઉમદા હેતુથી વિવિધ કંપનીઓ, સ્વૈચ્છિક અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા દર્દીકલ્યાણના હેતુથી સિવિલ હોસ્પિટલમાં વિવિધ ઉપકરણો અને સુવિધાઓમાં વધારો કરવા ડોનેશન કરવામાં આવ્યું છે.

જેના પરિણામે દર્દીઓની આરોગ્ય સુખાકારીમાં વધારો થશે. એક્સ-રે રિપોર્ટ જરૂરી હોય એવા દર્દીઓનો ધસારો જોતા નવીન એક્સ-રે મશીન કાર્યરત થવાથી દર્દીઓને ત્વરિત પરિમાણ ઉપલબ્ધ બનશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *