ગુજરાત સિલ્ક રુટને બદલે મેન્યુફેકચરીંગ હબ બન્યુંઃ1125 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું

0
ગુજરાત સિલ્ક રુટને બદલે મેન્યુફેકચરીંગ હબ બન્યુંઃ1125 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું
Views: 93
0 0
Spread the love

Read Time:6 Minute, 12 Second
Views 🔥 ગુજરાત સિલ્ક રુટને બદલે મેન્યુફેકચરીંગ હબ બન્યુંઃ1125 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું


અમદાવાદ :૧૭’૦૮’૨૦૨૨
ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ પરનો ગુજરાતનો 1600 કિલોમીટર દરિયાઈ વિસ્તાર ઉપરાંત રાજસ્થાન વિસ્તારો ડ્રગ્સ સિન્ડીકેટ માટે સિલ્ક રુટ ગણાય છે.અબજો રુપીયાના ડ્રગ્સનો જથ્થો અત્યાર સુધીમાં ઝડપાઈ ચુક્યો છે.ગુજરાતનો દરિયાઈ માર્ગ સિલ્ક રુટ ગણાય છે.પરંતુ હવે સિલ્ક રુટ નહીં પણ ગુજરાત ડ્રગ્સ મેન્યુફ્કેચરીંગ બની રહ્યું છે.ગુજરાત એટીએસ અને એસઓજી ટીમે અત્યંત ગુપ્તતાપુર્વક અંકલેશ્વર તથા સાવલી પાસેના સ્થળ પર ત્રાટકી સફળતાપુર્વક ઓપરેશન પાર પાડવામાં સફળ રહી છે.પોલીસ ટીમે મેફેડ્રોનનું ઉત્પાદન કરતી ફેકટરી શોધી કાઢી હતી.એટીએસ ટીમે રુપીયા 1125 કરોડની કિંમતના 225 કિલોગ્રામથી વધારે એમડી ડ્રગ્સના જથ્થા સાથે બે શખસની ધરપકડ કરી હતી.કેટલાક શકમંદોની અટકાત કરી પુછપરછ હાથ ધરવામાં આવી છે.

અત્યંત ગુપ્તતાપુર્વક તપાસ હાથ ધરાઈ હતી
એટીએસના વડા દિપેન ભદ્રન અને ક્રાઈમબ્રાંચના એસપી પી બી રોજીયાને બાતમી મળી હતી કે મહેશ ઉર્ફે ધોરાજી અને દિનેશ જામનગર નામના શખસો વડોદરાથી આણંદ વચ્ચેના કાઈ સ્થળે એમડી ડ્રગ્સનું ઉત્પાદન કરી વેચાણ કરી રહ્યા છે.જેના આધારે એટીએસના ડીવાયએસપી કે કે પટેલ,પીઆઈ જે એમ પટેલ સહિતના અધિકારીઓ અને ટીમ દ્વારા અત્યંત ગુપ્તતાપુર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી.

બે શખસે ચોંકાવનારી કબુલાતો કરી
એટીએસ તથા અન્ય જીલ્લાની એસઓજી ટીમે બે શખસને ઝડપી લીધા હતા.જેમણે ચોંકાવનારી કબુલાતો કરી હતી કે એમડી ડ્રગ્સનું ઉત્પાદન વેન્ચર ફાર્મા લી.અંકલેશ્વર તથા સાવલી પાસેના માકાસી ગામ પાસેની નેક્ટર કેમ નામની ફેકટરીમાં કરવામાં આવે છે.જેના આધારે એટીએસની જુદી જુદી ટીમ દ્વારા ગુપ્ત ઓપરેશન તૈયાર કરાયું હતું.

મેફેડ્રેનનો જથ્થો નિહાળી પોલીસ ચોંકી ઉઠી
એટીએસ અને પોલીસ ટીમે બંને સ્થળે ઓપરેશન હાથ ધર્યું હતું.વડોદરા જીલ્લાના સાવલી તાલુકાના માકાસી ગામ પાસેની નેક્ટર કેમ નામની ફેકટરીમાં ત્રાટકી હતી.જ્યાં 225 કિલોગ્રામ જેટલો મેફેડ્રોન નામનો ડ્રગ્સના જથ્થો મળી આવતાં પોલીસ ચોંકી ઉઠી હતી.પોલીસે 1125 કરોડ રુપીયાની કિંમતનો ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો હતો.

સનસનીખજ ખુલાસા થઈ રહ્યા છે
એટીએસ ટીમે એમડી ડ્રગ્સનું ઉત્પાદન કરતી ફેકટરીના માલિક સહિત બે શખસની ધરપકડ કરી છે.ઉપરાંત કેટલાક શખસોની અટકાયત કરી પુછપરછ કરી રહી છે.તપાસ દરમિયાન કેટલાક સનસનીખેજ ખુલાસા પણ થી રહ્યા છે.જે ખુલાસા તપાસના હિતમાં જાહેર કરી શકાય તેમ નથી.

શરુઆતમાં 30 કિલો ડ્રગ્સ ઉત્પાદન કર્યું
ડ્રગ્સ કાંડની તપાસમાં એવી બાબત બહાર આવી હતી કે ડિસેમ્બર 2021 બાદ એમડી ડ્રગ્સ ઉપ્તાદન કરવાનું શરુ કર્યું હતું.શરુઆતમાં 30 કિલો કરતાં વધારે ડ્રગ્સ ઉપ્તાદન કર્યું હતું.જે સરળતાથી વેચાઈ જતાં વ્યાપક પ્રમાણમાં ડ્રગ્સનું ઉત્પાદન કર્યું હતું.વેન્ચર ફોર્મામાં લિક્વીડ ફોર્મમાં ડ્રગ્સ બનાવતા હતા.જે લિક્વીડ ડ્રગ્સનો જથ્થો નેક્ટર કેમમાં લાવતા હતા.જ્યાં પ્રોસેસ કર્યા બાદ સુકવણી કરીને ડ્રગ્સ તૈયાર કરી પેકીંગ કરતા હતા.જૈ પૈકીનો 15 કિલો ડ્રગ્સનો જથ્થો મુંબઈ અને 15 કિલો ડ્રગ્સનો જથ્થો રાજસ્થાનમાં મોકલ્યો હોવાનું બહાર આવ્યું હતું.

કોને કોને ડ્રગ્સ વેચતા હતા ?
ડ્રગ્સનો પહેલો જથ્થો બનાવ્યા બાદ તે જથ્થો જામનગરના દિનેશ આલા ધ્રુવ અને મુંબઈમાં રહેતા ઈબ્રાહીમ હુસૈન ઓડીયા અને તેના પુત્ર બાબા ઈબ્રાહીમ તથા રાજસ્થાનના એક શખસને વેચ્યો હતો.દિનેશ આલા વર્ષ 1994 માં એનડીપીએસના ગુનામાં પકડાયો હતો.જેને 12 વર્ષની જેલની સજા કોર્ટે ફટકારી હતી.જ્યારે મહેશ ઉર્ફે મહેશ ધોરાજીની ભાવનગર કસ્ટમે એનડીપીએસના ગુનામાં વર્ષ 1998 માં ધરપકડ કરી હતી.જેને કોર્ટે 7 વર્ષની જેલની સજા ફટકારી હતી.

લાલચમાં ફસાયા અને બરબાદ થયા
ઓગસ્ટ 2021 માં શખસોએ અંકલેશ્વર પાસે વેન્ચર ફાર્મા નામની કેમીકલ ફેકટરી શરુ કરી હતી.ત્યારબાદ સાવલી પાસેના ગામમાં નેક્ટર કેમ શરુ કરી હતી.સરળતાથી વધારે રુપીયા કમાવવાની લાલચમાં એમડી ડ્રગ્સનું ઉત્પાદન કરવાના રવાડે ચડી ગયા.ચોંકાનારી બાબત એ છે કે નેક્ટર કેમ માં તો હજુ મશિનરી નવી જ લાવ્યા હતા,જે મશિનરીનંુ હજુ ફીટીંગ કરવાનું કામ ચાલતું હતું.

શકમંદોની પુછપરછ ચાલુ
એટીએસએ જણાવ્યું હતું કે બે શખસની વિધિવત રીતે ધરપકડ કરવામાં આવી છે.જેમની પુછપરછ ચાલુ છે.ઉપરાંત કેટલાક શકમંદોની પણ અટકાયત કરીને પુછપરછ કરવામાં આવી રહી છે.આ દરમિયાન કેટલીક સનસનીખેજ બાબતો પણ ધીરે ધીરે બહાર આવી રહી છે.
એટીએસના સુત્રોએ જણાવ્યું હતું કે

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed