સોશ્યિલ મીડિયાના માધ્યમથી પાંગરતો પ્રેમ ક્યારેક એન્ટીસોશિયલ સાબિત થયો
ભાવનગર: ૧૯’૦૮’૨૦૨૨
તળાજા પંથકના યુવકને ઇન્સ્ટાગ્રામમાં પ્રેમના પાઠ ભણાવીને મળવા બોલાવ્યા બાદ યુવતિએ અન્ય યુવક યુવતિઓને સાથે લાવીને ધોલાઈ કરાવી હતી. એટલું જ નહીં પણ લોહિયાળ ઈજા થતા યુવકને સારવારમાં ખસેડવો પડ્યો હતો.
ભડી ગામે રહેતા હિતેશ નામના યુવાને જણાવ્યું હતું કે, પોતે છેલ્લા એક મહિનાથી ઇન્સ્ટાગ્રામ પર એક યુવતી સાથે ચેટિંગ કરી રહ્યા હતા. એ યુવતી મહુવાની હોવાનું કહી ચેટિંગ કરી રહી હતી. એક મહીનાના ચેટિંગના ફળ સ્વરૂપે આજે યુવકને યુવતીએ બોરડા ગામે મળવા બોલાવ્યો હતો. યુવક બસમાં બોરડા ગામે પહોંચ્યો હતો, જ્યારે યુવતી બાઈક લઈને આવી હતી. બંને બોરડા ગામેથી ગોપનાથ જવા રવાના થયા હતા.
એક મહિનાથી ચેટિંગ કરતી યુવતીને પ્રથમ વખત જ મળ્યાનો અને તેની સાથે બાઈક પર ફરવાનો યુવક આનંદ લઈ રહ્યો હતો. ત્યાં જ ગોપનાથ નજીક પહોંચતા બાઈક પર ત્રણેક યુવતીઓ અને પાંચેક યુવકો આવ્યા હતા. આ યુવકને આંતરીને બૌઘડ અને તિક્ષ્ણ વિધારો ધારણ કરી હિતેશ પર તૂટી પડ્યા હતા. હિતેશે વધુમાં જણાવ્યું હતું કે, પોતાનું પાકીટ અને મોબાઈલ ગુમ થઈ ગયા છે. જે અવઢવ છે. છોકરી સાથે પોતે ચેટિંગ કરી રહ્યા હતા અને આજે ડેટિંગ કરવા નીકળ્યા તેમાં છોકરીએ જ પોતાને છેતર્યો હોવાનો દાવો કરતો હતો.
મિતેશને માથામાં તિક્ષ્ણ હથિયારના ઘા મારવાથી ચહેરો આખો લોહિયાળ થઇ ગયો હતો. ડોક્ટરે ડાબી સાઈડના પગમાં ફેક્ચર હોવાનો જણાવ્યું હતું. માથા અને પગના ભાગે ઇજાઓ થઇ હતી. જેને લઈને ભાવનગરમાં વધુ સારવાર માટે મોકલવામાં આવ્યો હતો, આમ એક મહિનાના સોશિયલ મીડિયા પર અજાણી યુવતી સાથે ચેટિંગ કરવું યુવકને ભારે પડ્યું હતું.