અસામાજિક તત્વો પોતાનો સિક્કો જમાવવા માટે કોઈ પણ હદે જઈને પોલીસની આબરૂ સાથે રમત રમતા હોય તેમ લાગી રહ્યું છે. આ વીડિયોમાં જાણે પોલીસચોકીનો મુખ્ય અધિકારી જ તે હોય એ પ્રકારનું વર્તન કરી રહ્યો છે. બીજી તરફ આ વ્યક્તિએ અનુપમ પાસે બનેલા નવા બ્રિજ પર પણ આવો ગન સાથે બનાવેલો વીડિયો અપલોડ કર્યો છે.સમગ્ર મામલાને લઈને પોલીસ દ્વારા હવે તપાસ હાથ ધરવામાં આવી છે કે વિડીયો બનાવનાર વ્યક્તિ કોણ છે અને વીડિયો બનાવી વાયરલ કરવાનો આશય શુ છે. પોલીસ તપાસમાં તમામ વિગતો ખુલીને બહાર આવશે. પરંતુ જે પ્રકારે પોલીસ ચોકીના દરવાજા પાસેથી વિડીયો બનાવવામાં આવ્યો તે બાબતે અમદાવાદ પોલીસની કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ ઉપર ઘણા સવાલો ઉભા કરી રહયા છે…