અમદાવાદ: ૨૪’૦૮’૨૦૨૨
ઉપરવાસમાં પડી રહેલ ભારે વરસાદને પગલે તમામ ડેમોમાં પાણી ઓવરફ્લો થઈ જતા તમામ ડેમોમાંથી ભારે માત્રામાં પાણી છોડવામાં આવી રહ્યું છે જેમાંથી ધરોઈ ડેમના ચાર ગેટ ખોલવામાં આવ્યા છે જેમાં 44,954 જેટલું પાણી અત્યાર સુધીમાં છોડવામાં આવ્યું છે તો સાથે સાથે લાકરોડા વીયર ખાતે પણ આઠ મોટા અને 63 નાના દરવાજા ખુલ્લા મુકવામાં આવેલા છે જેમાંથી 66,215 ક્યુસેક જેટલો પાણી છોડવામાં આવેલું છે તો સંત સરોવરના તમામ દરવાજા ફ્રી ફ્લો સાથે ખુલ્લા મૂકી દેવામાં આવેલ છે અને વાસણા મેરેજ ના પણ 24 દરવાજા ખુલ્લા મૂકી દેવામાં આવેલ છે ત્યાંથી પણ 64000 જેટલું પાણી છોડવામાં આવેલ છે જેના પગલે નીચાણવાળા વિસ્તારો કે અસર પડતા ગામોને તંત્ર દ્વારા સૂચનામાં આપવામાં આવી છે કે નદીની આસપાસ કોઈએ જવું નહીં અને મહત્વના સમાચાર એ પણ સામે આવી રહ્યા છે કે તમામ ડેમોમાંથી મોટી માત્રામાં પાણી છોડવામાં આવ્યું છે જેના પગલે અમદાવાદ રિવરફ્રન્ટ ના વોકવે પર પણ મોડી રાત સુધીમાં પાણી ફરી વળ્યા હતા. જોકે તંત્રએ આગામી ચેતી પગલાના રૂપે વોકવેને બપોરથી જ બંધ કરી દેવાયો હતો જેથી કરીને કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બનવા પામે અને શહેરીજનોને પણ સૂચના આપવામાં આવી છે કે કોઈએ વોક વે તરફ જવું નહીં જોકે તેના માટે પોલીસ બંદોબસ્ત પણ ચુસ્ત રાખવામાં આવેલો છે.
અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ વોકવે પર પાણી! વોક વે બંધ કરવામાં આવ્યો, જુઓ વિડીયો…
Read Time:1 Minute, 57 Second