મારી હત્યા માટે કાવતરું સાબરમતી સેન્ટ્રલ જેલ માં રચાયું હતું
અમદાવાદ: તારીખ ૦૨’૦૯’૨૦૨૨
અમદાવાદ શહેર માં બે વર્ષ અગાઉ થયેલા કૃષ્ણનગર ફાયરિંગ કેસમાં છોટુ ચૌહાણે કોર્ટમાં સરેન્ડર કર્યું. બે વર્ષ બાદ આરોપી આદર્શ ઉર્ફે છોટુ ચોહાણ શું જૂઠો છે ?
જી હા ગેંગ વોરમાં કુખ્યાત ધર્મેન્દ્રસિંહ અભયસિંહ બારડે www.themobilesnews.com સાથે વાત કરી. ધર્મેન્દ્રસિંહ બારડ ઉર્ફે ધમાં બારડનું માનીએ તો આરોપી છોટુ ચૌહાણે કોર્ટમાં કરેલી કબૂલાત જૂઠી છે. ફાયરિંગ ની ઘટના ના સમય છોટુ બાઇક ચલાવતો હતો ચાલુ બાઈક પર ફાયરિંગ કઈ રીતે થઈ શકે. CCTV ફૂટેજ માં છોટુ ચોહાણ બાઈક ચલાવતો સ્પષ્ટ દેખાય છે એની પાછળ બેઠેલો વ્યક્તી ફાયરિંગ કરી રહ્યો છે. ત્યારે ધર્મેન્દ્રસિંહ બારડે કહ્યું કે, CCTV ના દૃશ્યો સ્પષ્ટ હોવા છતાં કોર્ટ ને કેમ ગેર માર્ગે દોરવામાં આવી રહી છે.
ધર્મેન્દ્રસિંહ અભયસિંહ બારડ નો મર્ડર નો પ્લાન સાબરમતી સેન્ટ્રલ જેલ ની અંદર બનાવમાં આવ્યો હતો.
મોબાઇલ ફોન મળવાના વિવાદ વચ્ચે સાબરમતી જેલમાં હવે ગુનેગારો પ્લાનિંગ કરી મિશન પૂરૂં પણ પાડે છે?
કૃષ્ણનગર વિસ્તારમાં ૨૮મી જાન્યુઆરી ૨૦૨૦ની સાંજે શિવાજી ચોકમાં ધર્મેન્દ્રસિંહ બારડ ઉભો હતો તે દરમ્યાન એક મોટર સાયકલ પર બે શખ્સ આવ્યા અને ધર્મેન્દ્રસિંહ બારડ ઉપર ફાયરિંગ કરી ફરાર થઇ ગયા હતા. ધર્મેન્દ્રસિંહ બારડને પીઠના ભાગે ગોળી વાગતા કૃષ્ણનગર ઋગ્વેદ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો પ્રાથમિક સારવાર બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ધર્મેન્દ્રસિંહ બારડની સારવાર કરી ગોળી બહાર કાઢવામાં આવી હતી.
ધર્મેન્દ્રસિંહ બારડ ઉર્ફે ધમાં બારડ ઉપર થયેલ ફાયરિંગની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેમાં બે શખ્સ મોટર સાઇકલ પર આવે છે અને ફાયરિંગ ની ઘટનાને અંજામ આપી ફરાર થઇ જતાં જોવા મળ્યા હતા. ફાયરિંગની ઘટના બાદ પોલીસ દ્વારા ધર્મેન્દ્રસિંહ બારડની ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
કૃષ્ણનગર શિવાજી ચોક ખાતે થયેલા ફાયરિંગ કેસમાં પ્રદીપ મોતીયાણી અને શિવમ રાજપૂતની પોલીસે ધરપકડ કરી પૂછપરછ કરતા ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ધર્મેન્દ્રસિંહ બારડ પર થયેલા ફાયરિંગ કેસ પાછળ મોટું ષડયંત્ર હતું.
ધર્મેન્દ્રસિંહ બારડની હત્યાને અંજામ આપવા આવેલા આદર્શ ચૌહાણ ઉર્ફે છોટુ અને તેના સાગરિતને બાઇક, રૂપિયા તથા અન્ય લોજિસ્ટિક સપોર્ટ પૂરો શિવમ રાજપૂત અને પ્રકાશ મોતીયાણીએ પુરા પાડ્યા હતા જ્યારે સમગ્ર કાવતરું જેલમાં બેઠા બેઠા મંદીપસિંગ ભગીરથસિંગ જાદોન ના ભાઈ રાજુ ભગીરથ જાદોન દ્વારા પાડવામાં આવ્યો હોવાની ફરિયાદ ધર્મેન્દ્રસિંહ બારડ દ્વારા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ફાયરિંગનો મુખ્ય આરોપી મંદીપસિંગ જાદોન અને ધર્મેન્દ્રસિંહ વચ્ચે છેલ્લા ઘણા વર્ષોથી અદાવત ચાલતી આવતી હતી. બસ આ જ બાબતનો રંજ રાખીને મંદીપસિંગ અને રાજુ જાદોન દ્વારા કાવતરું રચવામાં આવ્યું અને આદર્શ ચૌહાણ ઉર્ફે છોટુને અને અન્ય એક શખ્સને ધમાં બારડની હત્યા કરવા સાબરમતી મધ્યસ્થ જેલમાંથી સૂચના આપવામાં આવી હતી.
ધર્મેન્દ્રસિંહ અભયસિંહ બારડ કેવી રીતે બન્યો ધમો બારડ
ધર્મેન્દ્રસિંહ બારડ ઉર્ફે ધમો બારડનું માનીએ તો ધમો શરૂઆતમાં કૃષ્ણનગર પાર્શ્વનાથ વિસ્તારમાં ફાયનાન્સનો ધંધો કરતો હતો. પરંતુ મંદીપસિંગ ભાગીરથસિંગ જાનોદ દ્વારા અવારનવાર હપ્તાની અને પ્રોટેક્શન મનીની માંગણી બાદ બન્ને વચ્ચે દુશ્મની થઈ.
કુખ્યાત આરોપી ધર્મેન્દ્રસિંહ બારડ વિરુદ્ધમાં અમદાવાદના અલગ પોલીસ સ્ટેશનમાં 20થી પણ વધુ ગુનાઓ નોંધાયા છે. આ ફાયરિંગ અંગત અદાવતમાં કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.
૨૦૧૩ના વર્ષમાં એક બનાવ કૃષ્ણનગર ખાતે બન્યો હતો અને ત્યારે કૃષ્ણનગર વિસ્તાર માં નરોડા પોલીસ સ્ટેશન લાગતું હતું છતાં પણ રાજુ ભગીરથ ર્સિંહ રાજપૂત નામ ના વ્યક્તિ એ શેરકોટડા પોલીસ સ્ટેશન ખાતે ધર્મેન્દ્રસિંહ અભયસિંહ બારડ નામના વ્યક્તિ પર ખોટી લૂંટ ની ફરિયાદ દાખલ કરાવી હતી હતી
લુંટ ની ફરિયાદ માંથી બહાર આયા બાદ મંદીપ ભગીરથ ર્સિંહ જાદોને જાતે પોતાને છરીના ઘા ઝીંકી ધર્મેન્દ્રસિંહ અભયસિંહ બારડ ઉપર નરોડા પોલીસ સ્ટેશન ખાતે 307 ની ફરિયાદ ખોટી દાખલ કરાવી હતી.
એ પછી ધર્મેન્દ્રસિંહ અભયસિંહ બારડ ની રજૂ ભગીરથ ર્સિંહ રાજપૂત અને મંદીપ સિંહ ભગીરથ સિંહ જાદોન બન્ને ભાઈઓ જોડે અવારનવાર ઘર્ષણની શરૂઆત થઈ ગઈ.
કૃષ્ણનગર ફાયરિંગ કેસમાં ધર્મેન્દ્રસિંહ બારડ, મંદીપસિંગ, રાજુ જાદોન, આદર્શ ચૌહાણ ઉર્ફે છોટુ કુખ્યાત ગુનેગાર છે. જૂની અદાવતને અંજામ આપવા એકબીજાની હત્યાના ષડયંત્રો કરી રહ્યા છે. આ હકીકતથી પોલીસ પણ વાકેફ છે. પરંતુ હવે જોવાનું એ છે કે જેલમાં ઘડવામાં આવેલું ધર્મેન્દ્રસિંહ બાારડની હત્યાની કોશિશના ષડયંત્રને ઉકેલવામાં પોલીસને સફળતા મળે છે કે કેમ?