૩૨વર્ષીય યુવકનું ગળું કપાયેલ હાલતમાં મૃતદેહ સાબરમતી નદીમાં મળ્યો! શુ અમદાવાદમાં પણ થયું “સર તનસે જુદા..?”

મુસ્લિમ યુવતી સાથે લગ્નના પાંચ મહિનામાં યુવકની શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો
અમદાવાદ: ૦૫’૦૯’૨૦૨૨
દેશભરમાં સર તનસે જુદા ભયજનક વિચાર દાવાનળની માફક પ્રસરી રહ્યો છે. ત્યારે સર તન સે જુદાનો એક કિસ્સો અમદાવાદમાં જોવા મળ્યો છે. સાબરમતી ડીંકેબિન વિસ્તારમાં રહેતા હિતેશ રાઠોળનો મૃતદેહ આજે સવારે સાબરમતી નદીમાં મળી આવ્યા બાદ સર તન સે જુદા વિચારધારામાં હત્યા થયા હોવાનો આક્ષેપ હિતેશ રાઠોડના પરિવારજનોએ કર્યો છે.
આજે વહેલી સવારે સાબરમતી નદીમાં દધિચી બ્રિજ પાસે અમદાવાદ ફાયર વિભાગની રેસ્ક્યુ ટીમને એક યુવકનો મૃતદેહ મળી આવ્યો. મૃતદેહના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા જોવા મળ્યા બાદ. તાત્કાલિક સાબરમતી રિવરફ્રન્ટ ઇસ્ટ પોલીસને જાણકારી મળતા પોલીસ કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જ્યાં મૃતદેહ હિતેશ રાઠોડ હોવાનું જાણવા મળ્યું હતું.
રાઠોડ પરિવારનો આક્ષેપ હિતેશની હત્યા થઈ “સર તનસે જુદા” થયું
હિતેશ રાઠોડના મૃતદેહની ઓળખ બાદ પરિવારજનો દ્વારા આક્રોશ સાથે જણાવાયું કે હિતેશની હત્યા કરવામાં આવી છે. કારણકે હિતેશે માર્ચ મહિનામાં શાહપુર મારવાડીની ચાલીમાં રહેતી આફરીનબાનું નામની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ હિતેશ પોતાનો પરિવાર છોડીને અલગ રહેવા સાબરમતી વિસ્તારમાં ડિકેબિન પાસે રહેવા જતો રહ્યો હતો જ્યારે હિતેશને વારંવાર મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે આફરીનના ભાઈઓ અને સગાઓ દ્વારા દબાણ કરવામાં આવતું હતું.
ચોથી તારીખે હિતેશ તેની પત્ની આફરીન ને પિયર મુકવા ગયો ત્યારબાદ હિતેશનો મોબાઈલ સ્વીચઓફ થઈ ગયો હતો. હિતેશનો કોઈ પતો ના લાગતા રાઠોડ પરિવાર દ્વારા માધવપુરા પોલીસ સ્ટેશનમાં હિતેશના ગુમ થયાની ફરિયાદ પણ લખાવી હતી.
સોશિયલ મીડિયામાં હિતેશના મૃત્યુના સમાચાર વહેતા થતાની સાથે વિશ્વ હિન્દુ પરિષદના નેતાઓ અને કાયકર્તાઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ રૂમ ખાતે આવી પહોંચ્યા હતા.અને સમગ્ર મામલે ચોક્કસ તપાસની માંગ પણ કરી. વિશ્વ હિન્દુ પરિષદના નેતા જ્વલિત મહેતાએ જણાવ્યું કે હિતેષનું ગળું કાપવામાં આવ્યું અને ત્યાર બાદ તેનો મૃતદેહ નદીમાં ફેંકી દેવામાં આવ્યો હોવાનું જણાય આવે છે. સાથે સાથે હિતેશ રાઠોડનો પરિવાર પણ આક્ષેપ કરી રહ્યો છે કે હિતેશને લગ્ન બાદ મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા બાબતે દબાણ કરવામાં આવતું હતું. જો પોલીસ દ્વારા હિતેશ રાઠોડના છેલ્લા એક મહિનાના કોલ રેકોર્ડની તપાસ હાથ ધરે તો હિતેશને કોણ કોણ ધર્મ પરિવર્તન માટે દબાણ કરતું હતું તે છતું થાય.