ગ્રામ્ય એલ.સી.બી પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે મુકેશ અને અનિલ આ બંને આરોપીઓને સુરત પોલીસના સોંપી દેવામાં આવ્યા છે.
અમદાવાદ:૦૨’૦૯’૨૦૨૨
અમદાવાદ ગ્રામ્ય એલ.સી.બી એ ત્રણ આરોપીઓની સનાથલ સર્કલ પાસેથી ધરપકડ કરી લીધી છે. ત્રણેય આરોપીઓ ખતરો કે ખિલાડી બનીને પોતાના અન્ય સાગરીતો સાથે મળી જીઇબી ની ઇલેક્ટ્રિકની ચાલુ લાઈનમાં વાયર કાપીને વેચી નાંખતા હતા. ગ્રામ્ય એલ.સી.બી પોલીસે આ કુમાવત ગેંગના ત્રણેય આરોપીઓની ધરપકડ કરીને 09 જેટલા ગુનાઓ અમદાવાદ ગ્રામ્યના શોધી કાઢ્યા છે. ઉપરાંત કુલ 10 ગુનામાં વોન્ટેડ એવો આરોપી પપ્પુ ખરાડી જે મૂળ રાજસ્થાન ડુંગરપુરનો રહેવાસી છે તેની પણ ધરપકડ કરી લીધી છે.
અમદાવાદ ગ્રામ્ય એલ.સી.બીની ગિરફતમાં આવેલા આ ત્રણેય આરોપીઓ છેલ્લા સાતથી આઠ મહિના અગાઉ અમદાવાદ ગ્રામ્ય, મહેસાણા જિલ્લામાં, સૂરત જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 29 જેટલી જગ્યા પર વીજલાઈનના વાયરોની ચોરી કરી ચુક્યા છે અને 09 જેટલા ગુના પોલીસ ચોપડે નોંધાઈ ચુક્યા છે. સમગ્ર વિજચોરીના નેટવર્ક રાજસ્થાનના રાધેશ્યામ ઉર્ફે ભોજો કુમાવત હાલમાં પોલીસ ગિરફતથી બાકાત છે અને સુરતના નારાયણલાલ કુમાવત કે જેની સુરત ક્રાઇમ બ્રાન્ચે હાલ ડિટેઇન કરીને રાખ્યો છે.
કુમાવત ગેંગના ત્રણેય આરોપીઓ રાત્રિના સમય દરમ્યાન ખેતરોમાંથી પસાર થતી વિજલાઈનની રેકી કરતા હતા અને બાદમાં પોતાની કુમાવત ગેંગના આરોપીઓ ખેતરમાં આવતા હતા અને બાદમા જીઇબીની ચાલુ વીજ લાઇન પર વાયરોનું દોરડું નાંખીને બન્ને વાયરોને ભેગા કરી નાખતા હતા. જેથી કરીને વીજપુરવઠો ખોરવાઈ જતો અને બાદમાં એક સ્પેશિયલ કટર વડે થાંભલા પર ચઢીને વાયરો કાપી નાખતા હતાં અને બાદમાં આ ગેંગના આરોપીઓ વાયરોને ઓગાળીને તેમાંથી નીકળતું એલ્યુમિનિયમ વેચી નાંખતા હોવાની કબૂલાત આરોપીઓએ પોલીસ સમક્ષ કરી છે.
ગ્રામ્ય એલ.સી.બી પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે મુકેશ અને અનિલ આ બંને આરોપીઓને સુરત પોલીસના સોંપી દેવામાં આવ્યા છે. ત્યારે બીજી તરફ હાલ વોન્ટેડ આરોપી રાધેશ્યામ જે છેલ્લે કેટલાય વર્ષોથી વોન્ટેડ છે તેની ભાળ મેળવવાની કવાયત હાથ ધરી છે.