સિંગાપોરના ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર શ્રીયુત લોરેન્સ વોંગ સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ગાંધીનગરમાં સૌજન્ય મુલાકાત

સિંગાપોરના ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર શ્રીયુત લોરેન્સ વોંગ સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ગાંધીનગરમાં સૌજન્ય મુલાકાત
Views: 60
0 0
Spread the love
Read Time:6 Minute, 24 Second
Views 🔥 web counter

સિંગાપોર-ભારત-ગુજરાતના વ્યાપારિક-ઔદ્યોગિક-સંબંધોનો સેતુ વધુ સુદ્રઢ કરાશે

ગિફ્ટ સિટીના એન.એસ.ઈ.-એસ.જી.એક્સ.માં સિંગાપોરની ફાયનાન્સિયલ કંપનીઓના કારોબાર સાથે  ગુજરાતમાં ફિનટેક-ગ્રીન પાવર-રિન્યુએબલ એનર્જી-રિસર્ચ ફાયનાન્સ ક્ષેત્રે પણ રોકાણોની વિપુલ સંભાવનોઓ છે:- સિંગાપોરના ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર

સિંગાપોર-ભારત-ગુજરાતના સંબંધોએ લાંબા ગાળાનાં રોકાણો માટેનો સાનુકૂલ માહોલ ઊભો કર્યો છે
ગાંધીનગર: ૧૮’૦૯’૨૨૨
ગુજરાતમાં વિદેશી રોકાણકારો-ઉદ્યોગકારો એકવાર રોકાણ માટે આવે પછી ગુજરાત જ તેમની કાયમી ચોઈસ બની રહે તેવી સુદ્રઢ ઈકોસિસ્ટમ અમે ઊભી કરી છે. વડાપ્રધાનશ્રીના સૌના સાથ સૌના વિકાસના મંત્રને સિંગાપોરના ઊદ્યોગ-રોકાણોને પણ રાજ્યમાં વિકસવાની તકો આપી સાકાર કર્યો છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય-શુભેચ્છા મુલાકાત સિંગાપોરના ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર શ્રીયુત લોરેન્સ વોંગ અને પ્રતિનિધિમંડળે ગાંધીનગરમાં લીધી હતી.

સિંગાપોરના ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર ગુજરાતની મુલાકાતે પ્રથમ વાર આવ્યા છે અને રાજ્યના ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના વિવિધ ક્ષેત્રોના વિકાસથી તેઓ પ્રભાવિત થયા છે એમ તેમણે મુખ્યમંત્રી સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું. શ્રીયુત લોરેન્સ વોંગે સિંગાપોરના રોકાણકારો-ઉદ્યોગકારોએ ગુજરાતમાં ટ્રેડ, ઈન્વેસ્ટમેન્ટ, ફાયનાન્સના ક્ષેત્રોમાં રોકાણો કરેલા છે, તેની વિગતો આપી હતી.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સિંગાપોરના ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટરને ગુજરાતમાં આવકારતા જણાવ્યું કે, ભારત, ગુજરાત, સિંગાપોરના સંબંધો લાંબા ગાળાના રોકાણો, વ્યાપાર-ઉદ્યોગોને પ્રોત્સાહિત કરતા ઉષ્માભર્યા રહ્યા છે.

આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે કહ્યું કે, ગુજરાતમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં એવી સુદ્રઢ ઈકો સિસ્ટમનું નિર્માણ કર્યું છે કે વિશ્વના અન્ય દેશોમાંથી રોકાણકારો-ઉદ્યોગકારો ગુજરાતમાં એક વાર રોકાણ માટે આવે પછી ગુજરાત જ તેમની કાયમી ચોઈસ બની જાય છે.

મુખ્યમંત્રીશ્રી એમ પણ ઉમેર્યું કે સિંગાપોર સહિત અન્ય રાષ્ટ્રોના ઉદ્યોગ-રોકાણકારોને જરૂરી સુવિધાઓ આપવા  રાજ્ય સરકારનો અભિગમ હંમેશાં સકારાત્મક રહ્યો છે. ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા સૌના સાથ, સૌના વિકાસના મંત્રને સાકાર કરવામાં આ ઈકો સિસ્ટમ ઉપયુક્ત બની છે એમ પણ જણાવ્યું હતું. તેમણે સિંગાપોરના ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટરને તેમની આગામી મુલાકાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનું પ્રેરક સૂચન પણ કર્યું હતું.
વાયબ્રન્ટ સમિટની શ્રૃંખલામાં સિંગાપોરની સહભાગીતા આગામી સમયમાં પણ આગળ વધશે તેવી અપેક્ષા મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કરી હતી.

સિંગાપોરના ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર શ્રી લેરેન્સ વોંગે કહ્યું કે, સિંગાપોર માટે ગુજરાત સેકન્ડ લાર્જેસ્ટ ઈન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન છે. એટલું જ નહીં, સિંગાપોરના જે ઉદ્યોગ-વેપાર રોકાણકારોનો કારોબાર ગુજરાતમાં ચાલે છે તે સૌ સરકારની નીતિઓ, પ્રોત્સાહક વાતાવરણથી સંપૂર્ણ સંતુષ્ટ છે.
શ્રીયુત લોરેન્સ વોંગે ફાયનાન્સ, ટ્રાન્સપોર્ટ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ક્ષેત્રો ઉપરાંત ફિનટેક, ગ્રીન એનર્જી, હાઈડ્રોજન એનર્જીના ક્ષેત્રોમાં પણ ગુજરાત-ભારત સામે રોકાણોની વિપુલ સંભાવનાઓ છે, તેનો ઉલ્લેખ કર્યો હતો.

સિંગાપોરના ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટરે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલને સિંગાપોરની મુલાકાતે આવવાનું ભાવ ભર્યું નિમંત્રણ પણ પાઠવ્યું હતું. તેમણે કહ્યું કે સિંગાપોરના બિઝનેસ, ઈન્ડસ્ટ્રીઝ, ઈન્વેસ્ટર્સ ભારત અને ખાસ કરીને ગુજરાતમાં રોકાણો માટે આકર્ષિત થયેલા છે, તેમાં આ મુલાકાત નવું બળ પૂરું પાડશે.

મુખ્યમંત્રીશ્રી સાથેની સિંગાપોર ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટરની આ મુલાકાત-બેઠકમાં નાણા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, મુખ્ય સચિવશ્રી પંકજકુમાર, એન.એસ.ઈ.ના શ્રી આશિષભાઈ, ગિફ્ટ સિટીના એમ.ડી. શ્રી તપન રે, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી રાજકુમાર, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવશ્રી પંકજ જોષી, ઊર્જા વિભાગના અગ્ર સચિવશ્રી મમતા વર્મા, ઉદ્યોગ કમિશ્નરશ્રી રાહુલ ગુપ્તા તથા વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed

Translate »