PFI નો પગપેસારો ગુજરાત રાજ્યમાં પણ જોવા મળ્યો! ફન્ડિંગ બાબતે ATS દ્વારા 15 લોકોની અટકાયત

અમદાવાદ, બનાસકાંઠા, નવસારીના છેવાડાના વિસ્તારોમાંથી 15 લોકો ઝડપાયા
અમદાવાદ: 27’09’2022
PFI પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયાને થેયલ ફન્ડિંગ બાબતે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી અને EDએ PFIના અનેક સ્થળો પર દરોડા પાડ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મહારાષ્ટ્ર, દિલ્હી, આસામ અને કર્ણાટક સહિત 9 રાજ્યોમાં આ દરોડા પાડવામાં આવ્યા હતા. મહારાષ્ટ્રના ઔરંગાબાદમાંથી 8, કર્ણાટકના કોલારમાંથી 6 અને આસામમાંથી 7 કાર્યકરોની ધરપકડ કરવામાં આવી છે. આ સિવાય SDPIના સેક્રેટરીની પણ ધરપકડ કરવામાં આવી છે. ત્યારે પાકિસ્તાની સંગઠન PFI સાથે ગુજરાતની કેટલાક જગ્યાના લોકો સીધી કનેક્ટ થતા જે પાકિસ્તાની સંસ્થાના ફંડિંગ સાથે કનેક્ટેડ છે તેઓને બાદમીના આધારે અટકાયત કરવામાં આવી હોવાની વિગતો ATSના સૂત્રો પાસેથી જાણવા મળી રહી છે.
ગુજરાતમાં અમદાવાદ, બનાસકાંઠા, દક્ષિણ ગુજરાતના નવસારી પાસેના સાત આઠ લોકોને કેટલીક બાતમીના આધારે અટકાયત કરીને ગુજરાત ATSની કચેરી ખાતે લાવવામાં આવ્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ભારતમાંથી કેટલાક લોકો પાકિસ્તાનની સંગઠન PFI સાથે કનેક્ટેડ હતા. જેનું સોશિયલ મીડિયાના આધારે સર્વેલન્સ થઈ રહ્યું હતું. આ દરમિયાન ગુજરાતના તેમજ અન્ય રાજ્યોના કેટલાક કનેક્શનની લીંક જોડાઈ છે. આ દરમિયાન NIA તપાસ કરી રહી હતી. પરંતુ ગુજરાત ATSને મહત્વની કડી મળી છે જેમાં આઠથી દસ શકમંદ લોકોએ જે સોશિયલ મીડિયાના આધારે કેટલીક એન્ટી નેશનલ પોસ્ટ કરી હતી તેમ જ કેટલાક સોશિયલ મીડિયાના ગ્રુપમાં કનેક્ટ હતા જે સીધા કોઈ પોસ્ટ કે કોમેન્ટ ના આધારે લાગતા હતા.
સોશિયલ મીડિયા પર વિવાદિત નિવેદનો આપતા વીડિયો અને તેના કારણે કેટલાક લોકોની ધાર્મિક લાગણીઓ દુભાતી હોય એ બાબતોને કોમેન્ટ કરીને તેમને નુકસાન કરવા કે તેમને પરેશાન કરવા આ કૃત્ય કરવામાં આવ્યું છે. તેમજ તેને તપાસવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ગુજરાતમાંથી કુલ 15 જેટલા શખ્સોની અટકાયત કરવામાં આવી છે જેમાં નવસારી સુરત અમદાવાદ અને બનાસકાંઠાના છેવાડાના ગામના કેટલાક શકમંદ લોકો હોવાની વિગતો હાલ પ્રાપ્ત થઈ રહી છે. જેઓ અલગ અલગ સોશિયલ મીડિયાથી PFI જેવી સંસ્થાઓ સાથે કનેક્ટ હતા. માહિતી પ્રમાણે હાલ આ લોકોની પૂછપરછ થઈ રહી છે હજી તેમનો શું રોલ છે તે અંગે સ્પષ્ટ કહી શકાય નહીં પણ કેટલીક માહિતીને આધારે તેમની અટકાયત કરીને પૂછપરછ કરાઈ રહી છે.