ભારત દેશ વિરૂધ્ધ ગુનાહિત કાવતરૂ કરનાર આરોપી ઝડપાયો
– વ્યક્તિ સિમ કાર્ડ પાકિસ્તાન મોકલતો હોવાનું સામે આવ્યું છે
અમદાવાદ: ૨૭’૦૯’૨૦૨૨
ભારત દેશ વિરુધ્ધના ગુનાહિત કાવતરાના ભાગ રૂપે સરકારી વેબસાઇટની કલોન સાઈટ બનાવી લશ્કરી દળોના નિવૃત્ત થવા જઇ રહેલ તથા નિવૃત્ત સિનિયર અધિકારીઓ/ જવાનોની માહિતી એકત્રિત કરવામાં આવી રહેલ છે. તેમજ લશ્કરના અધિકારી તથા જવાનોને વોટસએપ એપ્લીકેશનના માધ્યમથી વોઇસ મેસેજ તથા કોલ કરી ગેરકાયદેસર રીતે તેમની માહિતી મેળવવામાં આવી રહેલ છે.
આ ગુપ્ત માહિતીની તપાસ દરમ્યાન www.ksb.gov.in (કેન્દ્રીય સૈનિક બોર્ડ) ની સાચી વેબસાઇટ જેવી ફેક www.ksboard.in_તથા www.desw.gov.in (ડિપાર્ટમેંટ ઓફ એક્સ સર્વિસમેન વેલ્ફેર) ની સાચી વેબસાઇટ જેવી ફેક www.desw.in જણાય આવેલ. ફેક વેબસાઈટ તથા www.kavach-apps.com નામની ફેક વેબસાઈટ બનાવેલાની માહિતી મળતા અમદાવાદ ક્રાઇમનું સૌથી મોટું ઓપરેશન સામે આવ્યું છે.
સીમકાર્ડથી લશ્કરી દળોના નિવૃત્ત/નિવૃત્ત થઈ રહેલ અધિકારીઓ/જવાનોને વોટસઅપ કોલ/મેસેજ/વોઈસ મેસેજ મોકલવામાં આવતાં હતાં, તે નંબરનું સીમકાર્ડ મુસ્તકીમ અબ્દુલ રઝાક તેતરા, રહે.ઉજમાનગર, ભાગ-૧, મ.નં.૧૨૩, અલ મોહમંદી મજીદ નજીક, દાણીલીમડા, અમદાવાદ શહેરનાએ પોતાના નામનુ ખરીદી અબ્દુલ વહાબ શેરમહમંદ પઠાણ, રહે.ઘ.નં.૨૩૨૫, ખજુરી મસ્જીદની ગલીમાં, પાંચપટ્ટી, કાલુપુર, અમદાવાદ શહેરને આપેલ હતું.
અબ્દુલ વહાબ શેરમહમંદ આ પ્રકારે સીમકાર્ડ મેળવી આ સીમકાર્ડને એકટીવેટ કરાવી, આ સીમકાર્ડના નંબર પાકિસ્તાન હાઇકમિશન, ન્યુ દિલ્હી ખાતેના પાકિસ્તાન ઇન્ટેલીજન્સ ઓફિસર શફાકત જતોઇને પહોચાડતો હતો. આ ઉપરાંત તે પોતાના પરિચિતો પાસેથી અલગ અલગ કારણ આપી એક્ટીવેટેડ સીમકાર્ડ (વપરાશમાં હોય તેવા) મેળવતો અને તે નંબર પાકિસ્તાન ઇન્ટેલીજન્સ ઓફિસર શફાકત જતોઇને વોટસએપના માધ્યમથી મોકલી આપતો. તેમજ મોકલાવેલ સીમકાર્ડના નંબરથી પાકિસ્તાન ઇન્ટેલીજન્સ ઓફિસર શફાક્ત જતોઇ વોટસએપ એપ્લીકેશન ડાઉનલોડ કરતો, જેને એકટીવેટ કરવા અબ્દુલ વહાબ પોતાની પાસે રહેલ સીમકાર્ડ પર આવેલ વોટસએપ માટેનો ઓ.ટી. પી. મોકલી આપતો. જેની મદદથી શકાકત જોઇ વોટસએપ એકટીવેટ કરી લેતો.
આ પ્રકારે એક્ટીવેટ થયેલ વોટસએપ દ્વારા પાકિસ્તાન સ્થિત ઇન્ટેલીજન્સ એજન્સી આઇ.એસ.આઇ.ના ઓપરેટીવ્સ ભારત દેશના સુરક્ષાદળોની અત્યંત ગોપનીય અને સુરક્ષાની દૃષ્ટિએ અતિસંવેદનશીલ, મહત્વની આંતરિક વ્યવસ્થા અંગેની માહિતી એકત્રિત કરી, ભારત દેશ વિરુદ્ઘ ગંભીર પરિણામ લાવી શકે તેવા ગુનાહિત કાવતરાને અંજામ આપવાનું આયોજન કરી રહેલાનું જણાય આવેલ.
પાકિસ્તાન સ્થિત ઈન્ટેલીજન્સ એજન્સીઓના ઓપરટીવ્સ ભારતીય ટેલીકોમ કંપનીના સીમકાર્ડથી એકટીવેટ કરાવેલ વોટસઅપ એપ્લીકેશનના માધ્યમથી કોલ તથા મેસેજ કરી,એવો આભાસ કરાવતાં કે સલંગ્ન કોલ કોઇ ભારતીય દ્વારા કરવામાં આવી રહેલ છે.
આ પકડાયેલ આરોપી અબ્દુલ વહાબ પઠાણ દ્વારા પાકિસ્તાનની મુલાકાત લેતાં લોકોને પણ પાકિસ્તાની ઇન્ટેલીજન્સ એજન્સીના અધિકારીઓને મળવા માટે પ્રેરિત કરતો હતો.. પાકિસ્તાન ઇન્ટેલીજન્સના ઓપરેટીવ શાક્ત જતોઇ દિલ્હી સ્થિત પાકિસ્તાન હાઇકમિશનથી પરત પાકિસ્તાન ગયા બાદ અબ્દુલ વહાબ પઠાણ સતત તેના સંપર્કમાં રહેલ અને શફાકત જતોઇના દોરી સંચાર મુજબ સીમકાર્ડ મેળવી તેના નંબર અને વોટસએપ ઓ.ટી.પી.મોકલતો રહેલ છે. આ ઓ.ટી.પી. ના માધ્યમથી પાકિસ્તાન ઇન્ટેલીજન્સના ઓપરેટીવ શફાકત જતોઇ તથા અન્ય ઓપરેટીવ્સના દોરી સંચાર મુજબ અબ્દુલ વહાબ શેરમહમંદ પઠાણએ ભારત વિરોધી ગુનાહિત કાવતરાના ભાગ રુપે ભારત વિરુઘની લડાઇની યોજનાનું અસ્તિત્વ છુપાવી, પાકિસ્તાન ઇન્ટેલીજન્સ ઓપરેટીવ્સને સીમકાર્ડ તથા સીમકાર્ડના નંબર તથા વોટસએપ ઓ.ટી.પી.નંબર પહોંચાડી, એવી લડાઇ કરવામાં સરળતા કરી આપી, પાકિસ્તાન ઇન્ટેલીજન્સ એજન્સીના ભારત વિરુદ્ઘના નેટવર્કને ફેલાવવાની ગોઠવણનું કાવતરૂ રચેલ છે.
ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય તપાસ સંસ્થા અને એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ ઇડીએ અનેક રાજ્યોની પોલીસની સાથે સંયુકત રીતે દેશના જુદા જુદા ભાગોમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (પીએફઆઇ PFI) સાથે સંકળાયેલા લોકોને ત્યાં દરોડા પાડ્યા હતા.જેમા દેશના 15 રાજયોમાં 93 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. આ કેસના તાર હવે ગુજરાત સુધી અડ્યાં છે. ગુજરાત એટીએસ દ્વારા અમદાવાદ, સુરત, નવસારી અને બનાસકાંઠામાંથી કુલ 15 લોકોની અટકાયત કરવામાં આવી છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે, ગુજરાત એટીએસ દ્વારા અમદાવાદ, સુરત અને બનાસકાંઠામાં આ કેસની તપાસ કરવામાં આવી હતી. જેમાં 15 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે.હાલ તેમની પૂછપરછ ચાલી રહી છે. ગુજરાતમાં પીએફઆઈ સક્રિય નથી પરંતુ તેમની રાજનૈતિક પાર્ટી રાજનૈતિર પાર્ટી એસડીપીઆઇ છે. જે 15 લોકોને દબોચી લેવામાં આવ્યા છે તેમના તાર વિદોશોમાં બેઠા કેટલાક લોકો સાથે હોવાનું સામે આવ્યુ છે.