ગાંધી આશ્રમ બહાર પોસ્ટર લાગ્યા
અમદાવાદ: ૨૮’૦૯’૨૦૨૨
સાબરમતી ગાંધી આશ્રમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં આશ્રમવાસીઓને અને તેમાં પણ હરીજન સમાજના પરિવારોને અગાઉ ટ્રસ્ટીઓ એ પણ હેરાન કર્યા, અને હાલમાં સરકાર દ્વારા પણે હેરાન કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ થઈ રહ્યો છે. આશ્રમવાસીઓ દ્વારા મોદીની મુલાકાત ટાણે આશ્રમના દરવાજે પોસ્ટર લગાવી પોતાનો વિરોધ દર્શાવ્યો છે.
આશ્રમવાસીઓએ જણાવ્યું કે ગાંધી આશ્રમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માં હરીજન પરિવારોને પારાવાર નુકસાન પણ થયું છે. રહેઠાણના અને અન્ય પુરાવાઓ માત્ર હરિજનો પાસે જ માંગવામાં આવે છે. જ્યારે અધર્સ કાસ્ટ ના લોકો માટે લોલામ લોલ કાર્યવાહી થતી હોય છે, બતાવો ઠાકોર વાસના પુરાવા બીજા 25 નામ આપો ટેબલ પર વાત કરવા બેસો. હજી પણ ગરીબનો ને મકાનો ખાલી કરવા માટે ધાક ધમકી આપવામાં આવે છે. પોલીસ સ્ટેશનમાં બોલાવીને ટાટીયા તોડી નાખવામાં આવશે તેવી પણ ફરિયાદો ઉઠી છે.
પૂજ્ય મહાત્મા ગાંધી બાપુ ના સાબરમતી આશ્રમમાં ગાંધી આશ્રમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ના નામે સરકારશ્રીએ કે સરકારી અધિકારીઓએ તેમાં પણ એક ખાસ IPS અધિકારી એ આશ્રમવાસીઓ સાથે અને તેમના નેતાઓ સાથે ખુલ્લી આમ છેતરપિંડી કરી હોવાનો આક્ષેપ થયો છે.
ગાંધી આશ્રમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ પુનર્વસન કમિટીના સભ્ય હેમંત ચૌહાણે જણાવ્યુ કે, અમારે શાસ્ત્રીનગર ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ફાળવેલ મકાનો નંબર સાથે નામ સાથે વિગત આપો, અત્યાર સુધીના કેટલા આશ્રમ વાસીઓને મકાનો ફાળવ્યા, તેની સ્પષ્ટ વિગતો આપો તો સમગ્ર મામલો ખબર પડે.