રૂપિયા 216900/- ભરેલ પાઉચ સુપરત કરાયા.
અમદાવાદ: 20/10/22
વહેલી સવારે ગાંધીનગર પાસે દહેગામ રોડ ભાઈપુરા કેનાલ પાસે એક બ્રેજા કરે ધર્મેન્દ્ર શાહની જયુપીટર સ્કુટરને અડફેટે લેતા જયુપીટર સહિત ધર્મેન્દ્ર શાહ કેનાલમાં ખાબકયા હતા. જ્યારે તેમનો કારીગર વિનોદ માંઝી ગંભીર રૂપે ઘાયલ થયો. અકસ્માતની જાણકારી સાથે સ્થાનિક પોલીસ અને 1108 ઇમરજન્સી સારવાર સેવાની ટીમ ઘટના સ્થળે પહોંચી. ગંભીર રૂપે ઘાયલ વિનોદ માઝીને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા.
બ્રેજા કાર અને જયુપીટર સ્કૂટર વચ્ચે થયેલ અકસ્માતમાં ધર્મેન્દ્ર શાહ તેમના જયુપીટર સ્કૂટર સહિત કેનાલમાં ખાબકયા હતા. જ્યાંથી ફાયર વિભાગ અને પોલીસની મદદથી ધર્મેન્દ્ર શાહનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો.
અકસ્માત સ્થળેથી સ્થાનિકોને રૂપિયા ભરેલા બે અલગ અલગ પાઉચ મળ્યા હતા જે સ્થાનિકો દ્વારા 108 ઇમરજન્સીના સ્ટાફ ને આપવામાં આવ્યા જ્યારે 108 ના સ્ટાફ દ્વારા તે બે પાઉચ સિવિલ હોસ્પિટલમાં પી.આર.ઓ. સ્ટાફને સોંપવામાં આવ્યા. જેમાંથી રૂપિયા 2000, 500 અને 100ની ચલણી નોટો મળી આવી જેની કુલ રકમ 216900/ હતી. જે સિવિલ હોસ્પિટલના પી.આર.ઓ. સ્ટાફ દ્વારા મૃતક ધર્મેન્દ્ર શાહના પરિવારને સુપરત કરવામાં આવી જેની સાથે અલગ અલગ બેંકની પાસબુક, પાન કાર્ડ અને અન્ય જરૂરી દસ્તાવેજ પણ સુપરત કરવામાં આવ્યા.