મહાપર્વની ઉજવણીમાં ડો. સામંતા પણ ઉપસ્થિત રહ્યા
અમદાવાદ: ૦૧’૧૧’૨૦૨૨
ઉત્તર ભારતના સૌથી મહત્ત્વના તહેવાર- છઠ પૂજાની ભવ્ય ઉજવણી KIIT (કિટ) યુનિવર્સિટી ખાતે કરવામાં આવી હતી. લોકોની શ્રદ્ધાના આ મહાપર્વના અવસરે યુનિવર્સિટીમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કિટ અને કિસ યુનિવર્સિટીના સંસ્થાપક ડો. અચ્યુતા સામંતા, યુનિવર્સિટીના કુલપતિ પ્રો. સસ્મિતા સામંત અને કુલસચિવ જ્ઞાનરંજન મહંતી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં યુનિવર્સિટીમાં અભ્યાસ કરનારા ઉત્તર ભારતના હજ્જારો વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો અને છઠ માતાની પૂજા-અર્ચના કરી હતી.
છઠ પૂજા નિમિત્તે ડો. સામંતાએ આ પર્વના મહત્ત્વ અંગે જણાવ્યું હતું કે, આ તહેવાર ફક્ત પર્વ જ નહીં પરંતુ એક એવી સંસ્કૃતિ છે જે લોકોમાં પરસ્પર સહકાર અને ભાઇચારાનો સંદેશો આપે છે. તેમણે તમામ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને શુભકામના પાઠવી હતી અને તમામના તંદુરસ્ત આરોગ્યની કામના કરી હતી.
ડો. સામંતાએ તમામના જીવનમાં પ્રેમ સુખ-શાંતિ અને સમૃદ્ધિ રહે તેવી સૂર્ય દેવને પ્રાર્થના કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, KIIT યુનિવર્સિટીમાં દેશના દરેક રાજ્યમાંથી 30 હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. KIIT યુનિવર્સિટીની વિશેષતા એ છે કે, વર્ષના જુદા જુદા સમયે દેશના વિવિધ ક્ષેત્રોમાં ઉજવાતા અલગ-અલગ તહેવારોનું ત્યાં આયોજન કરવામાં આવે છે.
KIIT યુનિવર્સિટીમાં હર્ષોલ્લાસ સાથે છઠ પર્વની ઉજવણી, વિશેષ કાર્યક્રમનું આયોજન
Read Time:2 Minute, 8 Second