અમદાવાદ: ૦૩’૧૧’૨૦૨૨
કોણ છે ડૉ. સુબ્હાન સૈયદ?
– B.com, M.com(p), LL.B, LL,M, B.Ped, M.P.ed, PhD, Diploma in journalism, જેવી ડિગ્રી ધરાવે છે.
– ગુજરાત પ્રદેશ NSUI માં કોલેજ કાળ થી લઇ પ્રદેશ પ્રવક્તા, મહામંત્રી , મંત્રી, યુવા કોંગ્રેસમાં પ્રદેશ મંત્રી, અન્ય જિલ્લાનાં પ્રભારી જેવી જવાબદારી નિભાવી ચૂકેલા પીઢ સિનિયર અને માનીતા ચહેરા માંથી એક
– ગુજરાત યુનિવર્સિટી માં થતા સેનેટ, વેલ્ફર ની ચુંટણી માં મહત્વની ભૂમિકા
– ગુજરાતમાં થયેલ તલાટી કૌભાંડ આંદોલન, બિન સચિવાલય પેપર લીક સામે થયેલ આંદોલન, અધ્યાપક સહાયક ભરતી અટકેલી ચાલુ કરવામાં ભૂમિકા, પોલીસ ગ્રેડ પે આંદોલનમાં રજૂઆતો, અસંખ્ય આંદોલન અને કૌભાંડ સામે લડત આપવામાં ભૂમિકા.
– NSUI નાદિલ્હી યુનિવર્સિટીના વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં સક્રિય ભૂમિકા અને સંગઠનની આંતરિક ચૂંટણી કમિશન માં DRO, ZRO, PRO તરિકે અન્ય રાજ્યમાં કામગીરી નો બહોળો અનુભવ,
– અન્ય રાજ્યની વિવિધ ચૂંટણીઓ માં પ્રચાર પ્રસાર તેમજ કામગીરીનો બહોળો અનુભવ.
– ગુજરાત યુનિવર્સિટી માં પ્રવેશ પ્રક્રિયા દરમ્યાન ઐતિહાસિકરીતે સતત ૧૦ વર્ષ સુધી દર વર્ષે ૧ મહિના થી વધારે હેલ્પ ડેસ્ક લગાવી વિદ્યાર્થીઓની નિસ્વાર્થ ભાવે મદદ.
– ગુજરાત ની શાળાઓ તથા અન્ય યુનિવર્સિટી તથા તેની સંલગ્ન કોલેજો, ગુજરાત યુનવર્સિટી તથા તેની સંલગ્ન કોલેજોમાં વિદ્યાર્થીઓ સાથે થતા અન્યાય સામે અસંખ્ય આંદોલન,
– નગરપાલિકા, મહાનગર પાલિકા વિધાનસભા, લોકસભા, ચૂંટણીઓમાં સક્રિય કામગીરીનો બહોળો અનુભવ,
– કોરોનાકાળમાં પરપ્રાંતીયો તેમજ જરૂરતમંદ લોકો માટે સતત કાર્યરત, તેમજ અમદાવાદ સિવિલ ૧૨૦૦ બેડની કોરોના હોસ્પિટલ માં સતત મહિના સુધી દર્દીઓની સેવા ,
– વર્ષ ૨૦૦૨ કોલેજ માંથી NSUI ના કાર્યકર્તા તરીકે શરૂ કરેલી કારકિર્દી થી પક્ષના વફાદાર કાર્યકર્તા.
– ગુજરાત યુનવર્સિટી સંલગ્ન એન.એમ.ઝાલા કોલેજમાં (ડાયરેક્ટર ઓફ ફિઝિકલ એજયુકેશન પદ પર હાલ અધ્યાપક તરીકે ફરજ બજાવે છે.)
– કોંગ્રેસ પક્ષ તેમજ દરિયાપુર વિધાનસભામાં સ્વચ્છ છબી ધરાવતા સંગઠન માં બહોળો અનુભવ ધરાવતા શિક્ષિત ઉમેદવાર.