અંબાજી,બનાસકાંઠા: 05’11’2022
આગામી 8 નવેમ્બર નાં કારતકસુદ પુનમ નાં દેવ દિવાળીના રોજ વર્ષ નુ અંતિમ ચંદ્ર ગ્રહણ છે ને આ ચંદ્ર ગ્રહણ થી ધાર્મીક વિધિ ને પુજા-અર્ચન ઉપર ગ્રહણનું વેધ લાગતો હોવાથી શક્તિપીઠ અંબાજી ખાતે અંબાજી મંદિ નાં દર્શન આરતીનાં સમય માં ફેરફાર કરાયો છે. અને અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે આખો દિવસ બંધ પણ રહેનાર છે. સવારે 6.30 કલાકે થતી મંગળા આરતી ગ્રહણ નાં દિવસે સવારે 4.00 કલાકે કરાશે, ત્યાર બાદ સવારે 6.30 કલાક થી અંબાજી મંદિર બંધ રહેશે અને સવાર નાં 06.30 કલાક થી રાત્રીના 9.00 કલાક સુધી મંદિર સદન્તર દર્શનાર્થીઓ માટે બંધ રહેશે અને સાંજ નાં 06.30 ની આરતી રાત્રી ના 9.30 કલાકે કરી ને મંદિર મંગળ થશે ને ત્યાર બાદ નવ નવેમ્બર થી દર્શન આરતી રાબેતા મુજબ કરાશે.જોકે ભટ્ટજી મહારાજ ના જણાવ્યા મુજબ આ કાર્તકસુદ પૂર્ણિમા એ દીપ દાન નું વિશેષ મહત્વ છે પણ ચંદ્રગ્રહણ હોવાથી દીપ દાન 6 અને 7 નવેમ્બરે કરવાથી પિતૃદેવો ખુશ રહે છે
સવારે આરતીઃ- 4.00 થી 4.30
સવારે દર્શન- 4.30 થી 06.30
ધાર્મીક વિધિ ને પુજા અર્ચના ઉપર ગ્રહણનું વેધ લાગતો હોવાથી અંબાજી મંદિર બંધ….
સવારે 6.30 કલાકે થતી મંગળા આરતી ગ્રહણના દિવસે સવારે 4.00 કલાકે કરાશે….
સવારના 6.30 કલાકથી રાત્રીના 9.00 કલાક સુધી મંદિર દર્શનાર્થીઓ માટે સદન્તર બંધ….
સાંજનાં 6.30 ની આરતી રાત્રી ના 9.30 કલાકે કરી ને મંદિર મંગળ થશે……
નવ નવેમ્બર થી દર્શન આરતી રાબેતા મુજબ કરાશે……