<strong>અમદાવાદ અસારવા કોંગ્રેસ ઉમેદવાર અટકળોનો આવ્યો અંત!</strong>

અમદાવાદ અસારવા કોંગ્રેસ ઉમેદવાર અટકળોનો આવ્યો અંત!

9 0
Spread the love

Read Time:4 Minute, 36 Second


અમદાવાદ: 16’11’2022
2022 વિધાનસભાની ચૂંટણીમાં અમદાવાદની અસારવા વિધાનસભા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પાર્ટી દ્વારા અઠવાડિયા અગાઉ ઉમેદવારના નામ જાહેર કરી દેવામાં આવ્યા હતા. ત્યારે અનેક અટકળો બાદ હવે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા અસારવા વિધાનસભા માટે તમામ અટકળોનો અંત કરવાનું નક્કી કર્યું છે. લોકપ્રિય યુવા નેતા વિપુલ પરમારને કોંગ્રેસના મેન્ડેટ હેઠળ ચૂંટણી લડાવવાનું નક્કી કરી દીધું છે.

કેમ મળ્યો વિપુલ પરમારને મેન્ડેટ
વિપુલ પરમાર અસારવા વિધાનસભા વિસ્તારમાં સૌથી લોકપ્રિય નેતાની સાતે સાથે વિધ્યાર્થી કાળથી કોંગ્રેસ પક્ષની વિવિધ પાંખ nsui, યૂથ કોંગ્રેસ માટે પોતાની સેવા આપી ચૂક્યા છે. એક સમયે ભારતીય જનતા પાર્ટીના વિધ્યાર્થી પાંખ એબીવીપી નો ગુજરાત યુનિવર્સિટીમાં દબદબો હતો તેવા સમયે વિપુલ પરમાર દ્વારા nsui ને મોટી સફળતા સાથે ટોચના શિખરે પહોંચાડી છે.

<strong>અમદાવાદ અસારવા કોંગ્રેસ ઉમેદવાર અટકળોનો આવ્યો અંત!</strong>
ડાહ્યાભાઈ પરમાર

વર્ષોની વફાદારી વારસામાં મળી
છેલ્લા કેટલાક વર્ષમાં કોંગ્રેસ પક્ષ માંથી પક્ષ પલટો કરનારા નેતાઓનું લાંબુ લિસ્ટ છે. કોંગ્રેસના કપરા સમયમાં બ્લેકમેલ કરનારા નેતાઓ પણ ઘણા છે. તેવામાં વિપુલ પરમારના જાણે લોહીમાં કોંગ્રેસ સાથે વફાદારી છે. કોંગ્રેસ પક્ષ તરફ વફાદારી વિપુલ પરમારને વારસામાં મળી છે. વિપુલ પરમારના દાદા ડાહ્યાભાઇ પરમાર ખૂબ મોટી કક્ષાના દલિત નેતા કહેવાય. ડાહ્યાભાઇ પરમારે દેશના દલિતો માટે સૌથી પહેલી કલ્યાણ કોઓપરેટિવ બેન્કની સ્થાપના દેશની આજાદી બાદ તુરંત 19૪૭માં કરી હતી. ઉત્તર ગુજરાતમાં દેશની એક માત્ર સહકારી બેન્ક થકી દેશના દલિતોનો આર્થિક ઉદ્ધાર માટે કલ્યાણ બેન્કનો મોટો ફાળો છે. ડાહ્યાભાઇ પરમાર દેશની ચોથી લોકસભાના મેમ્બર ઓફ પાર્લામેન્ટ પણ રહી ચૂક્યા છે. ત્યારે દલિત ઓબીસી મતો ઉપર ડાહ્યાભાઇ પરમારની મજબૂત પકડ હતી. ત્યારે વર્ષોથી કોંગ્રેસ પક્ષ માટે કાર્યો કરી વિપુલ પરમાર દ્વારા પણ અસારવા સહિત શાહીબાગ, મેઘાણીનગર, ચમનપુરા સહિતના વિસ્તારમાં દલિત મતો સાથે જૈન અને ઓબીસી, સવર્ણ મતદારોમાં લોકપ્રિયતા મેળવી છે.

કોરોના કાળમાં કોંગ્રેસ તરફથી સેવા
સમગ્ર વિશ્વ માટે કપરા કોરોનાના સમયમાં પણ ઠેકઠેકાણે માનવીય અભિગમ સાથે સેવા કેમ્પ ચાલતા હતા. એક માનવતા જ જીવી રહી હતી ત્યારે એશિયાની સૌથી મોટી હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ અસારવા અમદાવાદ ખાતે વિપુલભાઈ પરમારે સેવાયજ્ઞ કર્યો અને કોરોના પીડિત દર્દીઓ અને તેમના સગા માટે વિવિધ સેવા સાથે વિસ્તારમાં બેરોજગાર અને જરૂરિયાતમંદોને ચોક્કસ મદદ કરી.   

સતત છ વર્ષથી રકતદાન મહાશિબિરથી સ્વ. રાજીવ ગાંધીના જન્મ જયંતીની ઉજવણી
અસારવા વિસ્તારમાં એશિયાની સૌથી મોટી હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ આવેલ છે ત્યારે ત્યાં આવનાર દર્દીઓ માટે સતત છ વર્ષથી વિપુલ પરમાર દ્વારા અનોખો સેવ કેમ્પ ચલાવવામાં આવે છે. જેમાં વિશેષ કરીને કોંગ્રેસ નેતા સ્વ. રાજીવ ગાંધીની જન્મ જયંતી નિમિતે દરવર્ષે વિપુલ પરમાર દ્વારા મોટા પ્રમાણમાં રક્તદાતાઓને પ્રોત્સાહિત કરી રકતદાન જુંબેશ ચલાવવામાં આવે છે. જેનો સીધો લાભ અસારવા સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓને આપવામાં આવે છે.

Happy
Happy
94 %
Sad
Sad
0 %
Excited
Excited
6 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

More From Author

<img alt="કાંધલ જાડેજાને નડી કરમની કઠણાઈ! NCP-Congressનું ફરી ગઠબંધન, કાંધલ કપાયા" title="કાંધલ જાડેજાને નડી કરમની કઠણાઈ! NCP-Congressનું ફરી ગઠબંધન, કાંધલ કપાયા" width="300" height="300" src="https://i2.wp.com/themobilesnews.com/wp-content/uploads/2022/11/swarajya_2022-06_632543be-01d0-46e3-9d77-045e30c6c070_Congress-1024x682.png?w=300&resize=300,300&ssl=1" class="attachment-medium size-medium wp-post-image" alt="કાંધલ જાડેજાને નડી કરમની કઠણાઈ! NCP-Congressનું ફરી ગઠબંધન, કાંધલ કપાયા" title="કાંધલ જાડેજાને નડી કરમની કઠણાઈ! NCP-Congressનું ફરી ગઠબંધન, કાંધલ કપાયા" decoding="async" loading="lazy" />

<strong>કાંધલ જાડેજાને નડી કરમની કઠણાઈ! NCP-Congressનું ફરી ગઠબંધન, કાંધલ કપાયા</strong>

<img alt="ચૂંટણીને અવસર તરીકે ઊજવતા ગુજરાતની ઝાંખી કરાવતું ‘ઇનક્રેડિબલ ઇન્ક, ઇનક્રેડિબલ લીગસી’ એક્ઝિબિશન" title="ચૂંટણીને અવસર તરીકે ઊજવતા ગુજરાતની ઝાંખી કરાવતું ‘ઇનક્રેડિબલ ઇન્ક, ઇનક્રેડિબલ લીગસી’ એક્ઝિબિશન" width="300" height="300" src="https://i1.wp.com/themobilesnews.com/wp-content/uploads/2022/11/IMG-20221122-WA0008-1024x682.jpg?w=300&resize=300,300&ssl=1" class="attachment-medium size-medium wp-post-image" alt="ચૂંટણીને અવસર તરીકે ઊજવતા ગુજરાતની ઝાંખી કરાવતું ‘ઇનક્રેડિબલ ઇન્ક, ઇનક્રેડિબલ લીગસી’ એક્ઝિબિશન" title="ચૂંટણીને અવસર તરીકે ઊજવતા ગુજરાતની ઝાંખી કરાવતું ‘ઇનક્રેડિબલ ઇન્ક, ઇનક્રેડિબલ લીગસી’ એક્ઝિબિશન" decoding="async" loading="lazy" />

<strong>ચૂંટણીને અવસર તરીકે ઊજવતા ગુજરાતની ઝાંખી કરાવતું ‘ઇનક્રેડિબલ ઇન્ક, ઇનક્રેડિબલ લીગસી’ એક્ઝિબિશન</strong>

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

No comments to show.