એનસીપી ત્રણ બેઠકો પરથી ચૂંટણી લડશે
કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય ખાતે એનસીપી નેતા જ્યંત બોસકી અને કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોરે કરી સંયુક્ત પ્રેસ
અમદાવાદ: 11’11’2022
અમદાવાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે આજે એનસીપી અને કોંગ્રેસની સંયુક્ત પ્રેસ કરવામાં આવી. જ્યાં એનસીપી નેતા જ્યંત બોસકી અને કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોર હજાર રહ્યા. જેમાં જાહેર કરવામાં આવ્યું કે, ઉમરેઠ, નરોડા અને દેવગઢ બારીયા બેઠક ઉપર એનસીપીના ઉમેદવાર ચૂંટણી લડશે. કોંગ્રેસ અને એનસીપી વચ્ચે ગઠબંધન જાહેર કરવામાં આવ્યું.
અન્ય બેઠક પર જો કોઈ કાર્યકર્તાએ ફોર્મ ભર્યું તો થશે છ વર્ષ માટે સસ્પેન્ડ
જ્યંત બોસકી દ્વારા જાહેર કરવામાં આવ્યું કે કોંગ્રેસ પક્ષ સાથે સમજૂતી થઈ છે કે માત્ર ત્રણ બેઠકો ઉપર એનસીપી ને આપવામાં આવી છે. જો બીજી કોઈ બેઠક પર એનસીપી કાર્યકર્તા દ્વારા ફોર્મ ભરવામાં આવશે તો ગેરશિસ્તના પગલાં લઈને છ વર્ષ માટે ફોર્મ ભરનાર ને સસ્પેન્ડ કરવામાં આવશે.
કાંધલ જાડેજાની કરમની કઠણાઈ
કુતિયાણા બેઠક ઉપર અગાઉ વિધાનસભામાં સતત બે ટર્મથી કાંધલ જાડેજા એનસીપીના ઉમેદવાર તરીકે વિધાનસભા જીતતા આવ્યા છે. ત્યારે ફરી એક વખત કાંધલ જાડેજાએ કુતિયાણા બેઠક પર ફરી એક વખત એનસીપીની ઉમેદવારી નોંધાવી શકે છે. પરંતુ અગાઉ કાંધલ જાડેજાએ કોંગ્રેસ-એનસીપીની સમજૂતી તોડી એક બે નહીં પરંતુ અનેક વખત ભાજપને મત આપી ગેરશિસ્ત કરી છે. જેને લઈને કાંધલ જાડેજાની ટીકીટ કુતિયાણા બેઠકથી કપાઈ છે.
રેશમાં પટેલની મનની મનમાં રહી ગઈ
પાટીદાર અનામત આંદોલન થકી પાટીદાર વર્ગમાં લોકપ્રિય બનનાર રેશમાં પટેલ પહેલા ભાજપ અને ત્યાર બાદ એન.સી.પી માં જોડાયા. રેશમાં પટેલ દ્વારા અનેક મુદ્દાઓ ઉપર વિવિધ કાર્યક્રમો પણ કરવામાં આવ્યા છે. ત્યારે રેશમાં પટેલ ગોંડલ બેઠક ઉપર થી આત્મવિશ્વાસ સાથે એનસીપીના ઉમેદવાર તરીકે જાહેરાત કરી રહ્યા છે. પણ કોંગ્રેસ દ્વારા એનસીપીને માત્ર ત્રણ બેઠકો ઉપર સમજૂતી થતા રેશમાં પટેલ ની પણ ચૂંટણી લડવાની ઈચ્છા મનની મનમાં રહી ગઈ છે.
નિકુલસિંહ તોમરની નીકળી પડી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નરોડા વિસ્તારમાંથી કોંગ્રેસ પક્ષના મ્યુનિસિપલ કોર્પોરેશન નિકુલસિંહ તોમરે પણ એનસીપીના ઉમેદવાર તરીકે નરોડા વિધાનસભાની બેઠક પર ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવશે. પરંતુ કેટલાક ટેક્નિકલ મુદ્દાઓને લઈને નિકુલસિંહ તોમરની ઉમેદવારી ફસકે તો કહેવાય નહીં.