અમદાવાદ:03:12’2022
આમ આદમી પાર્ટીના વટવા
વિધાનસભાના મીડિયા કન્વીનર હાર્દિકને ક્રાઈમબ્રાંચે ઈગ્લિંશ દારૂની છ બોટલ સાથે શુક્રવારે બપોરે ઝડપ્યો હતો. રામોલ પોલીસ સ્ટેશનની પાછળ આવેલી રામેશ્વર એસ્ટેટ પાસે પોલીસે વોચ ગોઠવી દારૂની બોટલો, કાર, બે મોબાઈલ ફોન મળીને કુલ રૂ.૩.૧૩ લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. ક્રાઈમબ્રાંચે આરોપીને રામોલ પોલીસને સોંપ્યો હતો.
ક્રાઈમબ્રાંચે દારૂની છ બોટલ સહિત ૩.૧૩ લાખનો મુદ્દામાલ જપ્ત કરી રામોલને સોંપ્યો
ક્રાઈમબ્રાંચે બાતમી આધારે સ્થળ પર વોચ ગોઠવીને વર્ણન મુજબની કાર એસેન્ટ કાર આવતા રોકીને તપાસ કરી હતી. પોલીસને તપાસ દરમિયાન ગાડીમાંથી પ્લાસ્ટિકની ઈગ્લિંશ દારૂની છ બોટલ રૂ.૩ હજારની મળી આવી હતી. પોલીસે દારૂના જથ્થા ઉપરાંત રૂ.૧૦ હજારના બે ફોન અને ત્રણ લાખની કાર મળીને કુલ રૂ.૩.૧૩ લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. ક્રાઈમબ્રાંચની તપાસમાં પકડાયેલા આરોપી હાર્દીક સુરેશભાઈ પટેલ (ઉં,૩૨)રહે, વૃંદાવન વાટીકા, આલોક-૫ની બાજુમાં, વસ્ત્રાલનો આમ આદમી પાર્ટીનો વટવા વિધાનસભાનો મીડિયા કન્વીનર હોવાનું ખુલ્યું છે. ક્રાઈમબ્રાંચે આરોપી હાર્દીકને રામોલ પોલીસને સોંપ્યો હતો.રામોલ પોલીસની તપાસમાં આરોપીને દારૂનો જથ્થો આપનાર શખ્સ હાથીજણનો જીતેન્દ્ર મોદી હોવાનું જાણવા મળ્યું છે. રામોલ પોલીસે બંને વિરૂદ્ધ ગુનો દાખલ કરી જીતેન્દ્ર મોદીની શોધખોળ હાથ ધરી છે.