Read Time:1 Minute, 19 Second
ગાંધીનગર: 24’12’2022
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં એક ઐતિહાસિક નિર્ણય કરીને દેશના 81 કરોડ ઉપરાંત ગરીબોને નેશનલ ફૂડ સિક્યોરીટી એક્ટ અન્વયે રાહત દરે અપાતું અનાજ એક વર્ષ માટે એટલે કે, ડિસેમ્બર 2023 સુધી વિનામૂલ્યે આપવાના કરેલા નિર્ણય માટે આભાર વ્યક્ત કર્યો છે.
ગુજરાતમાં 71 લાખ એન એફ એસ એ કાર્ડ ધારક પરિવારોના 3 કરોડ 47 લાખ વ્યક્તિઓને આ યોજનાનો લાભ મળશે તે માટે પણ મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીની ગરીબોના કલ્યાણ માટેની સંવેદનાની પ્રસંશા કરી છે.
કેન્દ્ર સરકારના આ મહત્વપૂર્ણ નિર્ણયને પરિણામે રાજ્ય સરકારને હવે પ્રતિ માસ 80 હજાર મેટ્રિક ટન ઘઉં અને 1 લાખ મેટ્રિક ટન ચોખાની એમ કુલ મળીને 552 કરોડ રૂપિયાની જંગી રાહત મળશે.