<strong>જીસીએસ હોસ્પિટલમાં શરુ થઇ રાહત દરે આઇવીએફ સુવિધા, માતૃત્વનું સપનું હવે ઓછાખર્ચમાં થશે સાકાર</strong>

જીસીએસ હોસ્પિટલમાં શરુ થઇ રાહત દરે આઇવીએફ સુવિધા, માતૃત્વનું સપનું હવે ઓછાખર્ચમાં થશે સાકાર

2 0
Spread the love

Read Time:3 Minute, 53 Second


31 ડિસેમ્બર સુધી નિઃશુલ્ક IVF કન્સલ્ટેશન
અમદાવાદ:24’12’2022
WHO પ્રમાણે વિશ્વમાં આશરે 4.8 દંપતી અને 18.6 કરોડ લોકો વંધ્યત્વથી પીડાય છે. દરેક દંપતી માટે માતા – પિતા બનવાનું સુખ અનેરું હોય છે. પરંતુ વંધ્યત્વના કારણે તેઓ બાળકની કિલકારીઓ સાંભળવા તરસી જાય છે. ઓફિસ કે કામથી ઘરે આવતા જે બાળકના એક આલિંગન માત્રથી બધો થાક ઉતરી જાય છે જેને પામવા તેઓ અસહાય બની જાય છે. પણ દરેક તાળા માટે જેમ ચાવી હોય છે તેમ જ વંધ્યત્વના નિવારણ માટે આઇવીએફ છે. વ્યંધ્યત્વથી પીડાતા દંપતીઓ માટે રાહત દરે આઇવીએફ સારવાર પુરી પાડવાના હેતુથી જીસીએસ હોસ્પિટલમાં આઇવીએફ કિલનિક શરુ કરવામાં આવ્યું છે જ્યાં નિષ્ણાત ગાયનેકોલોજિસ્ટ અને IVF સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ ડો. હરેશ દોશી, ડો. શીખા જૈન અને ડો. અમી શાહ દ્વારા આઇવીએફ સુવિધા ઉપલબ્ધ થશે જે નિઃસંતાન દંપતીઓ માટે આશીર્વાદરૂપ બની રહેશે. ખાનગી હોસ્પિટલમાં આઇવીએફ સારવારનો ખર્ચ લાખોમાં થાય છે જયારે જીસીએસ હોસ્પિટલમાં આઇવીએફ સારવારનું પેકેજ ફક્ત રૂ.25,000થી શરુ થાય છે.

<strong>જીસીએસ હોસ્પિટલમાં શરુ થઇ રાહત દરે આઇવીએફ સુવિધા, માતૃત્વનું સપનું હવે ઓછાખર્ચમાં થશે સાકાર</strong>

ડો. હરેશ દોશીએ IVF વિષે જણાવતા કહ્યું કે, “IVF ટેકનીક એવી મહિલાઓ માટે વધારે ફાયદાકારક છે, જે પ્રાકૃતિક રીતે ગર્ભધારણ કરી શકતી નથી. આજકલ આપણે જોઈએ છીએ કે, ઘણી મહિલાઓ કામકાજ અને નોકરીયાત હોવાને કારણે મોટી ઉંમરે લગ્ન કરે છે. વધારે ઉંમર હોવાથી ઘણી મહિલાઓમાં ગર્ભધારણ સંબંધિત સમસ્યાઓ થવા લાગે છે. એવામાં IVF ટેકનીક ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. તે સિવાય જે મહિલાઓમાં ફેલોપિયન ટ્યૂબમાં રૂકાવટ હોય કે IUI જેવી ટેકનીક સફળ થઈ નથી તો મહિલાઓ માટે પણ IVF ટેકનીક ઉપયોગી છે.”

આ ઉપરાંત વંધ્યત્વ-નિવારણ અને આઇવીએફ માર્ગદર્શન માટે જીસીએસ હોસ્પિટલ ખાતે 26-31 ડિસેમ્બર સુધી નિઃશુલ્ક નિઃશુલ્ક કન્સલ્ટેશન અને માર્ગદર્શન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

ડો. શીખા જૈનએ કેમ્પ વિષે વધુ માહિતી આપતા કહ્યું કે, “જેમને ત્રણ કે તેથી વધુ વર્ષનું લગ્નજીવન હોય અથવા ત્રણથી વધુ નિષ્ફળ સારવાર કરેલ હોય, ફરીથી બીજું બાળક રહેવામાં મુશ્કેલી હોય, વારંવાર એબોર્શનની સમસ્યા, ફેલોપિયન ટ્યુબ બંધ હોવી, પોલીસીસ્ટિક ઓવેરિયન ડીસીઝ, બીજ ન બનવા, શુક્રાણુંની કમી તેમજ અન્ય કારણસર કે અગમ્ય કારણસર વંધ્યત્વ હોય, તેનું નિદાન કરવામાં આવશે.”

આ સાથે ડો. અમી શાહે કહ્યું કે, ” આ IVF સુવિધા ઘણા નિઃસંતાન દંપતીઓ માટે આશાનું કિરણ બની રહેશે. IVF કરાવતા પહેલા પતિ-પત્નીના અમુક ટેસ્ટ કરવા ખુબ જરૂરી હોય છે જેવા કે, S. TSH, S. Prolactin, S. LH, S. FSH, Semen Analysis, જે કેમ્પમાં નિઃશુલ્ક કરવામાં આવશે.” આ કેમ્પમાં રજીસ્ટ્રેશન અને વધુ માહિતી માટે 9574000950 પર સંપર્ક કરી શકાય છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

More From Author

<img alt="ચેતી જાઓ! તમારું બાળકનું ધ્યાન રાખો, વાંચો ચોંકાવનારો કિસ્સો, ૧૦ વર્ષનું બાળક સોફ્ટ બોર્ડની પીન ગળી ગયું….જેણે શ્વાસનળીમાં કાણું પાડ્યું !" title="ચેતી જાઓ! તમારું બાળકનું ધ્યાન રાખો, વાંચો ચોંકાવનારો કિસ્સો, ૧૦ વર્ષનું બાળક સોફ્ટ બોર્ડની પીન ગળી ગયું….જેણે શ્વાસનળીમાં કાણું પાડ્યું !" width="300" height="300" src="https://i2.wp.com/themobilesnews.com/wp-content/uploads/2022/12/IMG-20221224-WA0028-768x1024.jpg?w=300&resize=300,300&ssl=1" class="attachment-medium size-medium wp-post-image" alt="ચેતી જાઓ! તમારું બાળકનું ધ્યાન રાખો, વાંચો ચોંકાવનારો કિસ્સો, ૧૦ વર્ષનું બાળક સોફ્ટ બોર્ડની પીન ગળી ગયું….જેણે શ્વાસનળીમાં કાણું પાડ્યું !" title="ચેતી જાઓ! તમારું બાળકનું ધ્યાન રાખો, વાંચો ચોંકાવનારો કિસ્સો, ૧૦ વર્ષનું બાળક સોફ્ટ બોર્ડની પીન ગળી ગયું….જેણે શ્વાસનળીમાં કાણું પાડ્યું !" decoding="async" loading="lazy" />

<strong>ચેતી જાઓ! તમારું બાળકનું ધ્યાન રાખો, વાંચો ચોંકાવનારો કિસ્સો, ૧૦ વર્ષનું બાળક સોફ્ટ બોર્ડની પીન ગળી ગયું….જેણે શ્વાસનળીમાં કાણું પાડ્યું !</strong>

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

No comments to show.