કોઈ પણ અજાણી વ્યક્તિ સાથે રિક્ષામાં બેસતા પહેલા ચેતી જાઓ!વૃદ્ધ રીક્ષામાં બેઠા, સાથે છોકરી પણ હતી… થોડીવાર પછી આંખ ખુલી તો એક મકાનમાં કાકા અને છોકરી બન્ને નગ્ન હાલતમાં…

0
<strong>કોઈ પણ અજાણી વ્યક્તિ સાથે રિક્ષામાં બેસતા પહેલા ચેતી જાઓ!વૃદ્ધ રીક્ષામાં બેઠા, સાથે છોકરી પણ હતી… થોડીવાર પછી આંખ ખુલી તો એક મકાનમાં કાકા અને છોકરી બન્ને નગ્ન હાલતમાં…</strong>
Views: 78
0 0
Spread the love

Read Time:4 Minute, 7 Second
<strong>કોઈ પણ અજાણી વ્યક્તિ સાથે રિક્ષામાં બેસતા પહેલા ચેતી જાઓ!વૃદ્ધ રીક્ષામાં બેઠા, સાથે છોકરી પણ હતી… થોડીવાર પછી આંખ ખુલી તો એક મકાનમાં કાકા અને છોકરી બન્ને નગ્ન હાલતમાં…</strong>


અમદાવાદ: 06’01’2023
હાલમાં જે કિસ્સો સામે આવ્યો એ ખરેખર લાલબત્તી સમાન છે. કારણ કે અમદાવાદની આ ઘટનાથી આખા રાજ્યને ચોંકી જવા જેવું છે. જાણે કોઈ ફિલ્મ ચાલી રહી હોય એવી આ ઘટનામાં વાત કરીએ તો બન્યું એવું કે કચ્છના એક 56 વર્ષના વૃદ્ધ અમદાવાદમાં પોતાના કંપનીના એક કામથી આ્યા હતા. એ વૃદ્ધ રીક્ષામાં બેસીને નરોડા બેઠક પહોંચ્યા ત્યારે તેમની સાથે એક યુવતી પણ હતી. રીક્ષાવાળાએ ખોટા સરનામે ઉતારી દીધા બાદ આ વૃદ્ધ બેભાન થઈ ગયા. તેમને કંઈ જ ખબર નહોતી.

જ્યારે થોડા કલાકો બાદ આંખ ખોલી ત્યારે આ વૃદ્ધ નગ્ન હાલતમાં હતા અને તેની સાથેની યુવતી પણ નગ્ન હાલતમાં હતી. એ જ સમયે ત્રણેક શખ્સો આ મકાનમાં આવ્યા અને તમે શું ધંધા કરો છો? આવી ભાષણબાજી કરીને વૃદ્ધ પાસે લાખો રૂપિયાની માંગણી કરી હતી. વૃદ્ધે પતાવટ કરવા માટે 80 હજારની વાત કરતા શખ્સોએ પોલીસ સ્ટેશન જવાની પણ ધમકી આપી બળાત્કારની ફરિયાદ નોંધાશે.. વગેરે વગેરે અનેક ધમકીઓ આપી.

કચ્છ ખાતે રહેતા 56 વર્ષીય વૃદ્ધ અલગ અલગ જગ્યાએ કંપની ઉપર જાય છે, બાકી કંપનીના કામથી બહાર જતા હોય છે. ત્યારે 3 જાન્યુઆરીના રોજ તેઓ કંપનીના માર્કેટિંગના કામથી અમદાવાદ આવ્યા. તે સમયે પાલડી ચંદ્રનગર ખાતે તેઓ તેમના સંબંધીના ઘરે ગયા અને ત્યાંથી રાત રોકાઈને તારીખ 4ના રોજ ગુપ્તાનગર ખાતે કંપનીનું ડિસ્ટ્રીબ્યુટર સેન્ટર આવેલું હોવાથી ત્યાં કામ પૂરું કરી અંજલી ચાર રસ્તા એક હોટલમાં કંપનીના કામ માટે ગયા.

ત્યાર બાદ તેઓ અંજલી ચાર રસ્તાથી બીઆરટીએસ બસમાં બેસી નરોડા ગામમાં જવા માટે નીકળ્યા. તે રીક્ષામાં બેસીને તેઓ નીકળ્યા હતા ત્યારે રીક્ષાચાલકે નાના ચિલોડા ખાતે રીક્ષા લઈ જતા વૃદ્ધે ચાલકને નરોડા ગામમાં જવાનું હતું, તેમ કહેતા તેઓને ચાલકે ત્યાં ઉતારી દીધા. આ દરમિયાન રિક્ષામાં બેઠેલી એક છોકરીએ તેમને કોઈ કેફી પદાર્થ સુંઘાડી દીધો, બસ વૃદ્ધને આ બાદની કોઈ ઘટના વિશે ખબર નથી, થોડા સમય પછી તેમની આંખ ખુલતા તેવો નગ્ન અવસ્થામાં સૂતેલા હતા અને એક મકાનમાં હતા.

જો કે મોટી વાત એ હતી કે એ જ્યાં સુતા હતા એની સાથે રીક્ષામાં બેઠેલી છોકરી પણ નગ્ન અવસ્થામાં હતી, ત્યારે મકાનના મુખ્ય દરવાજામાંથી ત્રણ લોકો આવ્યા હતા અને એકબીજાના નામ બોલતા હતા. જે ત્રણેય શખ્સો સમીર, જુબેર, મોહિત ચૌધરી નામથી વાત કરી. આ શખ્સોએ તમે શું કરો છો? તેમ કહી આ છોકરીને બોલવા લાગ્યા હતા અને બાદમાં કપડાં પહેરવાનું કહેતા વૃદ્ધે કપડાં પહેરી લીધા, વૃદ્ધના ડોક્યુમેન્ટ લઈ લીધા હતા. બાદમાં તમે આવા કામ કરો છો? જેથી તમારે પોલીસ સ્ટેશન ખાતે આવવું પડશે. આ શખ્સોએ કેટલા પૈસા આપશો તેમ પૂછતા વૃદ્ધે 10થી 15 હજાર આપી શકે એવું કહી. જો કે સામેવાળાએ લાખ રૂપિયા માંગ્યા. જોકે, વૃદ્ધે આટલા રૂપિયા ન હોવાનું કહેતા આ શખ્સોએ 80,000 રૂપિયાની માંગણી કરી હતી. હવે આ દરેક મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *