ગાંધીનગર જીલ્લામાં ફોરવ્હીલના કાચ તોડી તેમાંથી કીંમતી માલસામાનની ચોરી કરતાં ઇસમને સોનાના દાગીના કિ.રૂ.૪,૫૨,૭૮૬/-ના મુદ્દામાલ સાથે ઝડપી ચોરીના કુલ- ૬ ગુન્હા નો ભેદ ઉકેલતી ગાંધીનગર,એલ.સી.બી-૧
ગાંધીનગર : 07’01’2023
રાજયના ગાંધીનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, મહેસાણા અને ગોધરા જિલ્લામાં રહેલ પાર્કિંગમાં કારના કાચ તોડી ચોરી કરતા શખ્સ ને ગાંધીનગર એલ.સી.બી. પોલીસ દ્વારા ઝડપી પાડી રાજ્યના છ થી વધુ જિલ્લાઓના ડઝનથી વધુ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે.
ગાંધીનગર જીલ્લામાં નોંધાયેલ વણશોધાયેલ મિલ્કત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા સારૂ ગાંધીનગર રેન્જના આઇ.જી.પી. અભય ચુડાસમા તથા જીલ્લા પોલીસ વડા તરૂણ દુગ્ગલ દ્વારા ખાસ એકશન પ્લાન બનાવી વ્યાત્મક જગ્યાએ નાકાબંધી અને અસરકારક વાહન ચેકીંગ તથા પેટ્રોલીંગ કરી પરીણામ લક્ષી કામગીરી કરવા એલ.સી.બી પોલીસ ઇન્સ્પેક્ટર ડી.બી.વાળા નાઓને ખાસ સૂચના કરેલ જે અનુસંધાને ડી.બી.વાળાએ એલ.સી.બી.ના માણસોની અલગ અલગ ટીમો બનાવી ગુન્હ શોધવા ખાસ સૂચના કરેલ તેના ભાગ રૂપે ટીમે જીલ્લામાં નોંધાયેલ અને વણ શોધાયેલ રહેવા પામેલ ગુન્હાનો અભ્યાસ કરી, ગુન્હાની એમ.ઓ. આધારે સ્ક્રૂટીની કરી પોતાના બાતમીદારો કાર્યરત કરેલ તેના પરીણામ સ્વરૂપ વણશોધાયેલ ગુન્હાઓના અભ્યાસ દરમ્યાન જણાયેલ કે ગાંધીનગર જીલ્લામાં તાજેતરમાં જાહેર સ્થળોએ પાર્કીંગમાં મૂકેલ કારોના કાચ તોડી તેમાંથી કીંમતી માલ-સામાનની યોરી અંગેના ગુન્હાઓ નોંધાયેલ હોવાની માહિતી આધારે ચોક્કસ દિશામાં ધ્યાન કેન્દ્રિત કરી આ પ્રકારના ગુન્હાઓ આચરતા ઇસમોને ઝબ્બે કરવા પ્રયાસ હાથ ધરેલ જે આધારે આજરોજ પેટ્રોલીંગ દરમ્યાન પોલીસ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ જયદીપસિંહએ ચોક્કસ બાતમીના આધારે ગાંધીનગર સેક્ટર-૨૪ ખાતેથી ફોરવ્હીલના કાચ તોડી તેમાંથી કીંમતી માલસામાન જેમાં સૌના-ચાદીના દાગીના, રોકડ વિગેરેની ચોરી કરતાં ઇસમને ભારે જહેમતથી ઝડપી પડેલ છે. આરોપી પાસેથી સોનાના દાગીના કિ.રૂ.૪,૫૨,૭૮૬ા- મુદ્દામાલ પણ ઝડપાયો અને વધુ તપાસમાં રાજ્યના છ જિલ્લાઓમાં ડઝનથી વધુ ચોરીના ગુનાનો ભેદ પણ ઉકેલાયો છે.
વધુ પૂછ પરછમાં આરોપી પાસેથી પોનાના દાગીના ૧૦ તોલા વજનના કિ.રૂ. ઉપયોગમાં લીધેલ ૪,૫૨,૭૮૬૪- તથા ગુન્હાર્મો નાવા કાર જી.જે.૦૬,એફસી,૩૮૦૬ કિ.રૂ.૫,૦૦,૦૦૦/- તથા નંબર બે મોબાઇલ કિ.રૂ. ૧૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૯,૬૨,૭૮૬૪ના મુદ્દામાલ સાથે મળી આવેલ જે મળી આવેલ સોનાના ૧૦ તોલાના દાગીના અંગે તેની અટકાયત કરી યુક્તિ પ્રયુક્તિ થી ઘનિષ્ઠ પૂછપરછ કરતા આશરે સાત-આઠ માસ દરમ્યાન ગાંધીનગર જીલ્લાના સેક્ટર-૨૧, ચીલોડા, અડાલજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તથા મહેસાણાના ખેરાલુ ઉંઝા તથા ગોધરા ખાતેથી અલગ-અલગ જગ્યાઓએ પર્કીંગમાં પાર્ક કરેલ ફોરવ્હીલના કાર્ય તોડી તેમાંથી કીંમતી માલસામાનની ચોરી કરી ચોરીના ગુન્હાઓને અંજામ આપેલાની કેફીયત આપેલ.
ગુનાહિત ઇતિહાસ
આણંદ ના ઉમરેઠમાં રહેતા અકિલ વોરાએ અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ગોધરા, મહેસાણા સહિત વડોદરા જિલ્લામાં ચોરીની અનેક ઘટનાઓને અંજામ આપ્યો છે.
આરોપીએ ગાંધીનગર જીલ્લાના સેક્ટર- ૧ ચીલોડા, અડાલજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તથા મહેસાણાના ખેરાલુ ઉઝા તથા ગોધરાના અલગ-અલગ વિસ્તારમાં ગુન્હાઓ કરેલ જે અંગે ખાત્રી કરતાં નીચે મુજબના ગુન્હાઓ નોંધાયેલ હોવાની હકિકત જાણવા મળેલ છે.
આરોપીનો બાઇક ચોરીનો ગુનાહિત ઇતિહાસ
આરોપી અકીલ સલીમભાઇ વોરા અગાઉ બાઇક ચોરી તથા ફોરવ્હીલના કાચ તોડી તેમાંથી કીમતી માલ-સામાનની ચોરીના કુલ-૯ ગુન્હાઓમાં સંડોવાયેલ છે. જેમાં આણંદ ટાઉન પોલીસના પાંચથી વધુ ચિલોડા પોલીસ સ્ટેશનમાં એક, વડોદરા ગોત્રી પોલીસ સ્ટેશનના પણ એક ગુનાનો ભેદ ઉકેલાયો છે.
ગુન્હાને કેવી રીતે અજામ આપતો
અકિલ વોરા પોતાની સિલ્વર કલરની ઇનોવા કાર નંબર જી.જે.૦૬.એફસી ૩૮૦૬ની લઇને તેની પત્નિ મકસુદા સાથે નીકળતો અને જે જગ્યાએ કોઇ પાર્ટીપ્લોટમાં પ્રસંગ હોય ત્યા પાર્કીંગમાં પાર્ક કરેલ ફોરવ્હીલનો કાચ તોડી તેમાંથી કીંમતી માલ સામાનની ચોરી કરતો હતો પકડાઇ જવાની બીકે મોબાઇલ તથા લેપટોપ ફેંકી દેતો હતો. આમ આ આરોપી કારના કાચ તોડી તેમાંથી કીંમતી માલસામાનનસ ચોરી કરવાની એમ.ઓ ધરાવે છે.