અમદાવાદ ઘાટલોડિયામાં પોલીસે ધાબા પર જઈ ધરપકડ કરી
ચાઈનીઝ દોરીથી મોતના કિસ્સા બનતા હાઈકોર્ટનાં સખ્ત વલણથી પોલીસ હરકતમાં
અમદાવાદ: 07’01’2023
ચાઈનીઝ દોરીથી પતંગ તો કપાતા કપાશે પરંતુ માણસોના ગળા કપાતા અને તેનાથી લોકોએ જીવ ગુમાવતા આ મામલે હાઈકોર્ટે સખ્ત વલણ અપનાવતા પોલીસ સક્રિય બની છે. માત્ર ચાઈનીઝ દોરી વેચવા પર નહિં પણ ચાઈનીઝ દોરીથી પતંગ ઉડાડવી પણ ગુનો બને છે અને ચાઈનીઝ દોરીથી પતંગ ઉડાડનારની ધાબા પરથી ધરપકડનો ગુજરાતમાં પ્રથમ કિસ્સો અમદાવાદમાં નોંધાયો છે.
મકર સંક્રાતિએ રાજયમાં પતંગ ઉડાડવા આવે છે. ત્યારે તેના દિવસો અગાઉ તૈયારી થવા લાગે છે. પરંતુ એકબીજાની પતંગ કાપવા ચાઈનીઝ દોરીના છેલ્લા કેટલાંક વર્ષોથી ચલણના કારણે પક્ષીઓ તો ઠીક પણ ચાઈનીઝ દોરો માણસોના ગળામાં ભરાઈ જવાથી ગળાની નસ કપાઈ જવાથી મોતના બનાવો વધવા લાગ્યા છે. આ મામલે હાઈકોર્ટે પણ સખત વલણ અપનાવ્યુ છે.
ત્યારે માત્ર ચાઈનીઝ દોરી વેચનારાઓ પર જ નહિં પણ ચાઈનીઝ દોરીથી પતંગ ઉડાડનારાઓ પર તવાઈ આવી છે. ગુજરાતમાં અમદાવાદમાં ચાઈનીઝ દોરીથી પતંગ ઉડાડનાર સામે પોલીસે કાર્યવાહી કર્યાનો ગુજરાતમાં પ્રથમ કિસ્સો નોંધાયો છે. અમદાવાદમાં ઘાટલોડીયા વિસ્તારમાં ચાઈનીઝ દોરીથી પતંગ ઉડાડનાર અજય વાઘેલાની પોલીસે ધાબા પરથી ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.