<strong>ચાઇનીઝ દોરા, માંજા, નાયલોન દોરા તથા ચાઇનીઝ લેન્ટર્નના વેચાણ, સંગ્રહ, ઉત્પાદન અને ઉપયોગ અંગે નાગરિકો ૧૦૦ નંબર ઉપર ફરિયાદ કરી શકશે</strong>

ચાઇનીઝ દોરા, માંજા, નાયલોન દોરા તથા ચાઇનીઝ લેન્ટર્નના વેચાણ, સંગ્રહ, ઉત્પાદન અને ઉપયોગ અંગે નાગરિકો ૧૦૦ નંબર ઉપર ફરિયાદ કરી શકશે

0 0
Spread the love

Read Time:2 Minute, 42 Second
<strong>ચાઇનીઝ દોરા, માંજા, નાયલોન દોરા તથા ચાઇનીઝ લેન્ટર્નના વેચાણ, સંગ્રહ, ઉત્પાદન અને ઉપયોગ અંગે નાગરિકો ૧૦૦ નંબર ઉપર ફરિયાદ કરી શકશે</strong>





ચાઇનીઝ દોરા, નાયલોન દોરા તથા ચાઇનીઝ લેન્ટર્નના ઉપયોગ પર મૂકવામાં આવેલ પ્રતિબંધનું ચુસ્તપણે પાલન કરાવવા રાજ્ય સરકાર દ્વારા વહીવટી તંત્રને સૂચના અપાઇ

અમદાવાદ:08’01’2023
ચાઇનીઝ દોરા, નાયલોન દોરા તથા ચાઇનીઝ લેન્ટર્નના ઉપયોગ પર મૂકવામાં આવેલ પ્રતિબંધનું ચુસ્તપણે પાલન કરાવવા રાજ્ય સરકાર દ્વારા રાજ્યના વહીવટી તંત્રને સૂચના આપવામાં આવી છે એમ ગૃહ વિભાગની યાદીમાં જણાવાયું છે.  

ઉત્તરાયણ દરમિયાન ચાઇનીઝ દોરા, માંજા, નાયલોન દોરા, ચાઇનીઝ લેન્ટર્ન તથા અન્ય નૂકસાનકારક પદાર્થોથી બનેલી વસ્તુ પર પ્રતિબંધ મૂકવાની માંગણી સાથે ગુજરાત હાઇકોર્ટમાં દાખલ થયેલ પીટીશનની આજની સુનાવણી દરમિયાન નામદાર કોર્ટ દ્વારા દિશાનિર્દેશ આપવામાં આવ્યા હતા જેને ધ્યાને લઇ રાજ્ય સરકાર દ્વારા રાજ્ય વહીવટી તંત્રને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. 

ઉત્તરાયણ દરમિયાન ચાઇનીઝ દોરા, માંજા, નાયલોન દોરા તથા ચાઇનીઝ લેન્ટર્નના ઉપયોગથી નાગરિકો, પશુ-પક્ષી અને પર્યાવરણને નૂકસાન થતુ હોવાથી રાજ્ય સરકાર દ્વારા આ વસ્તુઓના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જેનું ચૂસ્તપણે પાલન થાય તથા આ સંદર્ભે લોકજાગૃતિ કેળવાય તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા રાજ્યના સમગ્ર પોલીસ તંત્ર, જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનરને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.

આ સંદર્ભે લોકજાગૃતિ કેળવવા મોટા પ્રમાણમાં લોકો એકત્ર થતા હોય તેવા સ્થળોએ પબ્લીક એનાઉન્સમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરવો, સમગ્ર રાજ્યમાં લગાવવામાં આવેલ એલ.ઇ.ડી. સ્ક્રીન પર સમયાંતરે જનજાગૃતિ સંદેશાઓ પ્રસારિત કરવા તથા શાળા અને કોલેજોમાં વિદ્યાર્થીઓ સાથે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવાનું રહેશે.

નાગરિકો ચાઇનીઝ દોરા, માંજા, નાયલોન દોરા તથા ચાઇનીઝ લેન્ટર્નના વેચાણ, સંગ્રહ, ઉત્પાદન અને ઉપયોગ અંગે ફરિયાદ ફોન નંબર : ૧૦૦ ઉપર રજૂ કરી શકશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

More From Author

<img alt="અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો શાનદાર પ્રારંભ 68 દેશો ઉપરાંત ભારતનાં 14 રાજ્યોના પતંગબાજો આ આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં સહભાગી બન્યા" title="અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો શાનદાર પ્રારંભ 68 દેશો ઉપરાંત ભારતનાં 14 રાજ્યોના પતંગબાજો આ આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં સહભાગી બન્યા" width="300" height="300" src="https://i1.wp.com/themobilesnews.com/wp-content/uploads/2023/01/FB_IMG_1673157342942-1024x683.jpg?w=300&resize=300,300&ssl=1" class="attachment-medium size-medium wp-post-image" alt="અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો શાનદાર પ્રારંભ 68 દેશો ઉપરાંત ભારતનાં 14 રાજ્યોના પતંગબાજો આ આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં સહભાગી બન્યા" title="અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો શાનદાર પ્રારંભ 68 દેશો ઉપરાંત ભારતનાં 14 રાજ્યોના પતંગબાજો આ આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં સહભાગી બન્યા" decoding="async" loading="lazy" />

<strong>અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો શાનદાર પ્રારંભ 68 દેશો ઉપરાંત ભારતનાં 14 રાજ્યોના પતંગબાજો આ આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં સહભાગી બન્યા</strong>

<img alt="ગાંધીનગર જિલ્લાના સોલૈયા ગામ ખાતે યોજાયેલ વિશ્વ આંજણા મહાસંમેલનના સ્નેહ મિલન સમારંભને રાજયના મુખ્યમંત્રીના હસ્તે ખુલ્લો મુકાયો" title="ગાંધીનગર જિલ્લાના સોલૈયા ગામ ખાતે યોજાયેલ વિશ્વ આંજણા મહાસંમેલનના સ્નેહ મિલન સમારંભને રાજયના મુખ્યમંત્રીના હસ્તે ખુલ્લો મુકાયો" width="300" height="300" src="https://i0.wp.com/themobilesnews.com/wp-content/uploads/2023/01/FB_IMG_1673183418528.jpg?w=300&resize=300,300&ssl=1" class="attachment-medium size-medium wp-post-image" alt="ગાંધીનગર જિલ્લાના સોલૈયા ગામ ખાતે યોજાયેલ વિશ્વ આંજણા મહાસંમેલનના સ્નેહ મિલન સમારંભને રાજયના મુખ્યમંત્રીના હસ્તે ખુલ્લો મુકાયો" title="ગાંધીનગર જિલ્લાના સોલૈયા ગામ ખાતે યોજાયેલ વિશ્વ આંજણા મહાસંમેલનના સ્નેહ મિલન સમારંભને રાજયના મુખ્યમંત્રીના હસ્તે ખુલ્લો મુકાયો" decoding="async" loading="lazy" />

<strong>ગાંધીનગર જિલ્લાના સોલૈયા ગામ ખાતે યોજાયેલ વિશ્વ આંજણા મહાસંમેલનના સ્નેહ મિલન સમારંભને રાજયના મુખ્યમંત્રીના હસ્તે ખુલ્લો મુકાયો</strong>

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Comments

No comments to show.