એક આરોપી રાહુલ ચડ્ડી ઝડપાયો, અન્ય આરોપીઓની શોધખોળ શરૂ…
દારૂનો અડ્ડો ચલાવતી શકિનાબીબીને કોના આશીર્વાદ..
અમદાવાદ: 09’01’2023
રાજયમાં ભલે દારૂબંધી હોય પણ દારૂનું દુષણ સમાજને બરબાદ કરી રહ્યું છે. કેટલાક સમાજના દ્રોહી વહીવટદારના કારણે સામાન્ય લોકોને ભોગવવું પડે છે. અમદાવાદના ભીડભંજન વિસ્તારના વિહત નગરમાં રહેતા વિજયભાઈ ઠાકોર પણ દારૂના દુષણનો ભોગ બન્યા છે. અસમાજિકતત્વોએ પહેલા વિજયભાઈ ઠાકોર સાથે અથડાયા અને ત્યાર બાદ તેમની ઉપર હુમલો કર્યો. પરંતુ જો સુત્રોનું માનીએ તો દારૂના નશા માટે અસામાજિક લોકોને રૂપિયા 500/- ના આપતા અસમાજિકતત્વોએ વિજયભાઈ ઠાકોરને રહેંસી નાખ્યા…
ઘટનાની જાણ થતા શહેરકોટડા પોલીસ, બાપુનગર પોલીસ, રખિયાલ પોલીસ અને ગોમતીપુર પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. બાપુનગર પોલીસ ના ડી-સ્ટાફ દ્વારા બહોશી સાથે ગણતરીના કલાકોમાં રાહુલ ચડ્ડી નામના એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો.
પરિવારજનોમાં આક્રોશ
વિજયભાઈ ઠાકોરની હત્યા બાદ ઘટના સ્થળે ઠાકોર પરિવાર પહોંચી પોતાનો આક્રોશ વ્યકત કર્યો અને આરોપીઓને ઝડપી પાડવા અને કડક સજા અપાવવા માંગ કરી. ત્યાર બાદ વિજયભાઈ ઠાકોરના મૃતદેહને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ કરાવવા મોકલવામાં આવ્યો હતો. ત્યારે શરૂઆતના તબક્કે પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવા માટે નકારો કર્યો હતો અને અન્ય આરોપીઓ પકડાયા બાદ જ મૃતદેહ સ્વીકારવામાં આવશે તેવો આગ્રહ કર્યો હતો. જ્યારે બાપુનગર પોલીસ સ્ટાફની સમજાવટ બાદ મૃતદેહ સ્વીકારવામાં આવ્યો હતો.
ચંદુલાલની ચાલીમાં શકિનબીબીનો દારૂનો અડ્ડો ના હોત તો વિજયભાઈની હત્યા ના થઇ હોત.
વિજયભાઈ ઠાકોર સારંગપુર કપડાં માર્કેટમાં કપડાંની હેરાફેરી ટેમ્પમાં કરી ઘરનું ગુજરાન ચલાવતા હતા જ્યારે રવિવારે તેઓ ઘર તરફ આવી રહ્યા હતા તે સમયે વિજયભાઈ ઠાકોરની ચંદુલાલની ચાલીમાં શકિનબીબીના દારૂના અડ્ડા પાસે હત્યા થઇ હોવાનું જાણ થતાં વિજયભાઈ ઠાકોરનો પરિવાર ઘટના સ્થળે પહોંચ્યો હતો. અને હત્યારાઓને તાત્કાલિક પકડી પાડવા માટે માંગ કરી. સાથે સાથે પરિવારજનોએ આક્ષેપ કર્યો કે જો ચંદુલાલની ચાલીમાં શકિનબીબીનો દારૂનો અડ્ડો ના હોત તો નશા માટે વિજયભાઈની હત્યા ના થઇ હોત.
શકિનબીબીને દારૂનો અડ્ડો ચલાવવા માટે પરવાનગી આપી કોણે?
અગાઉ શકિનબીબી શહેરકોટડા વિસ્તારમાં હંજર સિનેમા પાસે દારૂનો અડ્ડો ચલાવતી હતી. પરંતુ શહેરકોટડા પોલીસની સખ્તાઇના પગલે શકિનબીબીએ ચંદુલાલની ચાલીમાં દારૂનો અડ્ડો શરૂ કર્યો. પરંતુ અહીં સવાલ એ થાય કે શહેરકોટડા પોલીસ સ્ટેશનના હદવિસ્તારમાં રહેતી શકિનબીબીને બાપુનગર પોલીસના ક્યાં પોલીસકર્મી દ્વારા દારૂના અડ્ડા માટે હરી ઝંડી આપવામાં આવી.