<strong>લ્યો હવે! ચોરે ચોરેલા મોબાઈલ સાચવવા માટે ઓરડી ભાડે રાખી, પોલીસે ઝારખંડની ગેંગનો સૂત્રધાર પકડ્યો</strong>

લ્યો હવે! ચોરે ચોરેલા મોબાઈલ સાચવવા માટે ઓરડી ભાડે રાખી, પોલીસે ઝારખંડની ગેંગનો સૂત્રધાર પકડ્યો

1 0
Spread the love

Read Time:6 Minute, 29 Second


કાંકરિયા કાર્નિવલ, કાઈટ ફેસ્ટિવલ અને ફ્લાવર શૉમાં કરી હતી ગેંગે હાથની સફાઈ

સગીરવયના પાંચ છોકરાઓની ગેંગ બનાવી હતી


અમદાવાદ: 19’01’2023

અમદાવાદ શહેરની અમરાઈવાડી પોલીસ દ્વારા પરપ્રાંતીય ચોર ગેંગનો પર્દાફાશ કર્યો. પોલીસે અમરાઈવાડી વિસ્તારમાં આવેલ સુન્દરસિંગની ચાલીની એક ઓરડી માંથી 70 જેટલા રૂપિયા 12 લાખ પચાસ હજારની કિંમતના મોબાઈલ પણ ઝડપી પાડ્યા.


કેવી રીતે થયો ઝારખંડ ગેંગનો પર્દાફાશ

ગાંધીનગરના એક રહેવાસીનો મોબાઈલ ફોન રિવરફ્રન્ટ ખાતેથી ચોરાયો હતો. મોબાઈલ ચોરી થયા બાદ ફરિયાદ નોંધાવી સાથે સાથે મોબાઈલ ટ્રેકર એપ્લિકેશનથી માહિતી મળી કે ચોરાયેલો ફોન અમરાઈવાડી વિસ્તરની સુંદરસિંગની ચાલી સોળ ઓરડી પાસે છે. જેની જાણ ફરિયાદીએ પોલીસને કરી જ્યારે પોલીસની ટીમ સુંદરસિંગની ચાલીમાં પહોંચી તો પોલીસની આંખો પહોળી થઇ ગઇ ત્યાં એક બંધ ઓરડીમાં 50 જેટલા મોબાઈલ ફોન જોવા મળ્યા.

પોલીસ ઇન્સપેક્ટર જે.વી.રાઠોડ

પોલીસ ઇન્સ્પેક્ટર જે.વી. રાઠોડે ચોરને પકડવા જાળ બિછાવી અને ચોર ઝડપાયો

50 જેટલા ફોન સુંદરસિંગની ચાલીના બંધ ઓરડીમાં હોવાનું માલુમ થતા અમરાઇવાડી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.વી. રાઠોડે ચોર ને પકડવા માટે વોચ ગોઠવી તો ઝારખંડનો વતની 20 વર્ષીય ઈંદર પંડલ નામનો યુવક પોલીસના હાથે ઝડપાયો.


આરોપી ઈંદર પંડલની કબૂલાત
અમરાઈવાડી પોલીસ ઇન્સ્પેક્ટર જે.વી રાઠોડ દ્વારા કરવામાં આવેલ ઈંદર પંડલની પૂછપરછમાં ઈંદર પંડલ પાસેથી 20 જેટલા ફોન મળી આવ્યા અને ઈંદર પંડલે કબુલ્યું કે ચોરીના ફોન સાચવવા માટે સુંદરસિંગની ચાલીમાં ઓરડી ભાડે રાખી હતી.

ઝારખંડ ગેંગના સૂત્રધાર ઈંદર પંડલની  અમરાઇવાડી પોલીસે ધરપકડ કરી છે . પોલીસે ચોરી કરેલા 70 સ્માર્ટફોન જપ્ત કર્યા છે અને તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપીઓ દ્વારા 200થી વધુ મોબાઈલ ચોરી કરવામાં આવ્યા છે. બાળકો સાથે ચોરી કરવા આવતી ઝારખંડની ગેગની મોડ્સ ઑફ ઓપરેન્ડી ચોંકાવનારી છે.

<strong>લ્યો હવે! ચોરે ચોરેલા મોબાઈલ સાચવવા માટે ઓરડી ભાડે રાખી, પોલીસે ઝારખંડની ગેંગનો સૂત્રધાર પકડ્યો</strong>

30 આઈફોન સહિત કુલ 12.50 લાખના 70 ફોન જપ્ત કરાયા


અમરાઈવાડી પોલીસે પકડેલા આરોપીનું નામ આરોપી ઇન્દર મંડલ ઝારખંડનો રહેવાસી છે . પકડાયેલ આરોપી સહિત પાંચ લોકોની ગેંગ મોબાઇલ ચોરી કરવા ઝારખંડથી ખાસ અમદાવાદ આવતા હતા. ભીડવાળી જગ્યાથી મોબાઇલની ચોરી કરવામાં આવતા હતા. જેમાં દોઢ મહિનામાં 200થી વધુ મોબાઇલ ચોરી કર્યા હોવાની પોલીસને આંશકા છે. પોલીસે આરોપી ઇન્દર મંડલ પાસેથી 70 જેટલા સ્માર્ટ ફોન કબ્જે કર્યા હતા. જેમાં 30 આઈફોન સહિત અલગ અલગ કંપનીના 12.50 લાખ કિંમતના કુલ 70 ફોનનો સમાવેશ થાય છે.

કાર્નિવલ, શતાબ્દી મહોત્સવ, ફ્લાવર શોમાંથી મોબાઇલ ચોર્યા
પકડાયેલ આરોપી ઇન્દર મંડળની પૂછપરછ કરતા સામે આવ્યું કે દોઢ મહિનામાં જ ઝારખંડની ગેંગએ કાંકરિયા કાર્નિવલ, સ્વામિનારાયણ શતાબ્દી મહોત્સવ ,ફ્લાવર શો અને કાઈટ ફેસ્ટિવલમાંથી અસંખ્ય મોબાઇલ ચોર્યા છે. મોબાઇલ ચોરી કરતી ગેંગની મોડ્સ ઑફ ઓપરેન્ડી ચોંકાવનારી છે.

મોડ્સ ઑફ ઓપરેન્ડી ચોંકાવનારી
ઝારખંડના સાહેબગંજ જિલ્લાની ચોર ગેંગ અમદાવાદમાં ચાલતા ફેસ્ટિવલ સમયે આવે છે. ટ્રેન મારફતે અમદાવાદ આવીને પૂર્વ વિસ્તારમાં ચાલી જેવી જગ્યા પર એક રૂમ રાખીને રહે અને બાદમાં શહેરમાં ચાલતા ઇવેન્ટમાં રીક્ષા મારફતે ત્યાં પહોંચી જાય, ત્યાં ભીડભાડ વાળી જગ્યા પર ભેગા મળી મોબાઇલની ચોરી કરતા. જોકે પાંચ જાણની ટોળકીમાં બે કે ત્રણ નાની ઉંમરના કિશોર હોય જેથી રંગેહાથ મોબાઇલ ચોરી કરવામાં પકડાય તો તેને નાનો સમજી લોકો છોડી દેતા હોય છે જેથી પોલીસના હાથે પકડતા નહોતા. પરંતુ અમરાઇવાડી પોલીસને ચોક્કસ માહિતી મળતા મોબાઇલ ચોરીના રેકેટ પકડાયું છે.

સગીરવયના છોકરાઓની ગેંગ

આરોપી ઈંદર પંડલે 200 જેટલા મોબાઈલ ચોરીના ગુના કબુલયા છે. સાથે સાથે ચોંકાવનારી માહિતી આપી કે પોતે નાની ઉંમરના કિશોરો એટલે કે સગીરવયના પાંચ છોકરાઓની એક ગેંગ બનાવી હતી અને મોબાઈલ ચોરીને અંજામ આપતા હતા. ચોરી કરવા બાબતે સગીરોનો ઉપયોગ એટલા માટે કરવામાં આવતો હતો કે ચોરી કરતા પકડાઈ પણ જાય તો પબ્લિક નાનું બાળક સમજીને દયા રાખે અને કોઈ મોટી સમસ્યા ના સર્જાય.

ચોરી થયેલા મોબાઇલ ઝારખંડ પાસેના જામતાર ઓનલાઇન ફ્રોડમાં વપરાતા
ચોરી કરેલા મોબાઇલ ઝારખંડમાં લઈ જઈ વેંચતા હતા. જ્યાં ચોરી થયેલા મોબાઇલથી ઓનલાઇન ચિટિંગ ફ્રોડમાં તેનો ઉપયોગ થતો હોવાનું પોલીસને આશંકા છે.જેથી પોલીસે મોબાઇલ ચોરીના મુખ્ય આરોપી પકડવા ચક્રો ગતિમાન હાથ ધર્યા છે. બીજી બાજુ આ કાર્યક્રમમાં લોકોના ચોરી થયેલા મોબાઇલ માલિક અમરાઈવાડી પોલીસ સંપર્ક કરીને પરત મેળવી શકે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

More From Author

<img alt="કર્ણાટકના હુબલી ખાતે આયોજીત રાષ્ટ્રીય યુવા ઉત્સવ-૨૦૨૩માં લોકનૃત્યની સ્પર્ધામાં શ્રેષ્ઠ પર્ફોમન્સ રજૂ કરનાર ગુજરાતની ટીમે દ્વિતીય નંબર હાંસલ કર્યો" title="કર્ણાટકના હુબલી ખાતે આયોજીત રાષ્ટ્રીય યુવા ઉત્સવ-૨૦૨૩માં લોકનૃત્યની સ્પર્ધામાં શ્રેષ્ઠ પર્ફોમન્સ રજૂ કરનાર ગુજરાતની ટીમે દ્વિતીય નંબર હાંસલ કર્યો" width="300" height="300" src="https://i1.wp.com/themobilesnews.com/wp-content/uploads/2023/01/National-Youth-Festival-1-1024x576.jpg?w=300&resize=300,300&ssl=1" class="attachment-medium size-medium wp-post-image" alt="કર્ણાટકના હુબલી ખાતે આયોજીત રાષ્ટ્રીય યુવા ઉત્સવ-૨૦૨૩માં લોકનૃત્યની સ્પર્ધામાં શ્રેષ્ઠ પર્ફોમન્સ રજૂ કરનાર ગુજરાતની ટીમે દ્વિતીય નંબર હાંસલ કર્યો" title="કર્ણાટકના હુબલી ખાતે આયોજીત રાષ્ટ્રીય યુવા ઉત્સવ-૨૦૨૩માં લોકનૃત્યની સ્પર્ધામાં શ્રેષ્ઠ પર્ફોમન્સ રજૂ કરનાર ગુજરાતની ટીમે દ્વિતીય નંબર હાંસલ કર્યો" decoding="async" loading="lazy" />

<strong>કર્ણાટકના હુબલી ખાતે આયોજીત રાષ્ટ્રીય યુવા ઉત્સવ-૨૦૨૩માં લોકનૃત્યની સ્પર્ધામાં શ્રેષ્ઠ પર્ફોમન્સ રજૂ કરનાર ગુજરાતની ટીમે દ્વિતીય નંબર હાંસલ કર્યો</strong>

<img alt="BPA ના બે વિદ્યાર્થીઓ જુનિયર નેશનલ ચેસ ચેમ્પિયનશશીપ ફોર વિઝ્યુઅલી ઇમ્પેર્ડ માં રાષ્ટ્રીય સ્તરે ઝળકયા." title="BPA ના બે વિદ્યાર્થીઓ જુનિયર નેશનલ ચેસ ચેમ્પિયનશશીપ ફોર વિઝ્યુઅલી ઇમ્પેર્ડ માં રાષ્ટ્રીય સ્તરે ઝળકયા." width="300" height="300" src="https://i0.wp.com/themobilesnews.com/wp-content/uploads/2023/01/IMG_20230119_224632-1024x639.jpg?w=300&resize=300,300&ssl=1" class="attachment-medium size-medium wp-post-image" alt="BPA ના બે વિદ્યાર્થીઓ જુનિયર નેશનલ ચેસ ચેમ્પિયનશશીપ ફોર વિઝ્યુઅલી ઇમ્પેર્ડ માં રાષ્ટ્રીય સ્તરે ઝળકયા." title="BPA ના બે વિદ્યાર્થીઓ જુનિયર નેશનલ ચેસ ચેમ્પિયનશશીપ ફોર વિઝ્યુઅલી ઇમ્પેર્ડ માં રાષ્ટ્રીય સ્તરે ઝળકયા." decoding="async" loading="lazy" />

<strong>BPA ના બે વિદ્યાર્થીઓ જુનિયર નેશનલ ચેસ ચેમ્પિયનશશીપ ફોર વિઝ્યુઅલી ઇમ્પેર્ડ માં રાષ્ટ્રીય સ્તરે ઝળકયા.</strong>

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

No comments to show.