ગુજરાતના 2,995 કેન્દ્રો પર યોજાવવાની હતી પરીક્ષા
આ પરિક્ષાના પ્રશ્નપત્રની નકલ મળી હતી
ગાંધીનગર: 29’01’2023
આજે લેવાનાર જુનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ જાહેર કરવામાં આવી છે. હજારો વિદ્યાર્થીઓ આ પરિક્ષા માટે પરિક્ષા સ્થળ પર જવા માટે રવાના થયા હતા. આ પરિક્ષા માટે 9 લાખ કરતા પણ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ એક યુવક પાસેથી આ પરિક્ષાના પ્રશ્નપત્રની નકલ મળી હતી. પોલીસે આ યુવકની ધરપકડ કરી હતી. આજે 11 વાગ્યે પરીક્ષા યોજાવાની હતી. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વેબસાઈટ પર આ પરિક્ષા મોકૂફ રાખવા અંગે માહિતી મુકવામાં આવી છે.
ગુજરાતના 2,995 કેન્દ્રો પર યોજાવવાની હતી પરીક્ષા
ગુજરાતમાં આજે યોજાનાર જુનિયર ક્લાર્કની પરિક્ષા રદ્દ કરી દેવામાં આવી હતી. આજે આ પરિક્ષાના પ્રશ્રનપત્રની નકલ સાથે એક યુવકની ધરપકડ કરવામાં આવી હતી. આજે 11 વાગ્યે રાજ્યના 2995 કેન્દ્રો પર પરિક્ષા યોજાવાની હતી. આ પરિક્ષા માટે 9 લાખ કરતા પણ વધારે વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા. આજે હજારો વિદ્યાર્થીઓ પોતાના પરિક્ષા કેન્દ્ર પર પહોંચવા માટે બસ સ્ટેન્ડ પર પહોંચી ગયા હતા અને ઘણા વિદ્યાર્થીઓ પોતાના પરિક્ષા કેન્દ્રો દૂર હોવાથી પરિક્ષા માટે રવાના થઈ ગયા હતા. આજે પરિક્ષા રદ્દ થતા હવે નવી તારીખ જલ્દી જ જાહેર કરવામાં આવશે. આજે પરિક્ષામાં કોઈ ગેરરીતી ન થાય તે માટે રાજ્યભરમાં પરિક્ષા સ્થળ પર 144ની કલમ લગાડવામાં આવી હતી.