
ખેતરમાં ઘુસી સ્કૂલ બસ, ચાર બાળકો ઘાયલ
આણંદમાં વહેલી સવારે સ્કૂલ બસને નડ્યો અકસ્માત. બસ રોડની સાઈડમાં ટર્ન લેતા સમયે બન્યો બનાવ. અકસ્માતની જાણ થતાં વાલીઓ દોડી આવ્યા
આણંદ:02’02’2023
આણંદમાં વહેલી સવારે ભાદરણ પાસે સ્કૂલ બસને અકસ્માત નડ્યો હતો., અકસ્માતમાં ચાર બાળકોવઈજાગ્રસ્ત થયું છે. અકસ્માતમાં અન્ય બાળકોનો આબાદ બચાવ થયો છે. બસ રોડની સાઈડમાં ટર્ન લેતા સમયે બનાવ બન્યો હતો. ઇજાગ્રસ્ત બાળકોને સારવાર માટે બોરસદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
બસ રોડની સાઈડમાં ટર્ન લેતા સમયે અકસ્માત
આજે વહેલી સવારે ભાદરણ પાસે સ્કૂલ બસને અકસ્માત નડ્યો હતો. બસ રોડની સાઈડમાં ટર્ન લઇ રહી હતી ત્યારે અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. સ્કૂલ બસ ટર્ન લેતી વખતે અચાનક એક ખેતરમાં ઘુસી ગઈ અને પલટી ગઈ હતી. આઘટનામાં ચાર બાળકોને ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્ત બાળકોને એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. બસમાં સવાર અન્ય બાળકોનો આબાદ બચાવ થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. અક્સ્માત થતાં સ્થાનિકોના ટોળા એકઠા થઇ ગયા હતા. જ્યારે અકસ્માતની જાણ થતાં વાલીઓ પણ દોડી આવ્યા હતા અને પોતાના બાળકોને લઈને ઘરે નીકળી ગયા હતા.
આવા અકસ્માતોને લીધે વાલીઓમાં પણ ડર
નોંધનીય છે કે, અવારનવાર સ્કૂલ વાન કે બસને અકસ્માત નડ્યો હોવાની ઘટનાઓ સામે આવતી હોય છે. આ અકસ્માતમાં સ્કૂલ જઇ રહેલા બાળકોને પણ ઇજા પહોંચતી હોવાનું સામે આવતું હોય છે. આવામાં સ્કૂલ વાનમાં જતાં બાળકોના વાલીઓમાં પણ ડરનો જોવા મળી રહ્યો છે. જ્યારે નાના બાળકોને લઇને જતી સ્કૂલ વાનના ચાલકોએ પણ ખાસ તકેદારી રાખવાની જરૂર છે. જેથી આ પ્રકારના અકસ્માતો ટાળી શકાય.