ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તમામ જીલ્લાના પોલીસ વડાને આપી સુચના
સાઉન્ડ સિસ્ટમ વિના રાત્રીનાં 12 વાગ્યા બાદ પણ ગરબા કરવા દેવા: ગૃહમંત્રી
મોડી રાત્રે લારી-ગલ્લાવાળાઓને પણ ખોટી હેરાનગતિ કરવી નહીં
રાજ્યભરમાં હાલ નવરાત્રી પર્વ અંતર્ગત ઠેર ઠેર પ્રાચીન-અર્વાચિન ગરબાની ધૂમ મચી રહી છે ત્યારે આજ રોજ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રાજકોટ સહિત રાજ્યના તમામ જિલ્લા પોલીસ વડાને એક મહત્વપૂર્ણ સૂચના આપી હતી.
આજરોજ ગૃહરાજ્ય મંત્રીએ પોલીસ વડાઓ સાથે યોજેલી બેઠક દરમ્યાન એવી સુચના આપી હતી કે, રાત્રીનાં 12 વાગ્યાબાદ સાઉન્ડ સીસ્ટમ વિના ગરબા રમાતો હોય તો તેને ધરાર બંધ ન કરાવવા અને રાત્રીનાં 12 વાગ્યા બાદ પણ ગરબાચાલુ રાખવા દેવા.
ગૃહ રાજ્ય મંત્રીએ એવી સુચના પણ આપી હતી કે, રાત્રીના 12 વાગ્યા બાદ ગરબા બંધ કરાવવા ખોટું દબાણ પણ ન કરવું, જ્યારે મોડી રાત્રે લારી-ગલ્લાવાળાઓને પણ ખોટી હેરાનગતિ કરવી નહીં.