જીબીએસની ગંભીર બિમારીથી પિડાતા મધ્યપ્રદેશના સગીરને સિવિલના તબીબોએ નવજીવન આપ્યું

0
જીબીએસની ગંભીર બિમારીથી પિડાતા મધ્યપ્રદેશના સગીરને સિવિલના તબીબોએ નવજીવન આપ્યું
Views: 131
0 0
Spread the love

Read Time:6 Minute, 3 Second
જીબીએસની ગંભીર બિમારીથી પિડાતા મધ્યપ્રદેશના સગીરને સિવિલના તબીબોએ નવજીવન આપ્યું


સિવિલના તબીબોએ વેન્ટિલેટર પર લીધા બાદ સગીરને 87 દિવસ સારવાર આપી

સિવિલના જુદા જુદા વિભાગના તબીબોએ યોગ્ય સંકલન કરી સગીરને ઉગારી લીધો

મધ્યપ્રદેશના એક સગીરને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન સગીરને ગંભીર કહી શકાય તેવી જીબીએસ(ગિયાનબારસિન્ડ્રોમ) બિમારી હતી. જેથી સિવિલના તબીબોએ એક તબક્કે સગીરને વેન્ટિલેટર પર લીધો હતો. ત્યારબાદ સિવિલ હોસ્પિટલના જુદા જુદા
વિભાગના તબીબો અને સ્ટાફે સંકલન કરી સગીરને નવજીનવ આપ્યું છે સતત 87 દિવસ સુધી સારવાર બાદ સગીરને તાજેતરમાં જ રજા આપવામાં આવી છે.

મંડસોર, મધ્યપ્રદેશમાં રહેતા 14 વર્ષીય ચેતનને 17 જુલાઇ સવારથી બંને પગ અને હાથમાં નબળાઈ ઉભી થઇ હતી. જેથી તેઓ મધ્યપ્રદેશમાં બડનગર ખાતે એક
ખાનગી દવાખાને ગયા હતા. ત્યાં તેમને મોટા દવાખાને જવાની સલાહ આપવામાં આવી. તેથી ચેતનનો પરિવાર તાત્કાલીક એમ્બુલન્સ કરી તરત ત્યાંથી અમદાવાદ
જવા નીકળી ગયા હતા અને 18 જુલાઇએ વહેલી સવારે તેઓ સિવિલ હોસ્પિટલ અમદાવાદ આવ્યા. ચેતનને બંને હાથ-બંનેપગમાં નબળાઈ તથા શ્વાસ લેવામાં તકલીફ પડી રઈ હતી. જેથી ટ્રોમા વિભાગમાં તાત્કાલિક ધોરણે શ્વાસનળીમાં ટ્યુબ નાખવામાં આવી હતી. જેને તબીબી ભાષામાં “ઈનટ્યુબેશન” કહેવાય છે. આઇસીયુમાં વેન્ટીલેટર વડે શ્વાસ પુરો પાડવામાં આવ્યો. ત્યારબાદ તપાસ કરતા ચેતનને જી.બી.એસ. એટલે કે ‘ગિયાનબારસિન્ડ્રોમ’રોગ હોવાનું નિદાન કરવામાં આવ્યું હતું. મેડીકલ જગતમાં જી.બી.એસમાટેની અભિપ્રમાણિત સારવાર –ઇન્ટ્રા વિનસઇમ્યૂનો ગ્લોબ્યુલીન ઈન્જેકશન અને પ્લાઝ્મા ફેરેસિસ(લોહી શુદ્ધ કરવાની પ્રક્રિયા)ને એક પછી એક
આપવામાં આવી હતી. ઉપરાંત લાંબા સમય સુધી વેન્ટીલેટર પર રહેતા દર્દીને ગળાની શ્વાસનળીમાં કાણું પાડી (ટ્રેચિઓસ્ટોમી) વેન્ટીલેટર પર મુકવામાં આવે છે. તે
પ્રક્રિયા ચેતનને 25 જુલાએ કરવામાં આવી હતી. સાથે સાથે ઇન્ફેકશન, પોષણ, કસરતને લગતી સાર સંભાળ રાખી ચેતનને 8 સપ્ટે. (51 નદિવસ બાદ) વેન્ટિલેટરથી હટાવી જનરલ વોર્ડમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.

ચેતનને પોષણ આર. ટી (રાઇલ્સટ્યુબ) એટલે કે નાકથી પેટ સુધી જતી નળી નાખીને પુરું પાડવામાં આવ્યું હતું. તેમાં રોજના ૪ ઈંડા, દૂધ, પ્રોટીન પાવડર, ફળના જ્યુસ
આપવામાં આવતા હતા. જનરલ વોર્ડમાં ટ્રેચિઓસ્ટોમી ટેમ્પોરરી ક્લોસરઅને અન્ય જરૂરી સારવાર કરવામાં આવી હતી. આમઆઇસીયુમાં 51 દિવસ અને જનરલ વોર્ડમાં  36 દિવસ એટલે કુલ 87 દિવસ બાદ 14 ઓક્ટોબરના રોજ ચેતનને ટ્રેચિઓસ્ટોમીને લગતી સાર-સંભાળ શીખવાડી અને ઓ.પી.ડીમાં નિયમિત ફોલો સમજાવી ચેતનને રજા આપવામાં આવી.

ચેતનની સારવારમાં મેડીસીન વિભાગ, ઈમરજન્સી મેડીસીન, ઈ.એન.ટી., ફીઝીયોથેરાપી. ડાયેટીશયન, ICU નર્સિંગ સ્ટાફનો ખુબજ મહત્વનો રોલ રહેલ હતો. ચેતનની સારવાર માટે મેડીસીન વિભાગના તબીબી ડૉ. ભગીરથ સોલંકીની આગેવાની હેઠળની ટીમ હતી.  જેમાં ડૉ. ચિરાગ પટેલ, ડૉ. ઈલાબેન ઉપાધ્યાય ,ડો દુષ્યંતપટેલ, ડૉ
સીમાશર્મા,તેમેજડૉમનિકેશકુમાર ,ડૉ. રચિત શાહ, ડૉ. મિત જોશી, ડૉ. સુનીલ મલ્લી,  ડૉ. અંકિતા યાદવ તેમજ બીજા જુનીયર ડોક્ટર્સ સામેલ  હતા.

જીબીએસ શરીરના ચેતાતંતુ ને નુકશાન કરી તેને નાકામ બનાવે છે


અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપરીટેન્ડ અને પીડિયાટ્રિક સર્જન ડો. રાકેશભાઈ જોષીએ જણાવ્યું કે, ગિયાનબારસિન્ડ્રોમ(જી.બી.એસ) રોગ – જેને સાદી ભાષામાં સમજાવવામાં આવે તો એક એવી બીમારી છે જે શરીરના ચેતાતંતુ ને નુકશાન કરી તેને નાકામ બનાવે છે.
જેના લીધે હાથ પગ તેમેજ અમુક દર્દીઓમાં શ્વાસ લેવામાં જરૂરી પડતા સ્નાયુઓ પણ નાકામ બની જાય છે. આ બીમારી એક લાખ લોકોમાં એક-બે વ્યક્તિ ને થાય છે.
જી.બી.એસમાં મૃત્યુ દર ૩-૧૦% હોય છે અને ૬૦-૮૦% દર્દીઓ ૬ મહિનાના પરિશ્રમ પછી જાતે ચાલી શકતા હોય છે. જી.બી.એસ માટે ઇન્ટ્રાવિનસઇમ્યૂનોગ્લોબ્યુલીન
ઈન્જેકશન, પ્લાઝ્માફેરેસિસ, સારું પોષણ, નિયમિત કસરત આ તમામ વસ્તુઓની સંભાળ બાદ જી.બી.એસનું દર્દી ધીમે ધીમે ચેતાતંતુના ક્રમિક પુનવિકાસ બાદ પોતાના
સ્નાયુમાં ફરી શક્તિ અનુભવે છે. ચેતનની સારવાર બહાર કરવામાં આવી હોત તો લાખથી વધુનો ખર્ચ હતો પરંતુ સિવિલમાં તે સારવાર નિઃશૂલ્ક કરવામાં આવી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed