ગુજરાત ATSને મળી સફળતા: સેનાની માહિતી પાકિસ્તાન પહોંચાડવાના ષડયંત્રનો કર્યો પર્દાફાશ

0
ગુજરાત ATSને મળી સફળતા: સેનાની માહિતી પાકિસ્તાન પહોંચાડવાના ષડયંત્રનો કર્યો પર્દાફાશ
Views: 165
0 0
Spread the love

Read Time:6 Minute, 50 Second
ગુજરાત ATSને મળી સફળતા: સેનાની માહિતી પાકિસ્તાન પહોંચાડવાના ષડયંત્રનો કર્યો પર્દાફાશ


ભારતીય સેનાના જવાનોના મોબાઈલનો ડેટા , RAT- વાયરસથી  મેળવ્યો


અમદાવાદ,
ગુજરાત ATS ને સેનાની માહિતી પાકિસ્તાન પહોંચાડવાના ષડયંત્રનો પર્દાફાશ કરવામાં સફળતા મળી છે જેમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.

આ બાબત જોઈએ તો ગુજરાત એ.ટી.એસ.ને મીલીટરી ઇન્ટેલીજન્સ તરફથી બાતમી હકિકત મળેલ કે, ‘પાકિસ્તાનના આર્મી અથવા પાકિસ્તાની જાસુસી સંસ્થાના કોઇ એજન્ટ દ્વારા એક ભારતીય મોબાઇલ નંબરનું સીમકાર્ડ યેનકેન પ્રકારે મેળવી આ મો.નં. ના વોટસએપ દ્વારા તેઓ ભારતીયો અથવા ભારતની સુરક્ષા સાથે સંકળાયેલ કર્મચારીઓ સાથે પરિચય કેળવી તેઓના મોબાઇલ ફોનમાં વોટસએપ દ્વારા કોઇ પણ લીંક મારફતે કોઇ માલવેર (વાઇરસ) મોકલી તેઓના મોબાઇલ ફોનનો એક્સેસ મેળવી તેમના ડેટા ભારત સરકાર સામે યુધ્ધમાં સરળતા થાય તે ઇરાદે ભારતની આંતરિક સુરક્ષા અને સલામતીને લગતી અતિ સંવેદનશીલ અને ગુપ્ત માહિતીઓ મેળવી રહેલ છે.’ જે બાતમીની ખરાઇ અંગે વધુ તપાસ પીઆઇ સી. એચ. પનારા દ્વારા હાથ ધરવામાં આવી હતી જેમાં પીએસઆઈ પરેશ વસાવા મદદગારીમાં રહ્યા હતા.

ઉપરોક્ત સંદિગ્ધ મોબાઇલ નંબરની તપાસ દરમ્યાન જણાઇ આવેલ કે, મોહમદ સકલૈન ઉમર થઇમ રહે. જામનગરનાએ પોતાના નામ ઉપર આ સીમ કાર્ડ મેળવી તેને અસગર આજીભાઇ મોદી રહે. જામનગર નાએ પોતાના મોબાઇલ ફોનમાં એકટીવેટ કરેલ. જે સીમ કાર્ડ આણંદ જીલ્લાના તારાપુર ખાતે રહેતા લાભશંકર દુર્યોધન મહેશ્વરીનાઓ  પાકિસ્તાની એમ્બેસી ખાતે સંપર્ક ધરાવતા એક ઇસમ દ્વારા વ્હોટ્સએપ ઉપર મળેલ સૂચના મુજબ સ્વીકારેલ હતુ. આ લાભશંકર મુળ પાકિસ્તાની નાગરિક હતો અને સને ૧૯૯૯માં વિઝા આધારે ગુજરાતના આણંદ જીલ્લામાં તારાપુર ખાતે પોતાની પત્નિ સાથે આવેલ અને તેણે સને ૨૦૦૫ માં ભારતીય નાગરિકતા મેળવેલ. લાભશંકરએ સને ૨૦૨૨માં પાકિસ્તાનના વીઝા માટે અરજી કરેલ અને આ વિઝા જલદીથી મળે તે હેતુથી તેણે પાકિસ્તાન ખાતે રહેતા તેઓના માસીના દિકરા કિશોરભાઇ @ સવાઇ જગદીશકુમાર રામવાણી નાઓને વિઝા માટે વાતચીત કરતા આ કિશોરભાઇએ તેને ઉપરોક્ત પાકિસ્તાની એમ્બેસીમાં સંપર્ક ધરાવતા એક ઇસમનો નંબર આપી તેના ઉપર વ્હોટ્સએપથી વાત કરવા જણાવેલ.

જે બાદ લાભશંકર અને તેની પત્નિના વીઝા મંજુર થતા તેઓ પકિસ્તાન જઈ આવેલ. બાદ લાભશંકરએ પોતાની બહેન અને ભાણીના પાકિસ્તાની વીઝા માટે પાકિસ્તાની એમ્બેસીમાં સંપર્ક ધરાવતા આ ઇસમને વ્હોટ્સએપ દ્વારા સંપર્ક કરી તેઓના પાકિસ્તાનના વિઝા મંજુર કરાવેલ હતા. તેમજ ઉપરોક્ત ભારતીય સીમ કાર્ડ લાભશંકરને મોકલાવેલ અને તે નંબર ઉપર વ્હોટ્સએપ ચાલુ કરાવવા માટે તે નંબર ઉપર તેના મોબાઇલમાં આવેલ OTP આ પાકિસ્તાની એમ્બેસીમાં સંપર્ક ધરાવતા ઇસમે મંગાવતા લાભશંકરએ તે OTP પોતાના વ્હોટ્સએપ મારફતે મોકલી આપેલ હતો. તેમજ તેની સૂચના મુજબ લાભશંકરએ આ સીમ કાર્ડ પોતાની બહેન મારફતે જ્યારે તે પાકિસ્તાન ગયેલ ત્યારે પાકિસ્તાન ખાતે તેના માસીના દિકરા કિશોરભાઇ @ સવાઇને મોકલાવેલ. જે સીમ કાર્ડ પાકિસ્તાની આર્મી અગર તો જાસુસી સંસ્થાના એજન્ટને પહોંચાડવામાં આવેલ. આ ભારતીય નંબર વળું વ્હોટ્સએપ એકાઉંટ પાકિસ્તાની જાસૂસી સંસ્થાના એજંટ દ્વારા પાકિસ્તાનથી જ ઓપરેટ થતું હતું. જે વ્હોટ્સએપ દ્વારા ભારતીય સેનાના જવાનો તેમજ તે સંલગ્ન સંસ્થાઓના કર્મચારીઓને ટાર્ગેટ કરવામાં આવતા હતા. આ વ્હોટ્સએપ એકાઉંટથી પાકિસ્તાની જાસૂસી સંસ્થાના એજંટ દ્વારા ભારતીય સેનાના જવાનો તેમજ તે સંલગ્ન સંસ્થાઓના કર્મચારીઓને એક apk ફાઇલને અસલ ફાઇલના સ્વાંગમાં મોકલવામાં આવતી હતી જેમાં Remote Access Trojan (RAT)/માલવેર મોકલવામાં આવતો હતો, જેના થકી મોબાઇલ ફોનની તમામ માહિતી જેવી કે કોન્ટેક્ટ, કોલ લોગ, ફોટો વિડીઓ અને સ્ટોરેજ ફાઇલ્સનો ડેટા એકસેસ કરી તેને અન્ય દેશમાં રહે કમાન્ડ એન્ડ કંટ્રોલ સર્વર ઉપર મોકલવાની ક્ષમતા રહેલ.

આ તપાસ દરમ્યાન ગુજરાત એ.ટી.એસ. તેમજ મીલીટરી ઇન્ટેલીજન્સ દ્વારા ઉંડાણપૂર્વક કાર્યવાહી કરતા જાણવા મળેલ કે, પાકિસ્તાની આર્મી અગર તો જાસુસી સંસ્થાના એજન્ટ દ્વારા પાકિસ્તાનથી એલ.ટી.વી. પર આવેલ તેમજે મુળ પાકિસ્તાની પરંતુ ભારતીય નાગરીકતા મેળવેલ વ્યક્તિઓ મારફતે ભારતીય સીમ કાર્ડ મેળવી તેના ઉપર વ્હોટ્સએપ જેવી મેસેન્જર સર્વીસીસ ચાલુ કરી તેના દ્વારા ભારતના જવાનોના મોબાઇલમાંથી આર્મીને લગતી ગુપ્ત અને અતિસંવેદનશીલ માહિતી મેળવી જાણી જોઇને ઇરાદાપૂર્વક ભારતની એકતા, અખંડિતતા, સુરક્ષા અથવા સાર્વભૌમત્વને જોખમમાં નાખવાના ઇરાદે અનધિકૃત રીતે મોબાઇલ ફોનમાં પ્રવેશ કરેલ હોય તેઓ તમામ વિરૂધ્ધ ઇ.પી.કો અને આઇ.ટી. એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed