રિતેશ પરમાર, ક્રાઇમ રિપોર્ટર
સુરત સીટી અપરાધની સીટી બનતી જોવા મળી રહી છે કારણ કે રોજબરોજ સરાજાહેર થઈ રહી હત્યાઓનો સિલસિલો યથાવથ છે જેના લીધે સુરતનાં રહીશો ભયના માહોલમાં જીવન જીવી રહ્યા છે. ક્યારેક તો પૈસાની લેતીદેતી બાબતમાં તો ક્યારેક ધંધાકીય બાબતોમા ખુલ્લેઆમ ખૂની ખેલ ખેલાઈ રહ્યા છે. લોકોના હકનું છીનવી લેવા માટે તો કોઈ ઘટનામાં પોતાની બાદશાહત કાયમ રાખવા માટે નિર્દોસોની હત્યાં નિપજાવવામાં આવી રહી છે. સુરતમા એક મહિનાની અંદર 8 થી વધુ લોકોની હત્યાંની ઘટના બની હોવા છતાં સુરત પોલીસ આવા બનાઓ બનતા અટકાવી શકી નથી. એટલે કહી શકાય કે સુરત પોલીસનો આતંક ફેલાવનાર શખ્સો ઉપર નિયંત્રણ નથી.
આવીજ એક ઘટના સુરતનાં લીંબાયતમા બનવા પામી છે, જેમાં દેશી દારૂનો ધંધો કરતો બુટલેગર લાલચંદ દશરથને તેના દારૂના અડ્ડા ઉપર સંતોષ નામના શખ્સે ચપ્પુના અસંખ્ય ઘા લાલચંદ દશરથના પેટ, ગળા, અને છાતીના ભાગે મારી દેતા બુટલેગરનું ઘટના સ્થળેજ કરુણ મોત નીપજ્યું હતું.જયારે બુટલેગરને ચપ્પુના ઉપરા છાપરી ઘા મરાયા ત્યારે બુટલેગરની પ્રેમિકા પણ ત્યાં હાજર હતી. પ્રેમિકાની સામેજ તેના પ્રેમીનું કાશળ કાઢી દેતા હૃદયદ્રાવક દ્રશ્ય બન્યું હતું.
સુરતનાં લીંબાયત વિસ્તારમાં વહેલી સવારે 7 વાગે બનેલી આ ખૂની ઘટનાનો આરોપી બુટલેગરની હત્યાં નીપજાવવા બાદ પોતે પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. લીંબાયત પોલીસે આરોપીની ધરપકડ કરી છે. પરંતુ ગુજરાતની ડાયમંડ સીટી અને બિઝનેસ હબ ગણાતા સુરત શહેરમાં દહેશત ફેલાવતા બદમાશોને જાણે પોલીસ કે કાયદાનો કોઈ ડર જ ના રહ્યો હોય તેમ રોજ બરોજ હત્યાની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. જેના લીધે સુરત પોલીસની ઊંઘ હરામ થઈ છે. ખૂનની બનતી ઘટનાઓના લીધે સુરત પોલીસ દોડતી થઈ છે અને શહેરમાં કાયદા અને વ્યવ્યસ્થાની સ્થિતિ કથળાઈ જતા સુરતના રહીશો ડર નો અનુભવ કરી રહ્યા છે.
Views 🔥