રૂા.50 કરોડની નોટો ગણાયા પછી આજે ફરી શરૂ: કોંગ્રેસના સાંસદની ભાગીદારી ડીસ્ટેલરીમાં દરોડા
આવકવેરા વિભાગે ગઇકાલે ઓડીસા અને ઝારખંડમાં બૌધ્ધ ડીસ્ટીલરીઝ પર પાડવામાં આવેલા દરોડામાં અધધધ જ રોકડ મળી આવી અને તે ગણવામાં મશીન પણ હાફી ગયા હતા. લગભગ 24 કલાકના અંતે રુા. 50 કરોડની રોકડ ગણી શકાય છે. જ્યારે બાકીની રકમ અને સમગ્ર રુમ સીલ કરી દેવામાં આવ્યો હતો. તથા બાદમાં આજે ફરી એક વખત રોકડ ગણવાનું શરુ કરાયું હતું.
અધિકારીઓના જણાવ્યા મુજબ ઓડીસાના ગોલાગીર અને સંબલપુર તથા ઝારખંડના રાચી સહિતના સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતાં અને જ્યારે અધિકારીઓએ કેટલાક કબાટો ખુંદીયા જેમાં જંગી માત્રામાં રુા. 500 અને 200ની ચલણી નોટો જોવા મળી હતી. હાલમાં સરકારે રુા. 2000ની ચલણી નોટો બંધ કરી હતી તેને પણ આ એકમના માલિકોએ બદલાવી દીધી હતી. ઝારખંડના કોંગ્રેસના સાંસદ ધીરજ પ્રસાદ સાહુના ભાગીદારીની આ કંપની છે અને તેમના પરિવારના નિવાસસ્થાને દરોડા પડ્યા હતાં.