રાજ્યભરમાં હાલ ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. પરીક્ષા કેન્દ્રો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હોય છે. ત્યારે અમદાવાદ ગોમતીપુર વિસ્તારમાં આવેલ માતૃછાયા સ્કૂલ પરીક્ષા કેન્દ્રમાં ધોરણ ૧૦ની પરીક્ષા આપતો રોનક પરમાર નામનો વિદ્યાર્થી પરીક્ષા બાદ અચાનક ગુમ થતા ચકચાર મચી ગઇ છે.
શહેરના સરસપુર વિસ્તારમાં આવેલ નિર્મલપુરા સોસાયટીમાં રહેતા પરમાર રોનક મહેન્દ્રભાઈનો પરિવાર હાલ સરસપુર, ગોમતીપુર, અમરાઈવાડી, રખિયાલ સહિતના વિસ્તારની ગલીએ ગલીએ રોનક ને શોધવાનો પ્રયાસ કરી રહ્યો છે.
આપની પાસે પણ રોનકની જાણકારી મળે તો તાત્કાલિક અસરથી સંપર્ક કરો. 8320371045/9375433264