ગુજરાત 11 ડિસેમ્બરના રોજ બાયોટેક્નોલોજી સમિટની યજમાની કરશે

0
ગુજરાત 11 ડિસેમ્બરના રોજ બાયોટેક્નોલોજી સમિટની યજમાની કરશે
Views: 36
0 0
Spread the love

Read Time:8 Minute, 56 Second
ગુજરાત 11 ડિસેમ્બરના રોજ બાયોટેક્નોલોજી સમિટની યજમાની કરશે

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) 2024ના પૂર્વાર્ધરૂપે ગુજરાત સરકાર એક્સપોર્ટ્સ, જેમ્સ એન્ડ જ્વેલરી, કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ, એગ્રીકલ્ચર અને ફૂડ પ્રોસેસિંગ જેવા વિવિધ ક્ષેત્રોમાં રાજ્યનું નેતૃત્વ દર્શાવવા માટે પ્રી-સમિટની શ્રેણીનું આયોજન કરી રહી છે. આ જ રીતે તમામ વિકસતા ક્ષેત્રો પ્રત્યે સમાન અભિગમ દર્શાવવા માટે, 11 ડિસેમ્બર, 2023ના રોજ અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે ‘ધ પાથ ઓફ ઈનોવેશન એન્ડ વેલનેસ ફોર વિકસિત ભારત’ (વિકસિત ભારત માટે નવીનીકરણ અને કલ્યાણનો માર્ગ) થીમ પર આધારિત બાયોટેક્નોલોજી ક્ષેત્રે એક પ્રિ-સમિટ યોજાશે.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ કાર્યક્રમમાં સંબોધન કરશે તેમજ ‘રાષ્ટ્રીય અને ગુજરાત આધારિત બાયોટેક સ્ટાર્ટઅપ્સ’ ને પ્રદર્શિત કરતા એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કરશે. સરકારના અન્ય મહાનુભાવોમાં ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયા, ગુજરાત સરકારના મુખ્ય સચિવ રાજકુમાર (IAS), ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના અગ્ર સચિવ શ્રીમતી મોના ખંધાર (IAS), ભારત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રાલયના બાયોટેક્નોલોજી વિભાગના સચિવ ડૉ. રાજેશ ગોખલે આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજર રહે તેવી શક્યતા છે.

માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ, બાયોટેકનોલોજી એ ભારતના 5 ટ્રિલિયન યુએસ ડોલરના અર્થતંત્રના લક્ષ્યાંકમાં યોગદાન આપવા માટે મુખ્ય પરિબળ છે. છેલ્લા 8 વર્ષોમાં આ ક્ષેત્રમાં 8 ગણો વધારો થયો છે, એટલે કે તે 10 બિલિયન યુએસ ડોલરથી વધીને 80 બિલિયન યુએસ ડોલરનું ક્ષેત્ર થયું છે, અને બાયોટેક સ્ટાર્ટઅપ્સની સંખ્યા પણ 50થી વધીને 5300 થઇ છે, જે એ વાતનો પુરાવો છે કે બાયોટેક્નોલોજી આજે એક ઉભરતું ક્ષેત્ર છે. ઈન્વેસ્ટ ઈન્ડિયાના ડેટા અનુસાર, બાયોફાર્માસ્યુટિકલ્સ એ સૌથી મોટો સેગમેન્ટ છે, જે ભારતીય બાયોઈકોનોમીમાં 62% ફાળો આપે છે, ત્યારબાદ બાયો-એગ્રીકલ્ચર 13%, બાયો ઈન્ડસ્ટ્રી 15% અને બાયોઆઈટી અને બાયોસેવા 10%નો ફાળો છે. બાયો સેવાઓ અને ઔદ્યોગિક બાયોટેક સેગમેન્ટ્સ, જે 2020 માં ઉદ્યોગના સંયુક્ત 22% માટે જવાબદાર છે, તેમાં ઝડપી દરે વૃદ્ધિની અપેક્ષા છે. આ પ્રી-સમિટ ઈવેન્ટનો ઉદ્દેશ વિકસીત ભારત@2047ના વિઝનને અનુરૂપ આ વૃદ્ધિને આગળ વધારવાનો છે અને ગુજરાતને બાયોટેકનોલોજીનું હબ બનાવવા માટે આ ક્ષેત્રમાં રોકાણ આકર્ષિત કરવાનો છે.

બાયોટેક-સમિટ’ બાયોટેકનોલોજી ક્ષેત્રના અંદાજે 350 હિતધારકોને એકસાથે લાવશે, જેમાં અગ્રણી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બાયોટેક કંપનીઓ, ઉદ્યોગ સંગઠનો, સ્ટાર્ટ-અપ્સ, ફેકલ્ટીઓ, સંશોધકો, સંશોધન સહયોગીઓ અને બાયોટેક ક્લસ્ટરની સંબંધિત કંપનીઓ અને એજન્સીઓનો સમાવેશ થાય છે.

ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના અગ્ર સચિવ શ્રીમતી મોના ખંધાર દ્વારા સ્વાગત પ્રવચન સાથે આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવશે, અને ત્યારબાદ ગુજરાતના મુખ્ય સચિવ રાજકુમાર દ્વારા સંબોધન કરવામાં આવશે. ઉદ્ઘાટન સત્રમાં સંબોધન કરનારા મુખ્ય મહાનુભાવોમાં ભારત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રાલયના બાયોટેક્નોલોજી વિભાગના સચિવ ડૉ. રાજેશ ગોખલે, કેલિફોર્નિયાની ટાર્ગેટ ડિસ્કવરી ઇન્કોર્પોરેશનના ચેરમેન અને સીઇઓ જેફરી પેટરસન, એસોસિયેશન ઓફ બાયોટેક લેડ એન્ટરપ્રાઇઝીસ (ABLE) ના પ્રેસિડેન્ટ તેમજ નોવોઝાઇમ સાઉથ એશિયા પ્રા.લિ.ના ભૂતપૂર્વ મેનેજિંગ ડાયરેક્ટર અને રિજિયોનલ પ્રેસિડેન્ટ જી. એસ. ક્રિશ્નનનો સમાવેશ થાય છે. અન્ય મહત્વના વક્તાઓમાં ભારત સરકારના બાયોટેક્નોલોજી વિભાગ BIRACના સ્ટ્રેટેજી પાર્ટનરશિપ અને એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટના વડા ડૉ. મનીશ દીવાન અને કોન્કોર્ડ બાયોટેક લિ.ના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર શ્રી સુધીર વૈદનો સમાવેશ થાય છે.
બાયોટેક સ્ટાર્ટઅપ્સના પ્રતિષ્ઠિત ઉદ્યોગસાહસિકો, ઉદ્યોગ નિષ્ણાતો અને શિક્ષણવિદો તેમજ અન્ય સહભાગીઓ વિવિધ વિષયો પર યોજાનારા સત્રો દ્વારા અર્થપૂર્ણ ચર્ચાઓમાં જોડાશે. આ વિષયોમાં, ‘ગ્રોથ ઓફ ધ બાયોટેક્નોલોજી સેક્ટર ઇન ગુજરાત’ (ગુજરાતમાં બાયોટેક્નોલોજી ક્ષેત્રનો વિકાસ), ‘ઇકોસિસ્ટમ ફોર એડવાન્સિંગ બાયો-ઇનોવેશન્સ’ (બાયો ઇનોવેશન્સને આગળ વધારવા માટેની ઇકોસિસ્ટમ), ‘ધ રડાર ઓફ ભારત બાયો-ઇકોનોમી’ (ભારત બાયો-ઇકોનોમીનું રડાર), ‘એક્સપ્લોરિંગ ધ ટ્રાન્સફોર્મેટિવ પાવર ઓફ ડીપ ટેક ઇન બાયોટેક્નોલોજી’ (બાયોટેક્નોલોજીમાં ડીપ ટેકની પરિવર્તનકારી શક્તિઓને એક્સપ્લોર કરવી), ‘ઇન્ડસ્ટ્રી એકેડેમિયા: ધ રિક્વાયર્ડ સિમબાયોસિસ’ (ઉદ્યોગ શિક્ષણ જગત: જરૂરી સહજીવન), ‘રિસર્ચ એન્ડ ઇનોવેશન કમર્શિયલાઇઝેશન’ (સંશોધન અને નવીનીકરણનું વ્યાપારીકરણ) અને ‘સ્ટાર્ટ-અપ એન્ડ રિસર્ચ ઇકોસિસ્ટમ’ (સ્ટાર્ટઅપ અને રિસર્ચ માટેની ઇકોસિસ્ટમ) નો સમાવેશ થાય છે. આ વિષયો પર બોલનારા કેટલાક વક્તાઓમાં હેસ્ટર લાઇફસાયન્સ પ્રા.લિ.ના સ્થાપક અને મેનેજિંગ ડાયરેક્ટર રાજીવ ગાંધી, એડિનબર્ગની મિઆલ્ગે લિ.ના ચેરમેન, OBE, FRSE પ્રો. સિમોન બેસ્ટ, યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, સાંતા ક્રૂઝના પ્રોગ્રામ ડાયરેક્ટર પ્રો. માઇલક અલ્વારેઝ, યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, સાંતા ક્રૂઝના સ્ટેટિસ્ટિક્સના ડિપાર્ટમેન્ટ ચેર પ્રો. રોબર્ટ લુંડ તેમજ સ્ટેન્ડફોર્ડ બાયોડિઝાઇનના એડવાઇઝર અને ઇન્ડસ સેતુ ગ્લોબલ ફાઉન્ડેશન ઇન્ડિયાના સ્થાપક અને ચેરમેન ડૉ. પ્રિયા ટંડનનો સમાવેશ થાય છે. GSBTMના મેનેજિંગ ડાયરેક્ટર વિદેહ ખરે (IAS) દ્વારા આભારવિધિ સાથે કાર્યક્રમનું સમાપન થશે.

ઉલ્લેખનીય છે કે વાયબ્રન્ટ ગુજરાત એ એક દ્વિવાર્ષિક ગ્લોબલ બિઝનેસ સમિટ છે, જે 10થી 12 જાન્યુઆરી, 2024 દરમિયાન ગુજરાતમાં યોજાવાની છે. આ સમિટે છેલ્લા 20 વર્ષોમાં રોકાણની તકોને એક્સપ્લોર કરવા, નવીનતાને પ્રોત્સાહન આપવા અને ભાગીદારી સ્થાપિત કરવા માટે બિઝનેસીસ અને સરકારો માટે પ્રતિષ્ઠિત પ્લેટફોર્મ તરીકે સેવા આપી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *